એકેડેમી એવોર્ડ એટલે કે 93મા ઓસ્કાર એવોર્ડ વિજેતાઓની યાદી બહાર પડી છે. જેમાં ઘણી લોકપ્રિય ફિલ્મો અને કલાકારોને વિવિધ કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે. તે જ સમયે, આ એવોર્ડ ઇવેન્ટ દરમિયાન મૃત્યુ પામેલા કલાકારો માટે એક ખાસ સેગમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવ્યું છે. આ મેમોરિયમ સેગમેન્ટ દરમિયાન, ઇરફાન ખાન સહિતના ઘણા સ્ટાર્સને યાદ કરવામાં આવ્યા અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ઇરફાન ખાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય
ઇવેન્ટ દરમિયાન અભિનેતા ઇરફાન ખાન સાથે ભારતીય ઓસ્કાર વિજેતા કોસ્ચ્યુમ ડિઝાઇનર ભાનુ અથિયાને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કલાકારોને સોમવારે યોજાયેલા એવોર્ડ ઇવેન્ટના મેમોરિયલ સેગમેન્ટમાં યાદ કરવામાં આવ્યા હતા. ઇરફાન ખાને હોલીવુડમાં ‘લાઇફ ઓફ પાય’, ‘જુરાસિક વર્લ્ડ’, ‘ઇન્ફર્નો’ અને બીજી ઘણી ફિલ્મોમાં યાદગાર કામ કર્યું છે. ભાનુને ‘1982 માં ગાંધી’ માટે બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન એવોર્ડ આપવામાં આવ્યો હતો.
‘સ્લમડોમ મિલિયેનેર’ માં ઇરફાન ખાન સાથે કામ કરનારી અભિનેત્રી ફ્રીડા પિન્ટોએ એકેડેમીના સન્માનમાં ઈરફાનને યાદ કરતા લખ્યું છે કે, ‘ઇરફાન ખાન જેવું કોઈ વ્યતીકવ બીજું જોવા નહીં મળે. એક અભિનેતા, માનવતાનું ચિત્રણ, તેમ જ તેમની યાદગાર પ્રતિભા દ્વારા તેમની કળા અને ગૌરવએ મને ગહેરાઈથી તેમનું સન્માન કરવા માટે મજબુર કરી દીધી છે. હું મારી કારકિર્દીને ઇરફાન ખાનની કારકિર્દી જેવી બનાવા માંગુ છું.’
ઇરફાન ખાન અને ભાનુ અથિયા ઉપરાંત, આ કાર્યક્રમમાં વોન સૈડો, સીન કોનેરી, ડાયના રિગ, હેલેન મેક્કોરી અને ચેડવિક બોસમેન જેવા ઘણા સ્ટાર્સને યાદ કરવામાં આવ્યા હતા.