કે કે ઇન્ટરનેશનલ અને સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના સ્થાપક કુંડલીયા પરિવારના આંગણે

અબતક ની મુલાકાતમાં કાર્તિકભાઇ “રાજા” કુંડલીયાએ  માતૃશમૂર્તિના ભજન સંધ્યાના કાર્યક્રમની ભાવુક મને આપી વિગતો

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના ઉદ્યોગ વેપાર અને સામાજિક ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા કેકે ઇન્ટરનેશનલ અને સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ના સ્થાપક કિરીટભાઈ કુંડલીયા ના ધર્મ પત્ની સ્વ ચારુબેન કુંડલીયા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ની ઉજવણી નિમિત્તે વિશ્વપ્રસિદ્ધ અનુપ જલોટા ની ભજન સંધ્યા ના કાર્યક્રમ સાથે શ્રદ્ધાંજલિ નું આયોજન કરવામાં આવ્યું છે.

અબ તકની મુલાકાતે આવેલા કાર્તિકભાઈ “રાજા” કુંડલીયા અને જયદેવભાઈ ગઢવી એ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે સ્વ ચારુબેન કુંડલીયા ના ધર્મમય અને ખાસ કરીને ભજન પ્રત્યેના લગાવ ની સ્મૃતિમાં તેમની પુણ્યતિથિ ભજન સંધ્યા ના અવસર સાથે ઉજવવાનું કુંડલીયા પરિવારના મોભી કિરીટભાઈ કુંડલીયા એ નક્કી કર્યું હતું.

આવતીકાલે 18મી ફેબ્રુઆરી રવિવારે સાંજે છ વાગે કાલાવડ રોડ ઉપર આવેલી કેકે હોટલ ના સંકુલમાં પદ્મશ્રી ભજન સમ્રાટ અનુપ જલોટા ની ભજન સંધ્યા નું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ ચારુબેન કુંડલીયા ની પ્રથમ પુણ્યતિથિના અવસરમાં સ્વર્ગસ્થ ને પ્રિય ભજન ના માધ્યમથી તેમને સ્મરણજલી આપવા માટે પદ્મશ્રી અનુપ જલોટા દ્વારા શોકમય ભજન રજૂ કરવામાં આવશે.

કાર્તિકભાઈ કુંડલીયા” રાજાભાઈ” કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે મારા માતૃશ્રી ચારુ બેન કુંડલીયા ની અચાનક વિદાયથી સમગ્ર પરિવાર આઘાત વશ બની રહ્યું છે સ્વજનની વિદાય કુદરતી કર્મ માનીને સ્વીકાર્ય કરવું જોઈએ.. ત્યારે મારા પિતા કિરીટભાઈ કુંડલીયા એ મનોમન નક્કી કર્યું હતું કે તેમના ધર્મ પત્ની અને મારી માતા ચારુ બેન બેન કુંડલીયા ની પુણ્યતિથિ અલગ રીતે અને સમાજ માટે પ્રેરક બને તેવી રીતે ઉજવવી પરિવારે સ્વચારુબેન ને સવિશેષ ગમતા ભજન અર્પણ સાથે પુણ્યતિથિ ઉજવવાનું નક્કી કર્યું હતું, અને આ માટે 18 મી ફેબ્રુઆરીએ રવિવારે કે કે હોટલમાં જ રામ મંદિર ઉદ્ઘાટનના સાક્ષી બનેલા અને પદ્મશ્રી અનુપ જલોટા ના ભજન સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અનુપ જલોટા ના ભજનો સાથે સ્વ ચારુબેન કુંડલીયા ને અંજલી આપવાના કાર્યક્રમ અંગે સ્નેહીજનોને કિરીટભાઈ કુંડલીયા,કાર્તિકભાઇ “રાજા” કુંડલીયા, કેશા કાર્તિકભાઈ કુંડલીયા, કૃપા ચિંતકકુમાર ગાંધી ,કુશ ,કેહકશા અને કબીરે શ્રીજનોને નિમંત્રિત કર્યા છે.

આવતીકાલે 18મી ફેબ્રુઆરી રવિવારે સાંજે છ વાગે કાલાવડ રોડ ઉપર આવેલી કેકે હોટલ ના સંકુલમાં પદ્મશ્રી ભજન સમ્રાટ અનુપ જલોટા ની ભજન સંધ્યા નું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ ચારુબેન કુંડલીયા ની પ્રથમ પુણ્યતિથિના અવસરમાં સ્વર્ગસ્થ ને પ્રિય ભજન ના માધ્યમથી તેમને સ્મરણજલી આપવા માટે પદ્મશ્રી અનુપ જલોટા દ્વારા શોકમય ભજન રજૂ કરવામાં આવશે. કે કેવી હોટલમાં મર્યાદિત સંખ્યા ના ભજન રસિકો માટેના આ કાર્યક્રમનું અબતક ચેનલના માધ્યમથી લાઈવ પ્રસારણ કરવામાં આવશે અને જાહેર રોડ પર ઓડિયો વગરની લાઈવ એલઇડી સ્ક્રીન નું આયોજન કરવામાં આવ્યું છે કુંડલીયા પરિવાર દ્વારા આયોજિત શ્રદ્ધાંજલિ ભજન સંધ્યા કાર્યક્રમમાં વિશ્વ પ્રસિદ્ધ અનુપ જલોટાના ભજનો દ્વારા ચારૂ બેન કુંડલીયા ને અંજલી આપવામાં આવશે. ભજન સમ્રાટ પદ્મશ્રી અનુપ જલોટા વર્ષો બાદ રાજકોટ આવી રહ્યા છે

ચારુ બેનની શ્રદ્ધાંજલિની ભજન સંધ્યામાં પારિવારિક માહોલ અને સ્નેહીજનોને જ આમંત્રણ

રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર ગુજરાતમાં શ્રદ્ધાંજલિ નિમિત્તે ભજન સંધ્યા ના સૌ પ્રથમ કાર્યક્રમ જેવા આવતી કાલે રવિવારે 18મી ફેબ્રુઆરી હોટલ કે કે માં યોજાનારા પદ્મશ્રી અનુપ જલોટાના ભજન સંધ્યા કાર્યક્રમ કુંડલીયા પરિવારના પારિવારિક કાર્યક્રમ તરીકે હોટલના સંકુલમાં જ આયોજન કર્યું છે. કોઈ મોટા હોલ કે પાર્ટી પ્લોટ ના બદલે માતૃશ્રી ચારુ બેન કુંડલીયા ને” ભાવભર અંજલી “આપવા પારિવારિક માહોલ મા ભજન સંધ્યા નું રઆયોજન કર્યું હોવાનું જણાવી કાર્તિકભાઇ કહ્યું હતું કે આ કાર્યક્રમમાં મર્યાદિત સ્નેહીજનો ને નિમંત્રિત કર્યા છે.. આ કાર્યક્રમ ટિકિટ શો નથી. વહેલા તે પહેલાના ધોરણે 6:15 સુધી એન્ટ્રી આપવામાં આવશે.. ભજન સંધ્યા માં કોઈ બ્રેકની ખલેલ નહીં થાય મહેમાનો માટે માતૃશ્રી વીરબાઈ માં મહિલા કોલેજ  કે કેહોટલ પાસે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે કાર્યક્રમને સફળ બનાવવા વીસ યુવાનો સતત પણે જહેમત ઉઠાવી રહ્યા છે.

અનુપ જલોટા સાથે કુંડલીયા પરિવારના પારિવારિક સંબંધો વર્ષોથી સ્નેહનો પમરાટ ફેલાવે છે: કાર્તિક કુંડલીયા

સ્વ ચારુબેન કુંડલીયા ની પુણ્યતિથિ નિમિત્તે કુંડલીયા પરિવાર ના દુ:ખમાં ભાગ લેવા આવી રહેલા પદ્મ શ્રી ભજન સમ્રાટ અનુપ જલોટા સાથે આ પરિવારનું વર્ષો જૂનો નાતો છે, સ્વ ચારુ બેન ને અનુપ જલોટાના ભજનો વિશેષ પસંદ હતા. અનુપ જલોટાને જ્યારે આ કાર્યક્રમનું આમંત્રણ મળ્યું ત્યારે તેમણે સૌપ્રથમ   ચારુ બેન કુંડલીયા ને અંજલી આપવા ભજન સ્મૃતિ કરી હતી.. અનુપ જલોટા ને આજની તારીખે વિદેશ જવાનું હોય પરંતુ ચારુ બેન ને અંજલી આપવા માટે રાજકોટ આવશે ત્યારે સૌ પ્રથમ ઉઘાડા પગે ગણપતિના મંદિરે દર્શન કર્યા બાદ કુંડલીયા પરિવારના આંગણે પગ મુકશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.