બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાં પ્રતિનિધિમાં દિલીપ પટેલ અને વિજય પટેલની દાવેદારી
બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયા દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે ચુંટણી પ્રક્રિયા કરવાનો આદેશ થતા સમગ્ર ભારતમાં બાર કાઉન્સીલોમાં ચુંટણી યોજાયેલી હતી. સમગ્ર ભારતમાં બાર કાઉન્સીલોમાં ચુંટાયેલા પ્રતિનિધિઓ સામે પીટીશનો બીસીઆઈની ટ્રીબ્યુનલ સમક્ષ થયેલી હતી અને તે ટ્રીબ્યુનલે અલગ અલગ રાજયની પીટીશનો સાંભળવા પુરાવા રજુ કરવામાં મુદતો આપેલી હતી. શનિવારે ગુજરાત બાર કાઉન્સીલની સામે હારેલા ઉમેદવારોએ ટ્રીબ્યુનલ સમક્ષ જે અરજીઓ કરેલ તે આક્ષેપો ટ્રીબ્યુનલના ત્રણ રીટાયર્ડ હાઈકોર્ટના જસ્ટીસોએ જસ્ટી મુખરજીની અધ્યક્ષતામાં ફગાવી દેતા ગુજરાત બાર કાઉન્સીલનું બોર્ડ રચના માટે માર્ગ મોકળો થયો છે.
ચુંટણીપૂર્ણ થયા ચાર માસ બાદ વિજેતા ૨૫ ઉમેદવારોને વિજેતા ઘોષિત કર્યા હોય ટુંક સમયમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં ચેરમેન, વાઈસ ચેરમેન સહિતના હોદાઓની વરણી થશે. મતદાનની ગણતરી ૧૪ એપ્રિલે પૂર્ણ થયેલી હતી. હારેલા ૧૦ ઉમેદવારોએ પરીણામને પડકારેલા હતા. ભાજપા પ્રેરીત પેનલના બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ૨૫ ચુંટાયેલા પ્રતિનિધિ પૈકી ૧૯ સભ્યો સાથે ભાજપા પ્રેરીત સભ્યો બહુમતી ધરાવે છે. ભાજપા લીગલ સેલના ક્ધવીનર અને પૂર્વ ચેરમેન જે.જે.પટેલે ટ્રીબ્યુનલના ચુકાદાને વધાવી ગુજરાતના વકીલોનો વિજય ગણાવેલો હતો. બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયામાં ભારતના તમામ બાર કાઉન્સીલોમાંથી એક એક પ્રતિનિધિ મોકલવામાં આવે છે. તેમાં ગુજરાતના સીનીયર સભ્ય વિજય પટેલ, દીલીપ પટેલ, અનીલ કૈલા, ભરત ભગત સહિતના સભ્યો પૈકીનાને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા લીગલ સેલની યોજનાર બેઠકમાં મોકલવા માટે નામ નકકી થશે તેમ જે.જે.પટેલે જણાવેલું હતું.