સ્વાસ્થ્ય સંબંધી વ્યવસ્થાની વિગતો આપવા ઉભા થયેલા આદિવાસી ધારાસભ્ય ડો.ભારતીબેન પવાર સામે અવરોધ ઉભા કરવાએ આદિવાસી મહિલાઓનું અપમાન ગણાવી મનસુખભાઇએ વિપક્ષની બોલતી બંધ કરાવી દીધી
સંસદમાં આજે સ્વાસ્થ્ય સંંબંધી કામગીરી માટેના વિપક્ષના પ્રશ્નોનો જવાબ આપવા ઉભા થયેલા ધારાસભ્ય ડો.ભારતીબેન પવાર ગ્રહમાં જવાબ ન આપી શકે તેવી રીતે વિપક્ષોના શોરબકોર સામે મંત્રી મનસુખભાઇ માંડવિયાએ જે રીતે પ્રતિક્રિયા આપી હતી તેને લઇને વિપક્ષની બોલતી બંધ થઇ ગઇ હતી. સંસદના સત્રની પ્રશ્નોતરી કાર્યક્રમમાં કોરોના સંબંધી કામગીરી અંગે વિપક્ષોએ પૂછેલા પ્રશ્નો અંગે આરોગ્ય મંત્રાલયના એમ.ઓ.એસ. તરીકે જવાબ આપવા માટે ડો.ભારતીબેન ઉભા થયા ત્યારે વિપક્ષે ભારે હોહા કરીને ડો.ભારતીબેનને બોલવા જ દીધા ન હતાં.
વિપક્ષની આ સરકાર પરની ઘોષ સામે મંત્રી મનસુખભાઇ માંડવીયાએ મોરચો સંભાળી લીધો હતો અને વિપક્ષ સામે અધ્યક્ષને સંબોધીને મનસુખભાઇએ જણાવ્યું હતું કે જે રીતે વિપક્ષ સંસદની કાર્યવાહીમાં અવરોધ ઉભા કરી રહ્યું છે અને જનહિતના મુદ્દાઓ ઉપર રાજકારણ કરી રહ્યાં છે તે કમનશીબી છે મનસુખભાઇએ જણાવ્યું હતું કે દરેક વાતમાં રાજકારણ કરવું સારુ નહી. ડો.ભારતીબેન પવાર આદિવાસી સમાજમાંથી આવેલા શિક્ષિત અને દિક્ષિત લોકપ્રતિનિધી છે આજે જે રીતે વિપક્ષે તેમને બોલવા દીધા નથી તે આદિવાસી મહિલાનું અપમાન છે. તેમણે જણાવ્યું હતું કે ડો.ભારતીબેન પવાર કોરોના સંબંધી કાર્યવાહી અને આરોગ્ય માટેની સરકારની વ્યવસ્થા અંગે સંસદના માધ્યમથી દેશને તે અંગેની જાણકારી આપવા ઉભા થયાં છે.
સમગ્ર વિશ્ર્વમાં અત્યારે સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નોમાં કેવી રીતે કોણ કામ કરે છે તે અગત્યનું બની રહ્યું છે. ભારતની કામગીરીના સમગ્ર વિશ્ર્વમાં વખાણ થઇ રહ્યાં છે ત્યારે સંસદમાં તેની જાણકારી આપવા ઉભા થયેલા આદિવાસી મહિલા લોકપ્રતિનિધીને બોલવા ન દેવા તે સંસદીય લોકપ્રણાલીનું જ નહીં આદિવાસી સમાજ અને સમગ્ર મહિલા જાતિનું અપમાન ગણાય.
મનસુખભાઇ માંડવિયાએ અધ્યક્ષને વિનંતી કરી હતી કે તે વિપક્ષને પોતાની જવાબદારી અને ભૂમિકા અંગે સમજાવે અને તે ડો.ભારતીબેન પવારને સાંભળે. મનસુખભાઇ માંડવિયાએ વિપક્ષના દેકારા સામે મોરચો સંભાળીને આપેલા ભાર પૂર્વકના નિવેદનને સંસદમાં સોપો પડી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી મંડળમાં યુવાનેતા મનસુખભાઇ માંડવિયાને સ્થાન આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
મનસુખભાઇ માંડવિયાએ કોરોના કાળમાં આરોગ્ય સંબંધી કામગીરીમાં જે રીતે રસ દાખવીને સરકાર અને આરોગ્ય તંત્રનું કામ હળવું કરી દીધું હતું. મનસુખભાઇ માંડવિયાએ આજે વિપક્ષના દેકારા વચ્ચે સરકારનો પક્ષ મજબૂતરીતે રાખી યુવાનેતા મનસુખભાઇ માંડવિયાએ યુવા નેતૃત્વનું પરિચય કરાવી ભારે મુદ્દાસર બચાવ કર્યો હતો.
વિપક્ષે ડો.ભારતીબેન પવાર સામે અવાજ ઉઠાવતાંની સાથે જ મનસુખભાઇ માંડવિયાએ વિપક્ષોને અરીસો બતાવી ડો.ભારતીબેન પવાર કંઇ રીતે આદિવાસી પછાત વિસ્તારમાંથી શિક્ષિત અને દિક્ષિત મહિલા પ્રતિનિધી તરીકે સંસદ સુધી પહોંચ્યા છે. દેશને તેનું ગૌરવ હોવું જોઇએ. વિપક્ષે આજે તેમની સામે અવરોધ ઉભા કરીને નારી જાતિ અને આદિવાસી જાતિનું અપમાન કર્યું છે.