વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે પારડી ખાતે અતુલ વિદ્યામંદિર એકલવ્‍ય મોડેલ રેસીડેન્‍સીયલ સ્‍કૂલની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ શાળામાં ડીજીટલાઇઝેશન તેમજ ઓડિયો વિઝયુઅલથી અભ્‍યાસ તેમજ ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ બદલ પ્રસંશા કરી હતી.

29 6 18 Eklavya School Pardi Visit 2 શાળાની વિદ્યાર્થીની પૂજાબેન રાજેશભાઇએ ગુજરાત સ્‍ટેટ ટ્રાયબલ એજ્‍યુકેશન સોસાયટી, ગાંધીનગર સંચાલિત તમામ શાળાઓના વિદ્યાર્થીઓમાંથી ૯૧.૬૬ % સાથે પ્રથમ ક્રમાંક મેળવવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા. આ મુલાકાત દરમિયાન સંસ્‍થાના ચેરમેન સ્‍વાતીબેને કામગીરીની જાણકારી આપી હતી. આ અવસરે શાળાના આચાર્ય, શાળા પરિવાર હાજર રહ્યા હતા.

વોકેશનલ ટ્રેનિંગ સેન્‍ટર ઓઝરવાડાની મુલાકાત દરમિયાન કર્તવ્‍યનિષ્‍ઠ બનીને અભ્‍યાસ કરવા અનુરોધ કરતા આદિજાતિ મંત્રી રમણલાલ પાટકર

29 6 18 Vocetional Training Center Ozarpada 1વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે વલસાડ જિલ્‍લાના ધરમપુર તાલુકાના ઓઝરવાડા ખાતે આદિજાતિ વિકાસ વિભાગની વનબંધુ કલ્‍યાણ યોજના અંતર્ગત અતુલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ વોકેશનલ એકસેલન્‍સ દ્વારા ચાલતા વોકેશનલ ટ્રેનિંગ સેન્‍ટરની મુલાકાત લીધી હતી.

29 6 18 Vocetional Training Center Ozarpada 2

આ પ્રસંગે મંત્રીશ્રીએ તાલીમાર્થીઓને કર્તવ્‍યનિષ્‍ઠ બનીને અભ્‍યાસ કરવાની સાથે જીવનમાં નમ્રતા, વિનય અને વિવેકની સાથે શિસ્‍તતા રાખવા જણાવ્‍યું હતું. મંત્રીશ્રીએ વધમાં જણાવ્‍યું હતુ કે, ભણવાની સાથે શું શીખ્‍યા છે તે ઘણું મહત્ત્વનું છે. તાલીમ દરમિયાન મેળવેલા જ્ઞાનની સાથી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વિચારણા કરવાની વધુ શીખવાનું મળે છે અને આગામી દિવસોમાં ટેકનીકલ જાણકારી ધરાવતા કુશળ કારીગરોની જરૂરિયાત રહેશે ત્‍યારે આ તાલીમ ખૂબ જ ઉપયોગી નીવડશે, તેમ તેમણે વધુમાં જણાવ્‍યું હતું.

આ મુલાકાત દરમિયાન અતુલ લી.ના સ્‍વાતીબેને સંસ્‍થાની કામગીરીની જાણકારી આપી હતી.

આ અવસરે ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલ, આચાર્ય કેતનભાઇ ગુપ્‍તે, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાના સદસ્‍યો, શાળા પરિવાર, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.