હજારો લોકોએ કસુંબલ લોક ડાયરો મનભરીને માણ્યો: આજે રાત્રે ઈસ્કોન અને આર્ટ ઓફ લીવીંગના ભકિતભીના કાર્યક્રમો
ત્રિકોણબાગ ચોક ખાતે ૧૯ વર્ષથી ભકિતભાવ સાથે ઉજવાતો શહેરનો સાર્વજનીક આંધગણપતિ ઉત્સવ ત્રિકોણબાગકા રાજા ગણેશ ઉપાસનાના અવનવાં કાર્યક્રમો અને ભગવાનને ગમતા સેવા કાર્યોના માહોલમાં ધામધૂમ પૂર્વક ઉજવાય રહ્યો છે.
ત્રિકોણબાગ કા રાજાના પંડાલમાં ત્રિકોણબાગ કા રાજા સન્મુખ ૧૦૦૮ દીવાની મહાઆરતી ભૂદેવ અતુલ ત્રિવેદીએ રજૂ કરી હતી. સેંકડો ભાવિકોએ ગણેશ વંદના કરી, મહેંદી સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પાંચ બહેનોને ઈનામો આપીને બહુમાન કરાયા હતા જેમાં દક્ષાબેન સોલંકી, જીજ્ઞીશા ખંભાયતા, નેહાબેન ગઢીયા, પ્રજ્ઞાબેન સોજીત્રા અને નિધિબેન હરણેશાનો સમાવેશ થાય છે.
પ્રથમ સાયં સમુહ આરતીમાં શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો ભાજપ અગ્રણીઓ વગેરેએ ભાગ લઈને ગણેશ વંદના કરી હતી.
આજે રાત્રે ઈસ્કોન અને આર્ટ ઓફ લીવીંગના ભકિતભીના કાર્યક્રમો યોજાશે. કાલે બુધવારે રાત્રે ટીવી ફેઈમ લોક સાહિત્યકારોનો લોક ડાયરો રંગીલા રાજકોટની જનતાને મોજ કરાવશે.