શહેરના અતિ વ્યસ્ત ત્રિકોણબાગ ખાતે તંત્રની બેદરકારી અને અણધડ નિતીનો નમૂનો ઉડીને આંખે વળગે છે અહીં તસવીરમાં ડિવાઈડર ઉપર ચડાવી દેવાયેલું ટ્રાફિક પોલીસનું બુથ જોવા મળે છે.
ડિવાઈડર ઉપર બુથ રાખવામાં ટ્રાફિક નિયંત્રણ માટે નિયમોનો ભંગ થયો હોય તો આ નિર્ણયનો હેતુ સમજી શકાય પરંતુ અહીં ટ્રાફિક પર કોઈ જાતનું વ્યવસપન નથી. ટ્રાફિક સિગ્નલ પણ બંધ હાલતમાં શોભાના ગાંઠીયા સમાન છે. આ સ્થળે વીજ વાયરો પણ ખુલ્લા પડયા છે જે રાહદારીઓ માટે ઘાતક સાબીત થઈ શકે છે જેની તંત્રને દરકાર નથી.