કાલે રાત્રે ૮.૦૦ કલાકે ગણપતિ ભકિત સંગીતનો ભવ્ય કાર્યક્રમ: તાજેતરમાં રિલીઝ થનાર હિન્દી મુવી ડ્રિમ ગર્લના પ્રખ્યાત સોંગ ‘રાધે રાધે ઓ’નું મુખડી ગાતી ચૈતાલી છાયા: સીંગર ચૈતાલી છાયા ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે

ત્રિકોણ બાગ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે રાત્રે ૮.૩૦ વાગ્યાથી સતત બે કલાક ભકતજનોને ભકિતરસમાં તરબતર કરવા માટે મુંબઇ સ્થિત સીંગર ચૈતાલી છાયાને ખાસ આમંત્રણ આપવામાં આવેલ છે. ચૈતાલીની સંગીત સાધના વિશે માહીતી મેળવીએ તો તેમણે પોતાનો પ્રથમ સ્ટેજ શો ૪ વર્ષની ઉંમર આપેલ હતો. આમ પ્રોફેશનલ અનુભવ બહુ નાની ઉંમરથી જ તેઓએ મેળવવાનું શરુ કરી દીધેલ. રાજકોટમાં તેણીએ કલાસીકલ ગાયનની તાલીમ રાજકોટ ખાતે સુપ્રસિઘ્ધ એવા અનવરખા તથા તેમના પુત્રી કૌશરબેન પાસેથી મેળવેલ. ત્યારબાદ કલાસીકલ ગાયનની સઘન તાલીમ માટે તેણી કલકતા જઇ અને વધારાની તાલીમ ભારતના જાણીતા કલાસીકલ ગાયક પહ્મશ્રી પંડિત  અજય ચક્રવતી પાસે લીધેલ છે. હાલમાં તેણી મુંબઇ ખાતે અલગ અલગ ખ્યાતનામ સંગીત ગુરુઓ પાસે ફિલ્મી પ્લેબેક તથા કલાસીકલ ગાયનની તાલીમ લઇ રહેલ છે.

વધુમાં જણાવવાનું કે હાલમાં તેઓ ધોરણ ૧ર આર્ટસમાં અભ્યાસ કરી રહેલ છે અને નાની ઉંમરમાં તેઓને તેમની કલાને કારણે તાજેતરમાં રીલીઝ થનારા આયુષ્યમાન ખુરાના સ્ટારર હિન્દી મુવી ડ્રિમગર્લનાં ખુબ જ પ્રખ્યાત સોગ રાધે- રાધે ઓ નું મુખડુ ગાનારી ટીમનો ભાગ બનવાનો મોકો મળેલ છે. અને તેમનું આ સોંગ હાલ યુ-ટયુબ ઉપર ધુમ મચાવી રહ્યું છે. ભવિષ્યમાં ચૈતાલીને રાજકોટ વાસીઓનો પ્રેમ સદાય મળતો રહે અને બોલીવુડમાં રાજકોટનું નામ રોશન કરી શકે તેવી અપેક્ષા છે.

triangle-bagh-ka-raja-ganapati-will-play-pandal-with-a-beautiful-tone
triangle-bagh-ka-raja-ganapati-will-play-pandal-with-a-beautiful-tone

ભવિષ્યમાં પ્લે બેક સીંગર બની કારકિર્દી બનાવવાની ઇચ્છા સેવતી ચૈતાલી છાયાએ ‘અબતક’ની ખાસ મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.