લોકડાઉન સમયે સંદેશા વ્યવહાર અતિ મહત્વનું
ભારતીય ટેલીકોમ નિયમન સત્તા મંડળ (ટ્રાય)એ દેશની તમામ ટેલીકોમ કંપનીઓને પોતાના પ્રિપેઈડ પ્લાનની મુદત વધારી દેવા આદેશ કર્યો છે. દેશમાં હાલ ૨૧ દિવસનું લોકડાઉન છે ત્યારે મોબાઈલ ટેલીફોન દ્વારા નેટ વગેરે વિના મૂશ્કેલીએ ચાલી શકે તે માટે આ આદેશ કરાયો છે.
ટ્રાયે રિલાયન્સ જીઓ, ભારતી એરટેલ વોડાફોન, આઈડીયા અને બીએસએનએલને એક પત્ર પાઠવી આદેશ કર્યો છે કે ટેલીફોન કંપનીઓ પોતાના પ્રિપેઈડ ગ્રાહકોની મુદત (વેલીડીટી) વધારી દે જેથી લોકડાઉન દરમિયાન લોકોને સંદેશા વ્યવહારની મુશ્કેલી ન પડે. ૨૯ માર્ચે ટ્રાયે આ આદેશ કર્યો છે જેમાં પ્રિપેઈડ ઉપયોગ કરનારાઓની અવિરત સંદેશા વ્યવહાર સેવા ચાલુ રાખવા વેલેડીટી વધારવા સહિતના પગલા લેવા આદેશ કર્યો છે. લોકડાઉન દરમિયાન ટેલીકોમ કંપનીઓએ ગ્રાહકોની અવિરત સેવા જાળવવા શું શું પગલા લીધા તેની પણ જાણકારી માગી છે. ટેલીકોમ સેવાને આવશ્યક સેવા ગણવામાં આવી છે. અને તેને લોકઆઉટમાંથી બાકાત રાખવામાં આવી છે. એટલે એ બંધ થવી ન જોઈએ તેમ ટ્રાયે આ આદેશમાં જણાવ્યું છે.
ટેલીકોમ કંપનીઓની કસ્ટમર સેવા અને પીઓએસને અસર ન થાય એ માટે આ સેવાને લોકડાઉનમાંથી બાકાત રાખવામાં આવેલ છે. ટ્રાયના આદેશ બાદ કોઈ ટેલીકોમ કંપનીઓએ કોઈ પ્રતિભાવ આપ્યો નથી કે નથી વેલીડીટી વધારવાની જાહેરાત કરી હવે એ જોવું રહ્યું કે ટેલીકોમ કંપનીઓ આ આદેશનો કેવો પ્રતિભાવ આપે છે.