ભરચક મેકઅપ કરવાને બદલે મેકઅપ કર્યો હોય એ છતાં ચહેરા પર દેખાય નહીં એવી ટેક્નિક ધીમે-ધીમે લોકપ્રિય ઈ રહી છે

આજે બધાને નો મેકઅપ લુક વધારે ગમી રહ્યો છે. પહેલાંની જેમ બહુ ભરચક મેકઅપ કરતાં હવે બધાને લાઇટ, સિમ્પલ અને સોબર મેકઅપ વધારે ગમે છે. લોકોને મેકઅપ તો કરવો છે, પણ એવો મેકઅપ કરવો છે જે કર્યા પછી ફેસ પર દેખાય નહીં. આવા મેકઅપપ્રેમી માટે છે સ્ટ્રોબિંગ મેકઅપ. આ મેકઅપ કર્યા પછી તમારા ફેસની વાહ-વાહ કરવાવાળાને એ નહીં સમજાય કે આ મેકઅપમાં એક પ્રોડક્ટ વપરાઈ છે કે એકી વધારે. સ્ટ્રોબિંગ મેકઅપ લગાવ્યા પછી તમારી એજ પાંચ વર્ષ નાની દેખાય છે. સ્ટ્રોબિંગ મેકઅપી તમારી સ્કિન પર નેચરલ ગ્લો દેખાય છે.

સ્ટ્રોબિંગ મેકઅપ એટલે શું?

સ્ટ્રોબિંગ મેકઅપમાં સ્ટ્રોબ એટલે બ્રશિંગની ટેક્નિક. આના વિશે વધારે માહિતી આપતાં બ્યુટિશ્યન  કહે છે, સ્ટ્રોબિંગ મેકઅપમાં નાનાં સર્કલ લેવાનાં હોય છે. એ સર્કલને અંદરી બહારની સાઇડ લેવાનાં. એટલે તમારા નાક આગળી સ્ટ્રોબ ચાલુ કરે તો એ તમારા કાન સુધી જવું જોઈએ. એવાં એકદમ નાનાં-નાનાં સ્મોલ સર્કલ લેવાનાં હોય છે. આમાં અમે ૧૫-૨૦ સેક્ધડ સુધી સ્કિન પર મસાજ કરીએ છીએ, જેમાં બહુ પ્રેશર ની આપવામાં આવતું. એનાી સ્કિનને પોલિશિંગ મળે. એ સિવાય આ મેકઅપ તમને નો મેકઅપ લુકની ઇફેક્ટ પણ આપે છે. સ્ટ્રોબિંગ પ્રોપર મેકઅપ જ હોય. આમાં મેકઅપનો બેઝ બહુ નિ હોય છે. નોર્મલી મેકઅપમાં બેઝને લગાવવા માટે સ્પન્જ વપરાય છે, પણ સ્ટ્રોબિંગ મેકઅપમાં બેઝને સોફ્ટ ટચ આપવા માટે એક ફેધર-બ્રશ આવે છે, જેનાી અમે મેકઅપને સ્કિન પર ફેલાવીએ છીએ.

લગાવવાની રીત

સ્ટ્રોબિંગ મેકઅપ લગાવવાની રીત જણાવતાં બ્યુટિશ્યન  કહે છે, અમે ક્લાયન્ટને પહેલાં મેકઅપનો લગાવીએ છીએ. એ પછી સ્ટ્રોબ ક્રીમ લગાવવામાં આવે છે. એ પછી સ્કિન પર ક્ધસીલર લગાવીએ. ક્ધસીલરને સેટ કરવા માટે ટ્રાન્સ્લુસન્ટ પાઉડર લગાવીએ છીએ. પાઉડર લગાવ્યા પછી મેકઅપને બફર બ્રશી બફિંગ કરીએ છીએ. આમાં બફરનું ટાઇમિંગ વધી જાય છે. એટલે નોર્મલી અમે જે બફિંગ માટે બ્રશને પાંચ સેક્ધડ સુધી સ્કિન પર ફેરવીએ છીએ એને સ્ટ્રોબિંગ મેકઅપમાં વીસ સેક્ધડ સુધી સ્કિન પર ફેરવીએ છીએ. મેકઅપ કર્યા પછી તમે હલકા પીચ કલરનું બ્લશર લગાડી શકો છો.  સ્ટ્રોબિંગ મેકઅપ તમને શાઇન ફિનિશિંગ આપે છે. એ સિવાય સ્કિન પર ગ્લો પણ આવે છે. સ્ટ્રોબિંગ મેકઅપ કોઈ પણ સ્કિન-ટાઇપને સૂટ ાય છે. આમાં વપરાતી ક્રીમ વોટર-બેઝ્ડ઼ છે, જેમાં જેલ વિ વોટર છે. બીજી ક્રીમમાં ઑઇલ અને વોટર મિક્સ હોય છે. આ મેકઅપ તમારી સ્કિન પર સાતી આઠ કલાક સુધી રહે છે. આજકાલ કંપનીઓએ સ્ટ્રોબિંગ માટે સ્ટ્રોબ ક્રીમ બહાર કાઢી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.