રાજકોટમાં ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રૂા.૫૯૨ કરોડના વિવિધ પ્રોજેકટોના લોકાર્પણ તથા ખાતમૂહૂર્તના કાર્યક્રમો યોજાયા હતા. તે વેળાએ મુખ્યમંત્રીના એક કાર્યક્રમમાં રાજકોટનાં ત્રણ મુખ્ય અધિકારી એક સાથે જોવા મળ્યા હતા. જેમના શીરે કાયદો અને વ્યવસ્થા, વીકાસની ગતી વધારવી, શહેરની સુખાકારીમાં વધારો કરવો તેમજ સુરક્ષા સાથે શાંતિ જાળવવાની જવાબદારી છે. તેવા ત્રણ અધિકારી જિલ્લા કલેકયર રેમ્યા મોહન, મ્યુ.કમિશ્નર ઉદીત અગ્રવાલ અને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ગહન ચર્ચા કરતા હોય તેવું તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં આ ત્રણેય અધિકારીની જવાબદારી વિશેષ બની ગઈ છે.પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ માટે તો રાજકોટ જુનુ છે પરંતુ જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલનું તાજેતરમાં જ રાજકોટ ખાતે પોસ્ટીંગ થયું છે ત્યારે પોલીસ કમિશ્નર ગંભીર બનીને બીજા બંને અધિકારીની ચર્ચા ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા છે. અને બીજા બંને અધિકારી પોતાની ગહન ચર્ચા થકી તાલમેલ બેસાડવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.