મહોત્સવમાં યજ્ઞ, ઓડિયા-વિઝયુઅલ પ્રદર્શની, સાંસ્કૃતિક કાર્યક્રમો, વૃંદાવન વ્રજની પ્રખ્યાત રાસ મંડળીની કૃષ્ણલીલા સહિતના કાર્યક્રમો યોજાશે
જૂનાગઢના વડાલ પાસે પુષ્ટિ સંસ્કાર ધામ ખાતે ત્રિદિવસીય પુષ્ટિ સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જયાં ૨૫૦ વીઘામાં બે લાખથી વધુ વૈષ્ણવ ઉમટવાનો અંદાજ છે. ભવ્ય અને દિવ્ય ૮૦ કુંડી યજ્ઞમાં વૈષ્ણવો આપશે આહુતિ
પુષ્ટિમાર્ગીય સંપ્રદાય ભારતનું સૌથી મોટું શાસ્ત્ર આધારિત શૈક્ષણિક સંકુલ નિર્માણાધીન છે ત્યારે વૈદિક પરંપરા અને સનાતન ધર્મના મુળ સિધ્ધાંતોના પ્રચાર પ્રસાર માટે આ ભવ્ય અને દિવ્ય મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો છે આ મહોત્સવ વિષ્ણુ કાર્યો તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં વચ્ચે તારીખ ૧૦ જાન્યુઆરીથી ત્રીદિવસીય નિર્માણ પ્રારંભ મહોત્સવ વૈશ્નવોના અનેરા ઉત્સાહ સાથે શરુ થવા જઈ રહ્યો છે
ઋષિમુનિઓ અને ચિંતકો દ્વારા જીવનનિર્વાહ માટે જે માર્ગ બતાવ્યો છે તે ધર્મ કહેવાય છે. ધર્મચાર્યો દ્વારા બતાવેલા નિયમોથી તેને સમજાવું એટલે સંસ્કાર સિંચન આ પરંપરાને આગળ ધપાવવા ગોસ્વામી શ્રીપિયુષ બાવાશ્રી દ્વારા પુષ્ટિ સંસ્કાર ધામ એક વિશિષ્ટ માર્ગ પસંદ કર્યો છે.
જે અંતર્ગત આગામી સમયમાં સોરઠના વડાલ ખાતે શિક્ષણ સાથે સંસ્કૃતિની જ્યોત જલાવવા પુષ્ટિ સંસ્કાર ધામનું નિર્માણ કરાશે.
જૂનાગઢ પાસેના વડાલ ગામના કાથરોટા રોડ ખાતે નિર્માણ પામનાર પુષ્ટિ સંસ્કાર ધમનો મુળ મંત્ર આધુનિક ટેકનોલોજીને અપનાવી વૈશ્વીક સ્તરે શિક્ષણ અને સંસ્કૃતિ જ્ઞાન દૂર વસતા દરેક વ્યક્તિ સુધી ઓનલાઇન પહોંચાડવુ છે.
પુષ્ટિ સંસ્કાર ધામ કેવલ આધુનિક ટેકનોલોજી યુક્ત વિદ્યા સંકુલ જ નહીં પરંતુ ઘર અને પરિવાર સુધી સંસ્કારોનું સિંચન કરાવવા પ્રતિબધ્ધ છે. પુષ્ટિ સંસ્કાર સંસ્થાનની ૧૭૪ શહેરોમાં ૨૭૬ જેટલી પાઠશાળાઓ કાર્યરત છે.
જેમાં ૧૧,૨૦૨ જેટલા વિદ્યાર્થીઓ સંસ્કાર મેળવી જીવન ઘડતર કરી રહ્યા છે. એવી જ રીતે પુષ્ટિ સંસ્કાર વિદ્યાપીઠ પણ વિશ્વના ૧૩ દેશોના ૨૪૨ શહેરોમાં કાર્યરત છે અને ૩,૭૦૯ જેટલા વિદ્યાર્થીઓ પુષ્ટિમાર્ગનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે.
પુષ્ટિ સંસ્કાર ધામની સ્કૂલ, યુનિવર્સિટી, સંસ્કૃત વિદ્યાલય, પંચગવ્ય રિસર્ચ સેન્ટરનું વિવિધ સંસ્થાઓ સાથે કોલોબ્રેશન હશે. વર્ષ ૨૦૧૮ ના ફેબ્રુઆરી મહિનામાં પુષ્ટિ સંસ્કાર ધમનું ભૂમિપૂજન કરાયા બાદ કુલ ૧૧૪ વીઘા ભૂમિનું સંપાદન થયું છે. હાલમાં સંકુલનો નિર્માણ માટે પ્લાનિંગથી માંડી તમામ કામગીરી વાસ્તવિક સ્વરૂપ આપવા માટે જહેમત ઉઠાવાઈ રહી છે.
જે અંતર્ગત આગામી તારીખ. ૧૦, ૧૧, અને ૧૨ જાન્યુઆરીના રોજ વડાલ – કાથરોટા રોડ સ્થિત નિર્માણસ્થાન ખાતે નિર્માણ પ્રારંભ મહોત્સવનું આયોજન કરેલ છે.
પુષ્ટિ સંસ્કાર ધામના સંકલ્પકર્તા જુનાગઢ મોટી હવેલીના આચાર્ય ગોસ્વામી કિશોરચંદ્રજી મહારાજશ્રી અને ગોસ્વામી પિયુષ બાવાના માર્ગદર્શન હેઠળ યોજાનાર ત્રિદિવસીય મહોત્સવ અંતર્ગત યજ્ઞ, ઓડિયો-વિઝ્યુઅલ પ્રદર્શની, બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, વૃદાવન વ્રજની પ્રખ્યાત રાસ મંડળી દ્વારા કૃષ્ણલીલા વગેરે કાર્યક્રમો યોજાશે જેમાં બે લાખથી વધુ ધર્મપ્રેમી વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે.