ભચાઉમાં ૧.૮ અને લખપતમાં ૨.૨ની તીવ્રતાનો આંચકો અનુભવાયો
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઉપરાછાપરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઠંડીની સાથે સાથે ભૂકંપ પણ અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. કરછમાં મોડીરાતે ૨ જિલ્લામાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર કરછમાં મોડી રાતે ૧:૦૪ કલાકે ૧.૮ રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો ભચાઉથી ૧૬ કિમી દૂર નોર્થ નોર્થ વેસ્ટ ખાતે અને ત્યારબાદ વહેલી સવારે આજે ૩:૨૦ વાગ્યે કરછમાં જ ૨.૨ની રિકટર સ્કેલનો લખપતથી ૪૬ કિમી દૂર નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે આંચકો અનુભવાયો હતો.
ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જો કે બંને શહેરોમાં હળવો ભૂકંપનો આંચકો આવતા કોઈ જાન માલને નુકસાન થયું ન હોતું. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઉપરાછાપરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલાં થોડા દિવસ અગાઉ ગુજરાતમાં એક જ દિવસમાં ભૂકંપના નવ જેટલા આંચકા અનુભવાયા હતા.