આ સમસ્યા મોટાભાગે 60 વર્ષથી વધુ ઉંમરના પુરૂષોમાં થાય છે, સ્ત્રીઓમાં તે ભાગ્યે જ જોવા મળે છે: વિશ્વમાં હાલ 60 લાખથી વધુ લોકો આની અસર તળે જીવન વ્યતીત કરે છે.
આ રોગના દર્દીઓ તીવ્ર ભાવનાત્મક આઘાતમાંથી પસાર થાય છે: મગનના ચેતાકોષો ધીમે ધીમે મૃત્યુ પામતા જાય અને ડોપામાઇનનું સ્તર ઘટે છે: આવા દર્દીઓ હતાશા અને લાગણી શીલ વધુ બને છે, તેમને ગુસ્સો, ભય અને ચિંતાનો અનુભવ થાય છે.
આજે વિશ્વ પાર્કિન્સન દિવસ છે, ત્યારે સૌએ તેના વિશે જાણવાની જરૂર છે. મોટાભાગે 60 વર્ષથી વધુ વયના પુરૂષોમાં જોવા મળતો આ રોગ સ્ત્રીઓમાં બહુ જવલ્લે જ જોવા મળે છે. આ સમસ્યા મગજ સાથે જોડાયેલી હોવાથી શરીરનું દિશા સુચન સંદર્ભે મુશ્કેલી સર્જાય છે, તે એક ન્યુરોડિજનરેટિવ ડિસઓર્ડર છે, જેનો સિધો સંબંધ શરીરની વર્નસ સીસ્ટમ સાથે છે. હાલ વિશ્ર્વમાં 60 લાખથી વધુ લોકો આનો શિકાર બન્યા છે. જે આંકડો આગામી વર્ષોમાં ડબલ થઇ જનાર છે.
આ સમસ્યાના મુખ્ય લક્ષણો હાથમાં સતત ધુ્રજારી, ઉઠવા કે બેસવા કે હલન ચલનમાં તકલીફ, સ્નાયુઓ ક્ષતિગ્રસ્ત થાય, સરખી રીતે વાત કરવામાં અસમર્થ, મુદ્રાનો અભાવ જેવા જોવા મળે છે. આરોગ ધરાવતા દર્દીઓમાં મગજના ચેતા કોષો ધીમે ધીમે નાશ પામે છે, ડોપામાઇનનું સ્તર ઘટે છે, જે રસાયણ મહત્વપૂર્ણ સંદેશાવાહક હોવાથી આપણું મગજ તેના સંદેશોથી વંચિત રહે છે. આ રોગ થવા પાછળનું કોઇ કારણ જાણી શકાયું નથી જો કે અચાનક આનુવંશિક ફેરફાારો આ સ્થિતિને ઉત્તેજીત કરે તેમ જ પર્યાવરણીય પરિબળો, પ્રદુષણના ઝેર સાથે લાંબો સમય રહેવું પડે ત્યારે આ સ્થિતિ સર્જાઇ શકે છે.
પાર્કિન્સન રોગના મોટાભાગના દર્દીઓ ડિમેન્શિયા હોય છે. આવા લોકોને યાદ રાખવામાં કે નિર્ણય લેવામાં મુશ્કેલી પડતી જોવા મળે છે. દર્દીઓ હતાશ થઇ જાય છે અને અતિશય ગુસ્સો, ભય અને ચિંતાનો અનુભવ પણ કરી શકે છે. તેમના મોઢામાં વધુ લાળ ભેગી થવાથી ખાવામાં તકલીફ પડે છે. તેમને અનિદ્રાની સમસ્યા સાથે રાત્રે પડી જવાનું મોટું જોખમ રહેલું છે, આ સમસ્યાને કારણે ઘણી વાર ગંભીર ઇજા પણ થાય છે.
પાર્કિન્સન્સમાં આંતરડાની મુશ્કેલી સર્જાતા પાચનક્રિયા ધીમી પડે છે. અને વારંવાર કબજીયાત પણ જોવા મળે છે. દર્દીઓને વારંવાર પેશાબ ની સમસ્યા વધુ જોવા મળે છે. ન્યુરોલોજીસ્ટ શારિરીક પરીક્ષણના આધારે આ રોગનું નિદાન કરે છે. ઇમેજીંગ ટેસ્ટીંગ સાથે લક્ષણો અને સચોટ નિદાન માટે ડોપામાઇન ટ્રાન્સપોર્ટર સ્કેન (DAT) ની સલાહ આપે છે. આવા દર્દીઓના નિદાન – સારવાર માટે મગજના MRI અને લોહીની તપાસ પણ ઘણી મદદરુપ થાય છે. આ રોગ એક અપંગ સ્થિતિ છે, અને આ સમયે તેનો કોઇ ઇલાજ ઉપલબ્ધ નથી.
હાલની સારવારમાં દવાઓ, ફિઝીયોથેરાપી અને જીવનશૈલીમાં બદલાવથી લક્ષણોને અસરકારક રીતે અંકુશ કરી શકાય છે. આવા દર્દીઓને ઘરમાં સુગમતા રહેવું તેવું બાંધકામ હોવાથી ઘણો ફાયદો થાય છે. તેમની નિયમિત દિનચાર્ય જયાં જયાં મુશ્કેલી પડે ત્યાં તેના વિક્ષેપો દુર કરો, તેના મુડને આનંદમાં લાવવા નૃત્ય- સંગીતમાં જોડો, કસરતો કરાવો અને તેને ઝડપથી ચાલવા અને ધીમે ચાલવાની દૈનિક કાર્ય સાથે તેના રૂટીંગની દરેક બાબતમાં તેની સંભાળ લેનાર સતત સાથે રહે તે જરુરી છે.
એક સંશોધનમાં જણાયું હતું કે ડ્રાય કિલનિંગમાં વપરાતું કેમિકલ પાર્કિન્સન માટે જવાબદાર હોય શકે, ઉપરાંતમાં અમેક કેન્સર પણ તેના સાથે સંકળાયેલું હોય શકે છે. આજે વિશ્ર્વના નકશા ઉપર જયાં જયાં પ્રવૃતિ થાય છે ત્યાં પીન અપ કરીને સહિયારી ભૂમિકા સૌ અદા કરી રહ્યા છે. 1997 થી આ દિવસ ઉજવાય રહ્યો છે. આજના દિવસે વિશ્ર્વના તમામ દેશોમાં આ રોગ પ્રત્યેની સમજણ વધારવી, સમુદાયના લોકો માટે જીવનની ગુણવત્તામાં સુધારો લાવવો અને તેની આરોગ્ય સંભાળ મહત્વની છે. પર્કિન્સન્સ સેન્ટ્રલ જર્વસ સિસ્ટમની ડિજનરેટિવની સક્રિય સ્થિતિ છે.
આ રોગના પ્રારંભિક દસ્તાવેજો 1817માં નોંધાયા જેનું વર્ણન જેમ્સ પાર્કિન્સન દ્વારા કરતા રોગનું નામ તેમના પરથી પડેલ છે, જો કે 1680 અને 1768 માં આ પ્રકારના લક્ષણો વાળા રોગનો ઉલ્લેખ જોવા મળે છે. 1000દ બીસી અગાઉના ભારતીય અને ચીની દસ્તાવેજોમાં પાર્કિસન્સનું વર્ણન જોવા મળે છે. ધીમે ધીમે શોધ સંશોધનો થયા અને 19મી સદીમાં એન્ટિકોલિનર્જિક દવાનો ઉપયોગ શરુ કરાયો હતો.
1800 ના દાયકામાં પણ જીન માર્ટિન ચાકોર્ટે આ અંગે વિવિધ છણાવટ કરી હતી, જેને સૌ પ્રથમ 1960 માં પાર્કિન્સન રોગ શબ્દ સુચવ્યો હતો. 2000 ની સાલમાં માઇકલ જે ફોકસ ફાઉન્ડેશનની રચના કરવામાં આવી હતી, જે આવા રોગીઓ માટે વૈશ્ર્વિક ફંડ એકત્ર કરે છે. આપણાં દેશમાં પણ 10 લાખથી વધુ લોકો આ બિમારીથી પ્રભાવિત છે. મેડિકલ લાઇન સિવાય આ શબ્દ બહાર બહુ ઓછો જાણીતો છે.
પાર્કિન્સન્સ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી ન્યુરોલોજીકલ સમસ્યા છે
પાર્કિન્સન્સ સાથે જીવવું એ લોકો વિચારે છે તેના કરતાં ઘણું મુશ્કેલ છે. વિશ્ર્વમાં બહુ ઝડપથી વિકસતી ન્યુરોલોજીકલ સ્થિતિ પાર્કિન્સન્સ છે. આ સમસ્યા દરેક માટે અલગ અલગ હોય છે. જુદા જુદા લક્ષણો, અનુભવો જોવા મળે છે. આ સમસ્યા સાથે જીવવું એક પડકાર છે. તેમના ચાલતા સપોર્ટ ગ્રુપમાં જોડાવાથી ઘણા સાર પરિણામો મળ્યા છે. આવા સમુદાયને સતત સમાજના સધિયારાની જરુર પડેી છે. આ સમસ્યાના દર્દીઓ આનંદ-ઉલ્લાસ સાથેની દિનચર્યા તેની મુશ્કેલીમાં રાહત આપે છે.