18%ની વૃદ્ધિ સાથે આવકવેરાની આવક 20 લાખ કરોડે પહોંચી: વ્યક્તિગત કરદાતામાં 25%નો વધારો

માર્ચ 2024 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં ભારતનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વાર્ષિક ધોરણે 17.7 ટકા વધીને રૂ. 19.58 કરોડ થયું છે.  ટેક્સ વિભાગે  કહ્યું કે આ રકમ સુધારેલા અંદાજ કરતાં ઘણી વધારે છે.  2023-24 દરમિયાન આવકવેરા અને કોર્પોરેટ ટેક્સની વસૂલાત બજેટ અંદાજ કરતાં રૂ. 1.35 લાખ કરોડ અને સુધારેલા અંદાજ કરતાં રૂ. 13,000 કરોડ વધારે હતી.  ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં તેમનો સૌથી મોટો હિસ્સો છે.  નાણાકીય વર્ષ 2023-24માં કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શ 18.48 ટકા વધીને રૂ. 23.37 લાખ કરોડ થયું છે.  રિફંડ પછી ચોખ્ખી આવક 17.7 ટકા વધીને રૂ. 19.58 લાખ કરોડ થઈ છે. બીજી તરફ વ્યક્તિગત કરદાતામાં થયેલો જબરા ઉછાળાએ આવકવેરાના  લક્ષ્યાંકને પણ પાર કરી દીધો છે.

ડાયરેક્ટ ટેક્સ કલેક્શનના આંકડા અર્થતંત્રમાં તેજી અને વ્યક્તિઓ અને કોર્પોરેટ્સની આવકમાં વધારો દર્શાવે છે.  સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2023-24માં કુલ રૂ. 3.79 લાખ કરોડ રિફંડ જારી કરવામાં આવ્યા હતા.  નાણાકીય વર્ષ 2023-24 માટે પ્રત્યક્ષ કર વસૂલાતના કામચલાઉ આંકડા દર્શાવે છે કે ચોખ્ખી કલેક્શન રૂ. 19.58 લાખ કરોડ છે.  પાછલા નાણાકીય વર્ષમાં આ રકમ 16.64 લાખ કરોડ રૂપિયા હતી.  નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં, આ વર્ષનું કલેક્શન 18.23 લાખ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું, જે બાદમાં સુધારીને 19.45 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું હતું.

ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રિફંડ સિવાય બજેટ અંદાજ કરતાં 7.40 ટકા અને સુધારેલા અંદાજ કરતાં 0.67 ટકા વધારે છે.  આ સમયગાળા દરમિયાન, રિફંડના એડજસ્ટમેન્ટ પહેલા પ્રત્યક્ષ કરનું કુલ કલેક્શન રૂ. 23.37 લાખ કરોડ હતું.  આ રકમ નાણાકીય વર્ષ 2022-23 માટે રૂ. 19.72 લાખ કરોડના કુલ કલેક્શન કરતાં 18.48 ટકા વધુ છે. જે 11.32 લાખ રૂપિયા છે.  નાણાકીય વર્ષ 2023-24માં નેટ કોર્પોરેટ ટેક્સ કલેક્શન રૂ. 9.11 લાખ કરોડ હતું, જે ગયા વર્ષના રૂ. 8.26 લાખ કરોડ કરતાં 10.26 ટકા વધુ છે.

નાણાકીય વર્ષ 2023-24માં કુલ રૂ. 3.79 લાખ કરોડ રિફંડ જારી કરવામાં આવ્યા છે, સીબીડીટીએ એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2023-24 માટે પ્રત્યક્ષ કર સંગ્રહના કામચલાઉ આંકડા દર્શાવે છે. નેટ કલેક્શન રૂ. 19.58 લાખ કરોડ છે, જ્યારે ગયા નાણાકીય વર્ષમાં એટલે કે નાણાકીય વર્ષ 2022-23માં તે રૂ. 16.64 લાખ કરોડ હતું. નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં, વર્ષ માટેનું કલેક્શન રૂ. 18.23 લાખ કરોડ રાખવામાં આવ્યું હતું, જે પાછળથી સુધારીને રૂ. 19.45 લાખ કરોડ કરવામાં આવ્યું હતું.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.