લીંબડીમાં રાષ્ટ્રીય સેવા યોજના તેમજ સખીદા આર્ટસ અને સી.સી.ગેડીવાલા કોમર્સ અને સી.સી. હોમ સાયન્સ કોલેજ દ્રારા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લીંબડીમાં રાષ્ટ્રીય સેવા યોજના તેમજ સખીદા આર્ટસ અને સી.સી.ગેડીવાલા કોમર્સ અને સી.સી. હોમ સાયન્સ કોલેજ દ્રારા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વૃક્ષોનું વિતરણ કોલેજનાં વિધાર્થિઓ દ્રારા લીંબડી ગ્રીનચોક ખાતે કરવામાં આવ્યું હતું. આજના જમાનામાં પ્રદુષણને કારણે જયારે પર્યાવરણમાં ફેરફારો જોવા મળી રહયા છે ત્યારે પર્યાવરણને સંતુલીત રાખવા તેમજ મનુષ્ય જીવન ટકાવી રાખવા માટે વૃક્ષોનું અત્યંત મહત્વ છે તેમજ ગરમીનું પ્રમાણ પણ વધી રહયું છે એવામાં વૃક્ષો દ્રારા લોકોને ઉનાળામાં છાંયડો મળે તેમજ પ્રકૃતિનું સંતુલન જળવાઇ રહે તે હેતુ થી આ ઉમદા કાર્ય લીંબડી કોલેજ તેમજ રાષ્ટ્રીય સેવા યોજના દ્રારા હાથ ધરી લોકોનાં કલ્યાણ માટે વૃક્ષોનું લોકોને વિતરણ કરી લોક કલ્યાણનું કાર્ય કર્યું હતું.