મકાન, વીજ પોલ, ફોર વ્હીલ અને ટુ વ્હીલર પર વૃક્ષો પડ્યા: ભારે નુકશાન
ગઇકાલે ભારે પવન તેમજ વરસાદના કારણે શહેરમા વિવિધ જગ્યાએ ઝાડ પડવા અંગેની ફરીયાદો આવી હતી. મકાન ઉપર, વિજ થાંભલા, ફોર વ્હીલ તથા ટુ વ્હીલ પર અલગ અલગ 43 સ્થળોએ ઝાડ પડ્યા હતા.
શહેરમાં નવા થોરાળા વિજય નગર સોસાયટી ફિલ્ડ માર્શલ પાસે, હુડકો પોલીસ ચોકી સામે, કોઠારીયા રોડ, ભગવતીપરા શેરી નં,1, સંજયનગર શેરી ન. 4, ન્યુ સર્વોદય સોસાયટી શેરી નં.7, કુવાડવા રોડ, 80 ફુટ રોડ મોહનભાઇ હોલ પાસે, કોઠારીયા રોડ, બાલ્કૃષ્ણ સોસાયટી સંત કબીર રોડ, ગેલેકસી રોડ ગેલેકસી બિલ્ડીંગમા, ગાંધીગ્રામ શેરી નં.6 બી રાજેશ પાન પાસે, સંત કબીર રોડ સંગમ બિલ્ડીંગ પાસે, ન્યુ સર્વોદય સોસાયટી શેરી નં.7 એ 80 ફુટ રોડ, કુવાડવા રોડ, ગાંધીગ્રામ મોચીનગર – 6 શેરી નં. 8, સંત કબીર રોડ શક્તિ ઠાકર ધણી પાન વાળી શેરી, ગોવિંદનગર મેઇન રોડ કોઠારીયા કેદારનાથ ગેટ બાજુમા, કુવાડવા રોડ ગોકુલ હોસ્પિટલ સામે, ભગવતી પરા સોસાયટી શેરી નં.1 મધર ટેરેસા મકાન, હાઉસીંગ બોર્ડ કવાટર દુધસાગર રોડ મધર ટેરેસા આશ્રમ પાસે મકાન પર, ઇન્દ્રપ્રસ્થ નગર શેરીનં. 1/8 મા મકાનના ડેલા પર ઝાડ પડેલ, હેમુ ગઢવી હોલ સામે મેઇન રોડ પર, એરપોર્ટ રોડ રાજકૃતિ એપાર્ટમેન્ટ પાસે, એરપોર્ટ રોડ આશુતોષ સોસાયટી મા મકાન પર, શ્રોફ રોડ પર, શાળા ન.29 પાસે નવા થોરાળા, સંત કબીર રોડ બાલકૃષ્ણ સોસાયટી રસ્તા પર, નિર્મલા રોડ પારસ કોલોનીની બાજુમા, એરપોર્ટ રોડ ગોવિંદભાઇની વાડીની બાજુમા, અલ્કા સોસાયટી મવડી ફાયર સ્ટેશનની સામે, ચંદ્રેશ નગર ખીજડાવાળો હોકર્સ ઝોનમા, લક્ષ્મીનગર – 1 શુલભ ની સામે મંદિરની અંદર, રૈયા રોડ ચંદન પાર્ક અક્ષર સ્કુલ પાસે, રેસકોર્ષ પાર્ક – 1 ફોર વ્હીલ પર, બાબરીયા કોલોની શેરી નં.4 મહેમુદભાઇ ની ગાડી પર, નવલનગર શેરી નં.4, સ્વામિનારાયણ ચોક કૃષ્ણનગર મેઇન રોડ, ભગવતી પાર્ક – 1 આશ્રમની બાજુમા ફોર વ્હીલ પર, પંચવટી સોસાયટી અમિન માર્ગ પર મકાન પર, અમિન માર્ગ જનકલ્યાણ સોસાયટીમા રોડ પર, ગાંધીગ્રામ શેરી નં.6 રાજેશ પાનની બાજુમા, વોર્ડ ઓફીસની બાજુમા કુવાડવા રોડ પર, શ્રીરામ પાર્ક મકાન પર ભગવતી હોલ પાસે મોરબી રોડ પર ઝાડ પડેલ હતા જે રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા તાત્કાલિક નિકાલ કરવામાં આવી હતી.
ઉપરોક્ત ઝાડ પડવાની ફરીયાદોના તાત્કાલિક નિકાલ કરવા ચીફ ફાયર ઓફીસર આઇ વી ખેરના ઉચ્ચ માર્ગદર્શન હેઠળ વિવિધ ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફીસર, લીડીંગ ફાયરમેન તથા ફાયરમેન ડ્રાઇવર સહિતના સ્ટાફે આધુનિક સાધન સામગ્રીનો ઉપયોગ કરી જાહેર જનતાના હિતમા કરવામા આવી હતી.