વાંસનું વૃક્ષ અન્ય વૃક્ષો કરતાં 30 ટકા વધુ ઓકિસજન છોડે
આપણે દર મિનિટે શ્વાસમાં 8 લીટર જેવી હવા ફેફસામાં ભરીએ છીએ એટલે કે રોજની 11 હજાર લીટર હવા શ્વાસમાં ભરાય જાય: જો હવામાં 19.5 ટકા ઓકિસજન હોય તો જ શકય બને બાકી તો આટલો પુરતો ઓકિસજન લઇએ તો પણ પ ટકા જ વાપરીએ છીએ બાકી રહેલ 14.5 ટકા તો ઉચ્છવાસમાં બહાર ફેંકી દઇએ છીએ ! આપણને તાજગીથી જીવવા રોજ પપ0 લિટર ઓકિસજન મળવો જ જોઇએ
હરિયાલા મૌસમ ઢોલ બજાતા આયા જુની ફિલ્મના ગતિ જેમ હવે આપણે સૌ એ જીવવું હશે તો પૃથ્વીને હરિયાળી બનાવવી જ પડશે. આપણે જ વિકાસના નામે બદલતી લાઇફ સ્ટાઇલ આપણા પગ ઉપર કુહાડો માર્યો છે જેની સજા આપણે કોરોનામાં ‘ઓકિસજન’ ની ભોગવી રહ્યા છીએ. આપણા પ્રાણ માટે જરુરી એવા પ્રાણવાયુ ઓકિસજન આપણા વૃક્ષ ર4 કલાક હવામાં છોડીને આપણને જીવતા રાખે છે. તો પણ આપણે એનું જ છેદન કરીને આપણાં મૃત્યુને ખુલ્લુ આમંત્રણ આપીએ છીએ. દુનિયાભરના વૃક્ષોમાં વાંસનું વૃક્ષ બધા વૃક્ષો કરતા 30 ટકા વધુ ઓકિસજન આપે છે. વૃક્ષો આપણી પ્રાણવાયુની અખુટ ફેકટરી છે. તે જેટલા વધારે વાવો ઉછેરો જતન કરો તેટલુ:ં તમારું – મારૂ ને સૌનું જીવન ટકશે.
લીંમડો – વડ – તુલસી – પીપળો જેવા વૃક્ષો દિવસમાં ર0 કલાક સતત હવામાં ઓકિસજન છોડે છે. શહેર કરતાં ગામડાંમાં વૃક્ષો વધારે છે તેથી આપણને ત્યાંની હવામાં તાજગી લાગે છે. તંદુરસ્ત જીવન માટે હવા, પાણી, ખોરાક જેટલો શુઘ્ધ તેટલું જ જીવન ‘અમર’ સમાન શ્રેષ્ઠ હોય શકે. આપણે સૌ જાણીએ છીએ કે ઓકિસજન બનાવવાનું કામ વૃક્ષોના પાંદડા કરે છે. પાંદડા એક કલાકમાં પ મીલી લીટર ઓકિસજન બનાવે છે. તેથી જે વૃક્ષોના પાંદડા વધુ તે વૃક્ષ વધુ ઓકિસજન આપે તે સ્વભાવિક છે. પીપળાનું ઝાડ સતત રર કલાક ઓકિસજન આપે છે.
વૃક્ષો આપણને છાંયડો આપે ને જીવન પણ જો તે ન હોય તો આપણું જીવન અશકય છે. કારણ તેના દ્વારા બનતા ઓકિસજનથી જ આપણે જીવાત રહીએ છીએ. વૃક્ષોની કતલ એટલે આપણાં જીવનની પણ કતલ થઇ જાશય એ 100 ટકા નગ્ન સત્ય છે. માટે દરેક વ્યકિતએ 10 વૃક્ષો અવશ્ય વાવવા જ પડશે. આવનારી પેઢીને બીજું કશું જ આપો નહી, આપો ફકત વૃક્ષો – વૃક્ષો – વૃક્ષો !! દરિયાઇ છોડ પર્યાવરણમાં હાજર 70 થી 80 ઓકિસજન આ પ્લાન્ટ આપે છે. આપણી મોટાભાગની જમીન દરિયાઇ હોવાથી આ છોડ પૃથ્વી પરનો સૌથી ઓકિસજન આપે છે. આ છોડ જમીન છોડથી પણ વધુ ઓકિસજન આપે છે.
એક પરિપકવ વૃક્ષ 48 કી.બી. ના દરે હવામાંથી કાર્બન ડાયોકસાઇડ ને ગ્રહણ કરીને બે મનુષ્યોને જીવીત રહે તેટલો ઓકિસજન વાતાવરણમાં પરત કરે છે. એક એકર જમીનમાં વાવેલા વૃક્ષો 18 લોકો માટે એક વર્ષ માટે શ્ર્વાસ લેવા માટે પુરતી ઓકિસજન વ્યવસ્થા કરે છે. 26000 કિ.મી. ચાલેલી કારનો કાર્બન ડાયોકસાઇડ આ વૃક્ષો લઇને જીવન રક્ષક ઓકિસજન આપણને આપે છે.
એક વૃક્ષ દર વર્ષે આશરે 260 પાઉન્ડ ઓકિસજન પેદા કરે છે. બે વૃક્ષો ચાર પરિવાર ને પુરતા પ્રમાણમાં ઓકિસજન આપે છે. આગામી દિવસોમાં કોફીબાર – જયુશ બારની જેમ ઓકિસજન બાર પણ ખુલશે જયાં માણસો ઓકિસજન પીવા જશે મતલબ કે નાક આગળ નળી ગોઠવીને ઊંડા શ્ર્વાસ ભરીને ઓકિસજન લેશે. જેને કારણે તેને ઉર્જા – થનગનાટ વધશે ને થાક દૂર લાગશે. જો કે આનુ પણ સૌને વ્યસન થઇ જશે !! આજે ફલેટના જંગલો ઉભા થઇ ગયા છે. ત્યાં ઘરમાં વૃક્ષો કોણ વાવશે. બધાને હાઇ- ફાઇ જીંદગી જીવવી ગમે છે. ત્યાં વૃક્ષોને કોણ યાદ કરે પણ એકવાત નકકી કે જો વૃક્ષો નહી રહે તો આપણે સૌ પણ નહી રહીએ એ વાત નકકી !!
વૃક્ષોની પસંદગીમાં ઇકો સિસ્ટમ અને બાયોડાઇવર્સિટીનું ખાસ ઘ્યાન રાખવું જોઇએ. પીપળો, બદામ, કપોક, કોર્ડિયા, કદમ, પંગારા અને કોનોકરપર્સ જેવા વૃક્ષો ર4 કલાક આપણને ઓકિસજન આપે છે. એક વૃક્ષ પીપળા વિશે ખાસ જાણવા જેવી છે, તે વિષ્ણુને પ્રિય હતું તેથી જ શ્રાઘ્ધવિધી તેની નીચે કરાય છે. બુઘ્ધ ભગવાનને પણ આ વૃક્ષની નીચે જ્ઞાન મળ્યું હતું. સિલોનમાં એક પીપળાનું વૃક્ષ છે. જે ઇ.સ. પૂર્વે 288 માં વવાયું હતું. આપણાં ધર્મમાં પણ જીવજતુઓ અને વૃક્ષોને ધર્મ સાથે જોડેલ છે. ઔષધિ તરીકે પણ પીપળાનું અને રૂ મહત્વ છે. આજે તો ઘણી જગ્યાએ મેડીસીન પ્લાન્ટના ગાર્ડન સાથે ઓકિસજન ગાર્ડન બનાવાયા છે પણ એકલ દોકલથી ના ચાલે હવે તો યુઘ્ધના ધોરણે સૌ મંડી પડો ઝાડવા વાવવા !! એક વૃક્ષની વેલ્યુ જોઇ તો તે ર0 કિલો શોષી લે છે. સાથે દર વર્ષે 700 કિલો ઓકિસજન આપે છે. દર વર્ષે 20 ટન કાર્બન ડાયોકસાઇડ લઇને હવા શુઘ્ધ કરવાનું કાર્ય કરે છે. ગરમીમાં વૃક્ષની નીચે 4 ડીગ્રી તાપમાન ઓછું હોય છે. વર્ષે 1 લાખ ચો.મી. દુષિત હવાને ફિલ્ટર કરે છે. ધરતી પાસે વૃક્ષ અકોસ્ટિક વોલનું કામ કરીને ઘોંઘાટને શોષી લે છે. આ વૃક્ષને 80 કિલો પારો, લિથિયમ, લેડ વગેરે ઝેરી ઘાતુના મિશ્રણને શોષવાની ક્ષમતા ધરાવે છે. એટલે જ આપણને તેના છાંયડામાં બેસવાથી પોઝિટીવ એનર્જી મળે છે.
વૈજ્ઞાનિકોના મત મુજબ પૃથ્વીની ઉત્પતિ થઇ ત્યારે પૃથ્વી ઉપર ઓકિસજન ન હતો ત્યારે અમુક બેકટેરિયા દ્વારા ઓકિસજન બનાવવાની શરુઆત થઇ જેને ગ્રેટ ઓકિસજન ઇવેન્ટ તરીકે ઓળખાય છે. જો કે બાદમાં વૃક્ષો ઉત્પન થતાં તેણે બનાવવાનું શરુ કર્યુ. પૃથ્વી ઉપર ત્રીજા નંબરનું સૌથી વધારે પ્રમાણ ધરાવતું તત્વ ઓકિસજન છે. તે પૃથ્વીના વાયુ મંડળમાંથી સ્વતંત્ર મળી શકે છે. ઓકિસજન રંગહીન, ગંધહીન અને સ્વાદહીન હોય છે. ઓકિસજનમાં ત્રણ પરમાણુથી ઓઝોન વાયુનું નિર્માણ થાય છે. પૃથ્વીના વાતાવરણમાં ર1 ટકા ઓકિસજન અને 78 ટકા નાઇટ્રોજન છે. બાકી બધા ગેસ 1 ટકાથી અંદર આવી જાય છે.
“પધારો…. વૃક્ષ…. વધારો
આવજો… વૃક્ષ…. વાવજો”
પાંચ હજાર વર્ષ પૂર્વે સિંધુ સંસ્કૃતિથી પીપળાનું ધાર્મિક મહત્વ
પીપળો આપણી ધાર્મિક સંસ્કૃતિમાં પવિત્ર વૃક્ષ ગણાય છે. પાંચ હજાર વર્ષ પહેલા સિંધુ સંસ્કૃતિથી તેમનું મહત્વ જોવા મળે છે. હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ પીપળાના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવનો વાસ હોય છે. પીપળો મોહેન્જો દડો, સિંધુ ખીણ સંસ્કૃતિના યુગથી થતું આવ્યું છે. હરિયાણા અને ઓડીશામાં પીપળો રાજય વૃક્ષ ગણાય છે. આયુર્વેદની દ્રષ્ટિએ તે વિવિધ રોગોમાં ઉપયોગી છે. ચર્મરોગ, શ્ર્વાસ, ડાયાબીટીસ, તાવ જેવા રોગોમાં તેનો ઉપયોગ થાય છે. પીપળો બોધિવૃક્ષ અને અશ્ર્વત્ય વૃક્ષ તરીકે જાણીતો છે.
“વૃક્ષ કી સુનો….. વો તુમ્હારી ભી સુનેગા”