ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સરહદી ઘર્ષણમાં પ્રથમવાર ભારતે કડક વલણ અપનાવ્યું: યુદ્ધ અને આર્થિક મોરચે ડ્રેગન ભારતની ભીંષમાં
હિન્દી-ચીની ભાઈ… ભાઈ…થી લઈને હિન્દી-ચીની હાય… હાય… સુધી ભારત અને તેના સૌથી નિકટવર્તી પડોશી પણ મોટાભાગે શત્રુ દેશ બનીને રહી ગયેલા ચીન સાથે ભારતે હવે નિર્ણાયક વ્યવહારનું મન બનાવી લીધું હોય તેમ અત્યાર સુધી સરહદીય વિવાદોમાં શાંતિ મંત્રણાઓને મહત્વ આપતા ભારતના સૈન્યએ પૂર્વ લદ્દાખ મુદ્દે ચીનને પોતાની નીતિ સ્પષ્ટ કરવા અલ્ટીમેટમ આપી દીધું છે. પૂર્વ લદ્દાખ ખાલી કરી દે પછી જ વાટાઘાટ કરવા માટે મક્કમ બનેલા ભારતના વલણથી ચીન ઉપર પ્રથમવાર સૈન્ય ઉપરાંત આર્થિક દબાણ ઉભુ થયું છે.
ભારતીય સેનાએ સંપૂર્ણ પૂર્વ ભારતમાંથી ચીન હટી જાય પછી જ સંધી શક્ય હોવાનું જણાવી દીધું છે. ભારત-ચીન સીમા વિવાદ માટે અત્યાર સુધીની લવાદ અને વાટાઘાટોની પ્રક્રિયા હવે આઉટ ઓફ ડેટ થઈ ગઈ હોય તેમ હવે આરપારની નીતિ સીવાય કોઈ છુટકો જ નથી તેવું સ્પષ્ટ વલણ ભારતીય પક્ષે લીધો છે. ભારતની ભૂમિ સંપૂર્ણપણે છોડી દો અથવા તો લડવા માટે તૈયાર થઈ જાવ તેવી ચેતવણીના રૂપમાં પ્રથમવાર ભારતે કડક અને નિર્ણાયક વલણના સંકેતો આપ્યા છે. ભારત-ચીન સીમા વિવાદમાં અત્યાર સુધી નવીદિલ્હી-બેઈઝીંગ વચ્ચે વિવિધ તબક્કાની વાટાઘાટોની પ્રક્રિયા ચાલતી રહે છે અને સરહદ પર ચીનના ચંચુપાત… હવે ભારતે પૂર્વ લદ્દાખ મુદ્દે સાતમી સૈન્ય સ્તરની બેઠકમાં એક વાત સ્પષ્ટ કરી દીધી હતી કે, ચીન હવે પૂર્વ લદ્દાખ ખાલી કરે પછી જ વાટાઘાટો કરશું.
સોમવારે યોજાયેલી લેટફનન જર્નલ હરીન્દરસિંઘ અને જનરલ લીયુલીન વચ્ચેની બેઠક અંગે કોઈ વાત બહાર આવી નથી પરંતુ અત્યંત આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ભારતે તેના પ્રતિનિધિ મારફત ચીન સરકારને એક સ્પષ્ટ પ્રકારનું અલ્ટીમેટમ આપી દીધુ છે કે, પૂર્વ લદ્દાખ ખાલી કર્યા પછી જ વાતચીત આગળ વધશે.
વિશ્ર્વ ટ્રેડ વોરના માહોલમાં ચીન માટે ભારતનો સાથ દાળ-રોટી માટે અને પોતાનો વેપાર જીવતો રાખવા અનિવાર્ય છે. ચીન પોતાની મનમાની કરવા માટે ભારતની નારાજગીનો ભાર ઉપાડી શકે તેમ નથી. ભારતે આ સ્થિતિનો લાભ લેવા લાગ જોઈને દાણો દબાવી દીધો છે કે, ચીન હવે પૂર્વ લદ્દાખ મુદ્દે ભારતના પ્રદેશો ખાલી કરે પછી જ વાટાઘાટો શક્ય બનશે. અત્યાર સુધી ભારત-ચીન વચ્ચે માત્ર વાતો થતી હતી. હવે ભારતનું વલણ નિર્ણાયક બન્યું છે. વિદેશ મંત્રી એસ.જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને સેનાના ચીફ જનરલ એમ.એમ.નારવાણેએ ૯મી ઓકટોબરે મહત્વની બેઠક યોજી હતી. અત્યારે પેંગોંગના દક્ષિણ કિનારે ગુરુંગ હીલ સ્પેન્ગગુર, મગર હીલ, મુખપરી, રેજાંગ સહિતના વિસ્તારોમાં ચીનની સેના હટી જાય પછી જ આગળ વધાશે તેવું સ્પષ્ટ થયું છે.