જૈન અગ્રણી દિલીપભાઇ વસાના માનવતાલક્ષી પ્રયાસોને મળીસફળતા: યોજનાનો લાભ મેળવવા માટે પ્રથમ દિવસે જ ૧પ હજાર ફોર્મ ભરાયા: ઉપાશ્રય અને દેરાસર ખાતેથી ફોર્મ મેળવી શકાશે
જૈન સમાજને વોકહાર્ટ હોસ્૫િટલમાં વિશેષ સવલત મળે તે માટેના જૈન અગ્રણી દિલીપભાઇ વસાના પ્રયાસો સફળ નિવડયા છે. સર્વે જૈનોને વોકહાર્ટ હોસ્૫િટલ સાથે ટાઇઅપ કરી તેનું ડીસ્કાઉન્ટનું કાર્ડ વિનામૂલ્યે પુ‚ પાડવામાં આવી રહ્યું છે. આ કાર્ડ કઢાવવા માટે જૈન સમાજ તરફથી બ્હોળો પ્રતિસાદ મળી રહ્યો છે જે અંગે વધુ વિગત આપવા દિલીપભાઇ વસા સહીતનાં જૈન અગ્રણીઓએ અબતકનાી શુભેચ્છા મુલાકાત લીધી હતી.
૧ ફોર્મ દીઠ પરીવારના જ વ્યકિતઓ લાભ મેળવી શકે છે. પ્રથમ દિવસે જ ૬૦ હજાર લોકોએ રસ દાખવીને ૧૪ હજાર ફોર્મ ભર્યા હતા. આગામી ૧પ દિવસમાં પ લાખ જૈન લોકો આ યોજનામાં જોડાશે. રાજકોટમાં જૈન સમાજના ચારેય પંથકનાં સાધુ સાઘ્વીજીઓની વૈયાવચ્ચ માટે કે પછી તેની બીમારી સબબ હોસ્પિટલને લગતી સેવામા હરહંમેશ તત્પર તથા રાત દિવસ પોતાના કુટુંબ, વ્યવસાય કે પછી સમયનો કોઇપણ જાતનો વિચાર કર્યા વગર દોડી જનાર એવા દીલીપભાઇ વસા દ્વારા એક શુભ કાર્યની શરુઆત કરવામાં આવી છે. જૈન સમાજમાં કોઇપણ સાધુ સાઘ્વીજી મહાત્માજીની તબીયત ખરાબ હોઇ ત્યારે તેમને જો પુછવામાં આવે તો સૌ પ્રથમ દીલીપભાઇ વસાનું નામ લેવામાં આવે છે. દીલીપભાઇ વસાનું આ કાર્ય છેલ્લા ૨૫ વર્ષથી કોઇપણ જાતની ‚કાવટ વગર ચાલુ જ રહ્યું છે. આ ઉપરાંત વૈશાલીનગર દેરાસરમાં પણ તેઓ હોંશભેર કાર્ય કરી રહ્યા છે. આચાર્ય ભગવંત રત્નસુંદરવિજયજી મહારાજે તેમને વૈયાવચ્ચ રત્ન તરીકે પણ નવાજયા છે. વૈયાવચ્ચ રત્ન દીલીપભાઇ દ્વારા જૈન સમાજના ચારેય પંથકના રાજકોટના સર્વે જૈન ભાઇઓને વોકહાર્ટ હોસ્૫િટલ સાથે ટાઇઅપ કરી તેનું ડીસ્કાઉન્ટનું કાર્ડ વિનામૂલ્યે પુરુ પાડવામાં આવી રહ્યું છે. જેની અંદર પરીવારના સર્વે સભ્યોને તેનો લાભ મળી શકશે. હોસ્૫િટલાઇઝેશન (૧૦ ટકા) લેબોરેટરી બ્લડ ઇન્વેસ્ટીગેશન (૨૫ ટકા) ઓપીડી ક્ધસલ્ટેશન ફૂલ ટાઇમ ડોકટર્સ દ્વારા (૨૫ ટકા) સ્ટે્રશ ટેસ્ટ (૨૫ ટકા) સીટી સ્કેન (૨૫ ટકા) એકસ-રે (૨૫ ટકા) અલ્ટ્રાસોનીગ્રાફી (૨૫ ટકા) ઇસીજી (૨૫ ટકા) એમઆરઆઇ (૨૫ ટકા) બીએમડી (૨૫ ટકા) આપવામાં આવશે. આ ઉ૫રાંત વોકહાર્ટ ની અંદર કાર્ડયાક ટેસ્ટ જેની કિંમત ‚ા ૩૫૧૦ જેવી થવા જાય છે. જે માત્ર ‚ા ૫૦૦ માં કરી આપવામાં આવશે. આ સહાયતા માટે માત્ર એક મેમ્બરશીપ ફોર્મ ભરવાનું રહેશે. જેનો કોઇપણ ચાર્જ નથી. આ ફોર્મ રાજકોટનાં જે તે ઉપાશ્રય તેમજ જે તે દેરાસર ખાતેથી પ્રાપ્ત થઇ શકશે. તેમજ જૈન સમાજની અલગ અલગ સંસ્થાઓ જેવી કે જૈન સોશ્યલ ગ્રુપ (મેઇન વેસ્ટ મીડટાઉન, ડાઉનટાઉન રોયલ એલીત) જૈન જાગૃતિ સેન્ટર, જૈન યુવા ગ્રુપ ના હોદેદારોના સાથ સહકારથીઆ કાર્ય થઇ રહ્યું છે. આ અંગે વધુ માહીતી માટે ઉપેનભાઇ મોદી ૯૮૨૪૦૪૩૧૪૩ ઉપર સંપક કરવાનો રહેશે. દેરાસરમાંથી ફોર્મ પ્રાપ્ત થઇ શકશે. જે તે ઉપાશ્રય, દેરાસર અને ઓફીસથી મેમ્બર શીપ ફોર્મ લીધેલહશે ત્યાં પાછુ પરત કરવાનું રહેશે. ત્યારબાદ તે જ સ્થળેજથી જાણ થયે અથવા નિર્ધારીત સમયે કાર્ડ મળે શકશે.
આ કાર્યને સફળ બનાવવા માટે દીલીપભાઇ વસા તથા ઉપેનભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ જીવદયા ગ્રુપના સર્વે સભ્યો પ્રકાશ મોદી, પારસ મોદી, નિરવ સંઘવી, ભીખુભાઇ ભરવાડા, સમીર કામદાર, વસંત કામદાર, વિરેન્દ્ર સંધવી, અજય વખારીયા, હીમાંશુ ચીનોય, કાર્તીકભાઇ દોશી, અમીત શાહ, વીમલ શાહ, નીશીત મહેતા, વીકાસ દોશી, સચીન દોશી, રાજુ દોશી, હાર્દીક પારેખ, જતીન શાહ, નીખીલ શાહ જહેમત ઉઠાવી રહ્યા છે. આ અંગેની વધુ માહીતી માટે સંસ્થાના સ્થાપક દીલીપભાઇ વસા મો. નં. ૯૪૨૬૯૦૬૬૬૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.