ત્રણ વર્ષમાં સૌથી વધુ બાળકોની આ વર્ષે સારવાર : એક બાળકની બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ની સર્જરી કરાઈ
મોરબી જીલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે ૨૩૮ રોગગ્રસ્ત બાળકોની સારવાર કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ વર્ષે સૌથી વધુ બાળકોની સારવાર કરવામાં આવી છે. ઉપરાંત એક બાળ દર્દીની સૌથી વધુ જટિલ ગણાતી બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ની સર્જરી કરવામાં આવી છે.
મોરબી જિલ્લાના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ નોડલ ઓફિસર જયેશ કાસુન્દ્રાએ કાર્યક્રમ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં આ વર્ષે સૌથી વધુ રોગગ્રસ્ત બાળકોની સારવાર કરવામાં આવી છે. બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૧૬માં ૪૪રોગ ગ્રસ્ત બાળકો અને વર્ષ ૨૦૧૭માં ૧૦૩ રોગગ્રસ્ત બાળકો અને ૨૦૧૮ માં સૌથી વધુ ૨૩૮ બાળકોની સારવાર કરવામાં આવી છે.
આ ૨૩૮ બાળકોમાં ક્લબ ફૂટના ૩૬, હદય રોગના ૧૪૨, કલેક્ટ લિપ પેલેટના ૧૮, જન્મજાત બહેરાસના ૩૫, જન્મજાત મોતીયાના ૪ તથા કિડની ટ્રાન્સપ્લાન્ટના ૨ અને એક બાળ દર્દીની બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી હતી.આ તમામ રોગો ગંભીર છે. આખું વર્ષ સરકાર રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં ગંભીર રોગો ધરાવતા બાળકોની સારવાર કરવામાં આવી હતી.