બીમારીના ઇલાજ માટે માત્ર દવા જ નહીં પણ દુવાની પણ જરુર પડે છે, આ કહેવતમાં સાજા થવા માટે માત્ર દવા પર જ નિર્ભર ન રહેવાના એક ‘સુચક’ હીમાયત કરવામાં આવી છે.આધુનિક તબીબ વિજ્ઞાનમાં દવાને વધુમાં વધુ અસરકારક બનાવામાં આવે છે. ગોળી પેટમાં જાય એટલે દુખાવો ગાયબ, ઇન્જેકશન લઇ લો એટલે હઠીલો તાવ પણ એક વખત ઉતરી જાય, દવા જીવલેણ બીમારીને પણ અટકાવી દેય છે. પણ દવા સાથે દુવાની વાત કરવામાં આવી છે. આજે આપણે દવાની સાથે સાથે સારવાર વિવિધ થેરાપીની અસરકારકતા અંગે જાણકારી મેળવાની છે.
સમાજના સ્ટિગમાથી દુર રહી જરૂર પડે તો થેરાપીની સારવાર હેઠળ માનસિક સુખાકારી કેળવવી જોઇએ: નિષ્ઠા શાહ
સાઈકોથેરાપીસ્ટ નિષ્ઠા શાહ ‘અબતક’ સાથે વાત કરતા જણાવે છે કે સાઈકોથેરાપી એક “ટોક થેરાપી” પણ કહી શકાય! આ થેરપી દરમ્યાન અમે ક્લાઈન્ટ સાથે બેસીને એમને સાંભળીને સમજીએ કે એમને ક્યાં જીવનક્ષેત્ર મા થેરાપી ની જરૂર છે! સાઇકો થેરાણી ઘણી બધી પ્રકારનાં હોય છે જેમકે સિ.બી.ટી એટલે કે કોગ્નીટીવ બીહેવિયરલ થેરાપી જેમાં અમે વિચારો અને વર્તન પર કામ કરીએ છીએ. ત્યારે આમાં ક્લાઈન્ટને ઈન્ડિપેન્ડેન્ટ બનાવવાની પ્રક્રિયા હાથ પર ધરવામાં આવે છે જેમકે પોતાની જ વિચાર શ્રેણીથી તેઓ નાના-મોટા એવા સંજોગોમાં ખુદ થી વિચારી એનું સોલ્યુશન કાઢી શકે. ત્યારબાદ સાઈકોથેરપીમા આર.ઈ.બી ટી એટલે કે રેશનલ ઇમોટીવ બીહેવિયર થેરાપી જેમ ક્લાઈન્ટ ના વિચારો તર્કસંગત નથી હોતા ત્યારે અમે એમને તર્ક સંગતીથી સમસ્યાનું નિવારણ લાવતા હોય છે.
રેહબિલિટેશન થેરાપી ની જો વાત કરીએ તો એમાં ઓક્યુપેશનલ થેરાપી આવે એમાં પ્રમાણે અમુક લોકોને ડેવલોપમેન્ટલ ઈશ્યુસ આવતા હોય છે ત્યારે આમાં એના પર કામ કરવામાં આવે છે. અને સાથે સ્પીચ થેરાપીની વાત કરીએ તો એમાં માત્ર ક્લાઈન્ટને બોલતા જ નાથી શિખવડતા પરંતુ કોમ્યુનિકેશનનો અભાવના બને એ રીતની કામગીરી હાથ પર ધરવામાં આવે છે. સાથે સાથે તેઓ માનસિક સુખાકારી એટલે કે મેન્ટલ વેલનેસ પર પ્રકાશ પાડતા કહે છે કે માનસિક સુખાકારી એટલી જ જરૂરી છે જેટલી શારીરિક સુખાકારી. ક્યાંક જે જરૂરિયાતના નિર્ણય આપણે લેતા હોઈએ છીએ એમાં ઇમોશન ખુબ મોટો ભાગ ભજવે છે ત્યારે ઈમોશનલ બેલેન્સ હોવું ખૂબ જરૂરી થઇ જતું હોય છે. સમાજમાં જે સ્ટીગમા છે થેરપિ ને લઈને એના પર ધ્યાનના દય અને પોતાના વેલનેસનું વિચારી જરૂર પડે તો થેરાપીસ્ટ પાસે જરૂર જવું જોઈએ અને માનસિક સુખાકારી જાળવી જોઇએ.
મસાજ થેરાપી માનસિક તથા શારીરિક સુખાકારી કેળવે છે: ડો ધ્વનિ ગોહેલ
ડોક્ટર ધ્વનિ ગોહેલ અબતક સાથેની ખાસ વાતચીત દરમિયાન મસાજ થેરેપી પર પ્રકાશ પાડતા કહે છે કે મસાજ થેરાપી થી ઓબેસિટી જેવી બીમારીઓ ની સારવાર થઇ શકે છે. માલિશ જે છે એ અનુભવવાની વસ્તુ છે વાત કરીએ તો આપણું શરીર કુદરતી રીતે પાંચ તત્વોનું બનેલું છે કુદરત ને માત્ર અનુભવવાની વસ્તુ છે. મસાજ તમને સ્પિરિચૂઆલ લેવલ પર પણ ખૂબ ઊંડું લઇ જતું હોઈ છે. માલિશ થેરાપી માનસિક સુખાકારી તથા શારીરિક સુખાકારી માટે ખુબ મદદરૂપ થતું હોય છે. ઓલ્ટરનેટિવ થેરપી ની વાત કરીએ તો 35 વર્ષની ઉંમર પછી દવા વગર કોઈ રોગની સારવાર કરવી હોય તો આની મદદ થી શક્ય છે. તમારી માનસિક સુખાકારી ડિરેકટ કે ઈનડિરેકટ રીતે શારીરિક સુખાકારી પર અસર કરે છે.
“ફૂડ ઇઝ મેડીસિન”: ડો રસીલા પટેલ
ડો રસીલા પટેલ અબતક સાથની ખાસ વાતચીતમાં “ફુડ ઇઝ મેડીસિન” પર પ્રકાશ પાડતા કહે છે કે તમે ખોરાકને દવા બનાવી શકો છો, માનવ પ્રકૃતિ જો ખોરાક નીલ અને બીમાર પડી શકતી હોય તો એ જ ખોરાકમાં સુધારા કરીને સાજા પણ થઇ શકે છે દવા વગર. ક્વોલિટી, કવોંટિટી અને કેલેરી ખાસ તો આ બાબતનું ધયન રાખવું જરૂરી છે. આજે ઓબેસિટીના દર્દી વધી રહ્યા છે ત્યારે એનું મૂળ કારણ ખોરાક જ છે તો “ફુડ થેરાપી”ની મદદથી સારવાર કરી શકીયે. લોકો આજે સ્વડપ્રદ થઈ ગયા છે અને માટે બરનું ચટપટું ખાવાનું વધારે પસંદ કરે છે ત્યારે વિરોધી આહારનું ઇન્ટેક જોવા મળે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક સાબિત થતું હોય છે.
આ બધી બાબતનું આપણને જ્ઞાન તો હોય જ છે છતાં અનુકરણ નથી કરી શકતા. તેરી જુદાઈ એક ગૃહિણી ફુડ થેરપી નો કોન્સેપ્ટ સમજી જાય તો પરિવાર ની શારીરિક સુખાકારી તો સવફશિષ સાથોસાથ માનસિક સુખાકારી પણ જળવાઈ રહે. ફુડ થેરાપીથી ડાયાબિટીક પેશન્ટનું ઇન્સ્યુલિન પણ છૂટી ગયું છે ત્યારે જો આપણે આ પદ્ધતિ અપનાવીએ તો એ ઘણું ફાયદાકારક સાબિત થાય છે આપણી માટે. હેલ્થી ફૂડ આપણી પ્રથીમકતા હોવી જોઈએ અપડી માનસિક અને શારીરિક સુખાકારી ની જાળવણી માટે.
માત્ર હાથ અને પગના પંજાથી જ સુજોક થેરાપી હેઠળ લોકોને સારવાર અપોએ છે: તપન પંડ્યા
સુજોક થેરેપીસ્ટ તપન પંડ્યા અબતક સાથેની ખાસ વાતચીત દરમિયાન જણાવે છે કે સુજોક થેરાપીમા જે સારવાર આપવામાં આવે છે એમાં ટ્રીટમેન્ટ પ્રોટોકોલ મા અક્યુપંચર, અક્યુપ્રેશર, મેગનેટ થેરાપી, કલર થેરાપી, સિડ થેરાપી, ટ્વીસ્ટ થેરાપી, નેલ (નખ) થેરાપી આ ઘણા બધા પ્રકાર છે. સુજોક થેરાપીમાં ખાસ હાથ અને પગના પંજા નો સમાવેશ થાય છે. સુજોક શબ્દોના અર્થની વાત કરીએ તો એ દક્ષિણ કોરિયા નો શબ્દ છે, સુ એટલે હાથ નો પંજો અને જોક એટલે પગનો પંજો. સુજોક થેરાપીમા ફિઝિકલ મેન્ટલ અને ઇમોશનલ લેવલની સારવાર આપવામાં આવે છે. એંગઝાઈટી, ડિપ્રેશન, ડર, ક્રોધ ની સમસ્યા આ બધા મનુ શારીરિક રોગનની સારવાર સુજોક થેરાપી થી થઈ શકે. તમામ થેરપીના ટ્રીટમેન્ટ પ્રોટોકલ ફોલો કરીને હાથના પંજા અને પગના પંજા માત્રથી જ લોકોની સારવાર સરળતાથી કરીએ છે.
એક્યુપંક્ચર થેરપી મૂળભૂત ભારતથી જ જોડાયેલી છે: ડો મંથન ઠક્કર
ડોક્ટર મંથન ઠક્કર એક્યુપંક્ચર થેરાપિસ્ટ અબતક સાથેની ખાસ વાતચીત દરમ્યાન એક્યુપંક્ચર હાલ ચાઇનીઝ થેરપી પ્રમાણે પ્રખ્યાત છે કારણ ચીની લોકો એ એનું ખુબ પ્રચાર કર્યું છે પણ મૂળભૂત એનો ઇતિહાસ ભારતદેશથી જોડાયેલો છે. તક્ષશિલા મહાવિદ્યાલયના ત્રીજા અધ્યાયમાં એવું કહેવામાં આવ્યું હતું કે એક્યુપંક્ચર ભારત દેશથી જોડાયેલુ છે. ત્યારે ભારત દેશમાં મૂળભૂત આને મર્મભેદન તરીકે ઓળખવામાં આવતુ હતું. આપણા શરીરમાં આપણે જ્યારે સોઈ પ્રિક કરીએ ત્યારે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ફોકસ કરે છે ત્યારે બ્લડ સર્ક્યુલેશન થાય છે. એક્યુપંક્ચર તિથિ આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે, નર્વસ સિસ્ટમનું સર્ક્યુલેશન સારું કરે છે અને મસલ્સને રિલેક્સ કરે છે. કોઈપણ પ્રકારના દુખાવા, પાચનની તકલીફ, માનસિક તનાવ જેમ કે ડિપ્રેશન આ બધાની સુખાકારી એક્યુપંક્ચર થેરાપીથી મળી શકે છે. સ્વાસ્થ્યની પરિભાષા સમજવી ખૂબ અઘરી છે પણ સ્વાસ્થ્યની વાત કરીએ તો ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ સુખાકારી જળવાઈ રહે તો જ માનવ શરીરને “સ્વાસ્થ્ય” કહી શકાય!