ચાર નિષ્ણાંત ડોકટરોની ટીમ કાર્યરત: રૂટ કેનાલ ટ્રીટમેન્ટ, ચોકઠા બનાવવા, સિરામિક ક્રાઉન સહિતની સારવાર એક જ સ્થળે થશે: માત્ર રૂા.૫૦/-માં દાંતનો એકસ–રે પણ કઢાવી શકાશે
પંચનાથ હોસ્પિટલમાં દિવસેને દિવસે અનેક સુવિધાઓ અને દર્દીઓ માટે ઉમદાથી ઉમદા વ્યવસ્થા પુરી પાડવા માટે બનતી કોશિશો કરવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં હવે પંચનાથ હોસ્પિટલમાં છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત દાંતનાં વિભાગમાં પણ અનેક નવી વ્યવસ્થાઓ અને સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. હવે દર્દીનાં ખિસ્સાને બિલકુલ દુખાડયા વગર આ હોસ્પિટલમાં દાંતની સારવાર શકય બનશે. અહીં માત્ર રૂા.૧૦ની નજીવી ફી ચુકવીને દાંતની તપાસ કરાવી શકાશે તો રૂા.૫૦માં એકસ-રે કાઢી આપવાની સુવિધાનો લાભ પણ હવે જરૂરીયાતમંદ દર્દીઓ લઈ શકશે.
આ અંગેની વિગતો આપતા શ્રી પંચનાથ હોસ્પિટલનાં પ્રમુખ દેવાંગભાઈ માંકડે જણાવ્યું હતું કે, પોતાનો નહીં પરંતુ દર્દીઓનો ફાયદો જોવા માટે હરહંમેશ તત્પર રહેતી શ્રી પંચનાથ હોસ્પિટલમાં દર્દીનારાયણ માટે દાંત વિભાગની સુવિધાઓમાં ઉમેરો કરવામાં આવ્યો છે. સવારે ૮:૩૦ થી સાંજે ૮:૩૦ વાગ્યા સુધી દાંત વિભાગ કાર્યરત રહેશે. આ વિભાગમાં અનુભવી અને નિષ્ણાંત એવા ચાર ડોકટરોની પણ નિમણૂક કરી છે અને તેઓ ફુલટાઈમ અહીં સેવા આપશે. દાંતનાં વિભાગની સુવિધાઓ ઉપર પ્રકાશ પાડતા પ્રમુખ દેવાંગભાઈ માંકડે ઉમેર્યું કે, પંચનાથ હોસ્પિટલમાં આરસીટી (રુટકેનાલ ટ્રીટમેન્ટ) રૂા.૮૦૦ થી રૂા.૧૦૦૦માં કરી આપવામાં આવશે. આ ઉપરાંત રૂા.૨૦૦૦ થી ૧૦,૦૦૦ (ડેન્ચર)માં ચોકઠા બનાવી શકાશે તો સિરામિક ક્રોઉન, વ્હાઈટ મેટલ ક્રાઉન, પેઢાની સર્જરી, ડહાપણ ડાઢની સર્જરી, બાળકોનાં દાંતની સારવાર માટે સ્પેશ્યલ ડોકટર કાર્યરત રહેશે. ઓર્થોડેન્ટીસ્ટ (પીડિયાટ્રીક) ડોકટર પણ ઉપલબ્ધ રહેશે. જે વાંકા-ચુકા દાંતની સારવાર કરી આપશે. ખાસ કરીને પંચનાથ હોસ્પિટલમાં માત્ર રૂા.૫૦ ચુકવીને દાંતનો એકસ-રે કાઢવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. અનુભવી ડેન્ટિસ્ટ ડો.તેજલબેન વિઠલાણી, ડો.કોમલબેન પોપટ તથા ડો.વિવેકાબેન દાવડા સેવા આપી રહ્યા છે.
દંત વિભાગમાં કાર્યરત કરવામાં દાતા સ્વ.રૂપસિંહ મકનજી દામાણી પરિવારનો સહયોગ મળ્યો છે. પ્રમુખ દેવાંગ માંકડે દાંત વિભાગની કાર્યપદ્ધતિ વિશે જણાવતાં ઉમેર્યું કે, પંચનાથ હોસ્પિટલમાં છેલ્લા ૨૦ વર્ષથી દાંતનો વિભાગ કાર્યરત છે અહીં આશરે એક લાખથી વધુ દર્દીઓ અત્યાર સુધીમાં દાંત વિભાગની ત્રણ ચેમ્બરમાં દાંતનાં ડેન્ટીસ્ટ એકબીજા સાથે ઉમદા સારવાર મેળવી ચુકયા છે. સંકલન સાધીને કામગીરી કરે છે થી.સી.યારે દાંત વિભાગની દરેક ચેમ્બર એ.સુસજજ બનાવવામાં આવી છે. દાંતની હોસ્પિટલને સફળતાપૂર્વક ચલાવવામાં પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ દેવાંગભાઈ માંકડ, તનસુખભાઈ ઓઝા, મહેન્દ્રસિંહ ગોહેલ, ડી.વી.મહેતા ,મીતેશભાઈ વ્યાસ, નિતીનભાઈ મણિયાર, નારણભાઈ લાલકીયા, વસંતભાઈ જસાણી, મયુરભાઈ શાહ, નીરજભાઈ પાઠક, મનુભાઈ પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે તથા પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટનાં હિતેચ્છુ સંદીપભાઈ ડોડીયા તથા નિખીલભાઈ મહેતા આ કાર્યમાં સહયોગ આપી રહ્યા છે.