જો આજે તમે ટ્રાફિકમાં ફસાશો તો બહાર કાઢવાવાળા TRBના જવાનો હાજર નહી હોય, આ સાથે મળતા અહેવાલ પ્રમાણે સમગ્ર રાજ્યભરના ટ્રાફિક વિભાગમાં કામ કરતાં TRB જવાનો હડતાલ પર ઉતર્યા છે. તેમજ TRB જવાનો ફિક્સ પગારને લઇ છેલ્લા અનેક સમયથી પગાર વધારાની માંગ સતત કરી રહ્યા હતા.

પગાર વધારાની માંગ સાથે હડતાળ

TRB એટલે કે ટ્રાફિક રિઝર્વ બટાલિયન જવાનો આજથી હડતાળ પર ઉતરશે. તેમજ હડતાળનું મુખ્ય કારણ TRB જવાનોએ રોજના મળતા પગારનો વધારો કરવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગ છે.

300 લેખે મળતા પગાર ની સામે રૂ.500 રૂપિયા પગાર ચૂકવવાની માંગ

હાલમાં રોજના રૂ.300 લેખે મળતા પગારની સામે રૂ.500 પગાર ચૂકવવાની માંગ કરી રહ્યા છે. Tyare રાજ્યભરના 6 થી 7 હજાર જેટલા અને અમદાવાદના 1600થી વધુ TRB જવાનો ટ્રાફિક પોઇન્ટ પર ઊભા નહીં રહે.

ચૂંટણી સમયે પગાર વધારાનો વાયદો કર્યો પણ નિભાવ્યો નહીં-TRB

સરકારે ચૂંટણી સમયે પગાર વધારાનો વાયદો કર્યો હતો, પણ તેનો અમલ કરવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત સમગ્ર વિવાદને એક વર્ષ થવા છતાં પણ પગાર વધારો ન કરાતાં આખરે TRB જવાનોએ ઉગ્ર આંદોલનનું શસ્ત્ર ઉઠાવ્યું છે.

મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાવાની શક્યતા

સૂત્રોનું માનીએ તો TRB જવાનોની મુખ્ય માંગ પગારમાં વધારો કરવાનો છે. તેમજ હાલ તેઓને રોજના માત્ર રૂ.300નો વેતન મળતો હોવાનો દાવો છે. જેની સામે તેઓ રૂ.500નો પગાર માંગી રહ્યા છે. આ ઉપરાંત TRB જવાનોનું આ આંદોલન લાંબા સમયથી ચાલી રહેલી પેન્ડિંગ માંગણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. આ આંદોલનને કારણે રાજ્યભરના મોટા શહેરોમાં, ખાસ કરીને અમદાવાદમાં ટ્રાફિક વ્યવસ્થા પર સીધી અસર પડવાની શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.