તમામ એજન્ટોના સદસ્યો પારિવારિક ભાવના સાથે ગરબાના તાલે ઝુમ્યાં

સતત ધંધાકીય હરિફાઇના સામનો કરી રહેલા ટ્રાવેલ્સ એજન્ટોમાં પારિવારીક વાતાવરણ ઉભુ કરવાની ભાવનાથી ટ્રાવેલ્સ એજન્ટો દ્વારા ટાવેલ્સ એજન્ટ એસો. ઓફ સૌરાષ્ટ્ર તાસ ની રચના કરવામાં આવી છે. તાસના ટુંકા નામે ઓળખાતી આ સંસ્થા દ્વારા તમામે તમામ એજન્ટ  મિત્રો તથા તેમના પરિવારજનો માટે સૌરાષ્ટ્રભરમાં સૌ પ્રથમ વખત ગેટ ટુ ગેધર મહોત્સવનું અબતક મીડીયા સાથે એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શહેરના કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટ ખાતે ર૦મી ઓકટોબર શનિવારના રોજ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ કલ્પેશભાઇ સાવલીયા, ઉપપ્રમુખ જીતુભાઇ વ્યાસ અને મંત્રી અભિનવભાઇ પટેલ જેવા હોદેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી.vlcsnap 2018 10 22 11h30m28s141એક વર્ષ પહેલા જ સૌરાષ્ટ્રભરના ટ્રાવેલ્સ એજન્ટોને એક તાતણે બાંધવા માટે આ એસોસિએશનની રચના કરવામાં આવી છે. જેમાં હાલ ૧૨૫ જેટલા સદસ્યો સાથે ટુંકાગાળામાં ટીટી એક એકલ્યો જેવી આઠ જેટલી ઇવેન્ટો યોજવામાં આવી છે.

જયારે ફકત ટ્રાવેલ્સ એજન્ટો જ નહિ પરંતુ તેમના પરિવારજનોમાં પણ પારિવારિક ભાવના ઉભી થાય તે હેતુથી ટ્રાવેલ્સ એજન્ટ એસોસીએશન ઓફ સૌરાષ્ટ્ર તાસ દ્વારા એક દિવસીય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મીડીયા પાર્ટનર તરીકે અબતક, પાર્વડ બાય આદેશ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લીમીટેડ, ડો. પાર્વડ બાય ફેસ્ટીવ હોબીડે, વેન્યુ પાર્ટનર તરીકે નિરાલી રિસોર્ટ, તથા સપોર્ટ બાય ગુજરાત ટુરીઝમ અને તાસ જોડાયું હતું.vlcsnap 2018 10 22 11h26m36s153ગુજરાત ટુરીઝમના સહયોગ દ્વારા યોજાયેલા આ રાસોત્સવમાં ટ્રાવેલ્સ એજન્ટો પોતાના પરિવાર સાથે રાસ ગરબાના તાલે ઝુમ્યા હતા. સાથો સાથ તમામ પાર્ટનરને મુમેન્ટો અર્પણ કરી સન્માનીત કરવામાં આવ્યો હતો.

ટાવેલ્સ એજન્ટ એસો. ઓફ સૌરાષ્ટ્રના સદસ્યો અને તેમના પરિવારજનો બહોળી સંખ્યામાં ટ્રેડિસનલ પહેરવેશ સાથે આવી કલાકારોના સુરના તાલે ઝુમ્યા હતા. સાથે તાસ ના સભ્યો પણ કલાકારોના તાલ સાથે ઝુમ્યા હતા.

આ રાસોત્સવને સફળ બનાવવા માટે તાસના પ્રોજેકટ ઇન્ચાર્જ કેયુરભાઇ ગોંડલીયા, ખજાનચી કૌશિકભાઇ ટાંક, કલ્પેશભાઇ રૈયાણી, બાદલભાઇ લુણાગરીયા, બ્રીજેશ જોધપુરા, દીપકભાઇ રાઠોડ, ડબીબેન લોઢીયા, બીરેનભાઇ ધ્રુવ, એડવાઇઝરી બોર્ડના જયેશભાઇ કેસરીયા અને ગોપાલભાઇ અનકડ સહીતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

સૌરાષ્ટ્રના ટ્રાવેલ્સ એજન્ટોને એક તાંતણે બાંધવાનો પ્રયાસ: સેક્રેટરી અભિનવ પટેલvlcsnap 2018 10 22 13h45m19s191અબતક સાથેની વાતચીતમાં ફેસ્ટીવ હોલીડેના માલીક અને ટ્રાવેલ્સ એજન્ટ એસો. ઓફ સૌરાષ્ટ્રના સેક્રેટરી અભિનવભાઇ પટેલે જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા જ શરુ કરાયેલા આ એસોસીએશન માઁ ૧૩૦ જેટલા મેમ્બરો જોડાઇ ગયા છે. અને આ એસોસીએશન ની આ આઠમી ઇવેન્ટ છે લગભગ છેલ્લા પાંચ છ દિવસથી પ્રમુખ કલ્પેશભાઇ સાવલીયા સહીતના બધા લોકો જહેમત ઉઠાવી રહ્યા છે. સાથે ઉપપ્રમુખ જીતેન્દ્રભાઇ વ્યાસ અને તમામ કમીટી મેમ્બરર્સ દ્વારા નીરાલી રિસોર્ટ સાથે તાસ ગરબા ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમના ભાગરુપે બધા જ ટ્રાવેલ્સ એજન્ટો અત્યારે ઉ૫સ્થિત છે તેમનો આભાર વ્યકત કરું છુ. આજના આયોજન સફળ બનાવવા તમામ લોકોએ હાજરી આપી તાસ નો એક જ એવો મુદ્દો છે અમારો કે બધા જ એજન્ટસ હંમેશા એક મંચ પર ઉભા રહે. અને તગડી હરિફાઇના માહોલ વચ્ચે પણ એક પારિવારિક માહોલ ઉભી કરીએ જેથી કરી ધંધાકીય સ્તર પણ જળવાઇ રહે અને પારિવારીક વાતાવરણ સૌને મળે અને ખાસ અમારા એજન્ટસ પરિવારના મોભીઓ અને નાના નાના એજન્ટસને એક સાથે એક મંચ પર જોડીએ અને કોઇ પણ નો પ્રશ્ન હોય કે કોઇ એજન્ટસ કે કલાઇન્ટસને તકલીફ હોય કોઇ સપ્લાય અને તકલીફ પડી હોય કોઇ ઓનલાઇન માર્કેટને તકલીફ પડી હોય તો તેવા પ્રશ્નો અમે સાંભળીએ અમે બન્ને બાજુથી સાંભળી જે કાંઇ સહયોગ બને તેવો પ્રયાસ કરીએ છીએ. અને સાથે આપણા મીડીયા પાર્ટનર અબતક ને પણ હું ખુબ શુભેચ્છા પાઠવું છું કે આટલી સારી ઇવેન્ટને રુડી બનાવા માટે અબતક ચેનલ પણ જોડાણી છે.

દિવાળીની વાત કરીએ તો દિવાળી ટ્રાવેલ્સ એજન્ટસ માટે ખુબ મોટો તહેવાર કહેવાય એટલે બધા લોકો આવા વ્યસ્ત સિડયુલમાં પણ નવરાત્રી પર અહિંયા આવ્યા છે જેની અમે પુરતી નોંધ લીધી છે. ધાર્યા કરતા પણ વધુ કાઉડ હાલ ઉ૫સ્થિત છે. પણ દિવાળીની વાત કહીએ તો દિવાળી પુરી થાય પછી પણ એક સ્નેહમિલનનો કાર્યક્રમ ગોઠવવામાં આવશે.

નવરાત્રી પૂર્ણ થવા હોવા છતાં પણ ખેલૈયાઓમાં ખુબ ઉત્સાહ જોવા મળે છે કેમ કે અહિંયા જે કદાચ નવરાત્રી અઢાર દિવસની પણ ઉજવામાં આવે તો આટલો જ ઉત્સાહ ખેલૈયાઓમાં જોવા મળે છે કારણ કે ગુજરાતની ઓળખ જ એ છે કે તમામ તહેવારો તો માણીએ જ છીએ. ખાસ નવરાત્રી પોતાનો ફેસ્ટીવલ કહી શકાય.

એટલે એ વાતનો પણ ખુબ આનંદ છે કે નવ દિવસ પુરા થઇ ચુકયા હોવા છતાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે ખેલૈયાઓમાં સારુ પ્રદર્શન કરનાર ખેલૈયાઓ માટે પણ ઘણા ઇનામો રાખવામાં આવ્યા છે. એટલે કહેવાય તો પ્રથમ પ્રયાસ સફળ રહ્યો તેના માટે ઘણા બધા લોકો આભારને પ્રાપ્ત છે. જેમાં ગુજરાત ટુરીઝમ, આદેશ ટ્રાવેલ્સના ગોપાલભાઇ, ફેસ્ટીવ હોલી ડે, પ્રમુખ કલ્પેશભાઇ સાવણિયા, જીતેન્દ્રભાઇ વ્યાસ, કેયુરભાઇ ગોંેડલીયા આ બધા જ લોકોનો ખુબ મોટો ફાળો છે કે વ્યસ્કત શિડયુલમાં પણ આટલું સરસ આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.