અધિકારીએ સમયાંતરે રકતદાન કેમ્પો યોજી થેલેસેમિયાગ્રસ્તોની લોહીની જરૂરીયાતોને પહોંચી વળવાની ખાતરી આપી
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં થેલેસેમીયાના અંદાજે ૩ હજાર જેટલા બાળકો છે. થેલેસેમીયા પીડીત બાળકોને સમાજના દરેક વર્ગ સરકારનો, મીડીયાનો, સંસ્થાઓનો, ડોકટરો વિગેરેનો હરહંમેશ સાથ સહકાર પ્રેમ મળે છે. પોલીસ તંત્રનો પણ આ બાળકોને તન, મન, ધનથી અને રકતદાન કેમ્પો થકી સતત સહયોગ મળતો રહે છે. જે બદલ પોલીસ તંત્રનો આભાર માનવા થેલેસેમીયા પીડીત બાળકોએ વિશ્ર્વ થેલેસેમીયા દિને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને પોલીસ સુપ્રી. બલરામ મીણા શુભેચ્છા મુલાકાત લીધી હતી.
વરિષ્ઠ અધિકારીઓએ બાળકોને પ્રત્યે ખુબ કરુણા અને પ્રેમ રાખી આ બાળકોને આશીર્વાદ અને શુભેચ્છા આપી હતી. તેમજ પોલીસ તંત્રના અને વ્યકિતગત ધોરણે પણ કાયમી સહયોગની ખાતરી આપી હતી. રકત જ આ બાળકોની જીવાદોરી હોય, બાળકોનો ખોરાક હોય પોલીસ તંત્ર પણ સમયાંતરે રકતદાન કેમ્પોનું આયોજન કરતું રહેશે તેવી ખાતરી બાળકો તથા તેમના વાલીઓ ડો. રવી ધાનાણી, વિધી કોટક, પુનમ લીંબાસીયા, ધ્રુવ રાવલ, કેયુર, કાકરેચા, મિતલ ખેતાણી, પરિમલભાઇ જોશી, સહીતનાઓ અને વિવેકાનંદ યુથ કલબના અનુપમ દોશી મિલત ખેતાણી, ઉપેન મોદી ડો. રાજેશ ભાયાણી, હસુભાઇ રાચ્છ, પ્રતિક સંધાણી, પણ સાથે રહ્યા હતા. થેલેસેમીયા અંગેની વિશેષ માહીતી માટે અનુપમ દોશી મો. નં. ૯૪૨૮૨ ૩૩૭૯૬, મીતલ ખેતાણી મો.નં. ૯૮૨૪૨ ૨૧૯૯૯ નો સંપક કરવા યાદીમાં જણાવેલ છે.