ભારતીય જન સંખ્યા નિયંત્રણ હેતુ તથા સમ કાનુન વ્યવસ્થાના મુદ્દે ભારત બચાવો રથ યાત્રા આજે મોડી સાંજે દ્વારકા પહોચી હતી. આ યાત્રાનો પ્રારંભ ઉત્તર ભારતથી શરૂ કરીને ભારતના ચારેય છેત્રોમાં ફરી વળીને આશરે વીશ હજાર કીમીની યાત્રા પુર્ણ કરવામાં આવશે. આ યાત્રા દ્વારા નવુ સ્લોગન પણ આપવામાં આવેલ છે. “અમે બે અમારા બે તો સૌના બે” આ ઉક્તિ સાથે હિંદુ ધર્મને સંગઠીત કરવા આશરે બે લાખ જેટલા હસ્તાક્ષરો એકઠા કરવામાં આવ્યા છે. જેમા સાંસદો, ધારાસભ્યો, રાજનેતાઓ, ધર્મવડાઓના હસ્તાક્ષરો લેવાયા છે.
આ હસ્તાક્ષરો દીલ્હી ભારતના રાષ્ટ્રપતિને સોંપવામાં આવશે. બાઈક અને કારોના કાફલા સાથે આ રેલી દ્વારકા પહોંચી હતી. આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવા દ્વારકા ભાજપના એમ એલ એ પબુભા માણેક નગર પાલિકા સતાધીશો અને સ્વામી કેશવનદજી પધાર્યા હતા અને મુખ્ય માર્ગો પર બાઈક સાથે કાર રેલી કાઠવામાં આવી. મોટી સાંખ્યામાં રણછોડ સેનાના યુવાનો બાઈક રેલી માં જોડાયા હતા.
દ્વારકા યોજવામાં આવેલ આ ધર્મસભામાં શંકરાચાર્યજીના પ્રિય શિષ્ય બ્રહ્મચારી નારાયણનંદજી, ધારાસભ્ય પબુભા વિરમભા માણેક, દ્વારકા નગર પાલિકાના પ્રમુખ જીતેશભાઇ માણેક તથા મોટી સંખ્યામાં શહેરના લોકો જોડાયા હતા.તથા મોટી જન મેદની ઉપસ્થીત રહી હતી. આ યાત્રા અહીથી રવાના થઈ રાજકોટ અમદાવાદ મધ્ય પ્રદેશ રાજસ્થાન આગ્રા મથુરા થઈ ૨૨ એપ્રિલે દિલ્હી પહોંચશે.જયા રાષ્ટ્રપતિજીને માંગ પત્ર રજૂ કરશે. સુદર્શન રાષ્ટ્ર નિર્માણના બેનર હેઠળ આ યાત્રા કાઢવામાં આવી છે. ઠેર ઠેર કેસરી ધ્વજો લહેરાવી આ યાત્રા દ્વારકાથી રવાના થઈ હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com