લીલી પરિક્રમા માટે રાજકોટ એસ.ટી. ડિવિઝન દ્વારા આજી પાંચ દિવસ સુધી ૬૦થી વધુ બસ રાઉન્ડ ધી કલોક દોડાવાશે
જૂનાગઢના ગરવા ગિરનાર ફરતે યોજાતી પરંપરાગત લીલી પરિક્રમાનો આજી પ્રારંભ થયો હતો. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્ર-ગુજરાતી ઉપરાંત દેશ-વિદેશી લાખો લોકો ઉમટી પડે છે. તમામ મુસાફરોની હેરફેર માટે એસ.ટી. તંત્ર દ્વારા આ વર્ષે ૬૦થી વધુ એકસ્ટ્રા બસ દોડાવવાનું નક્કી કર્યું છે.
રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિમામક યોગેશ પટેલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લીલી પરિક્રમાનો આજી પ્રારંભ થયો છે. ત્યારે મુસાફરોના ટ્રાફિકને પહોંચી વળવા માટે રાજકોટ એસટી ડીવીઝન દ્વારા ૬૦ વધારાની બસો દોડાવાશે. આગામી ૫ દિવસ સુધી રાજકોટી જૂનાગઢ ૬૦થી વધુ બસો રાઉન્ડ ધી કલોક દોડાવાશે.
આ ઉપરાંત ગોંડલી પણ લીલી પરિક્રમા કરવા જવા ૨૦ વધુ બસો દોડાવવામાં આવશે. આજે પ્રથમ દિવસે રાજકોટ એસટી ડિવિઝનમાં લીલી પરિક્રમા કરવા જતા મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.