આવતીકાલથી યાત્રાળુઓનો પ્રવાહ વધે તેવી સંભાવના
શ્રી કૃષ્ણની કર્મભૂમિ ગણાતાં યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનાં જન્મોત્સવ આવતીકાલે હોય યાત્રીકોનો પ્રવાહ ધીરેધીરે સૌરાષ્ટ્રનું પ્રમુખતમ યાત્રાધામ અને ભગવાનની રાજધાની દ્વારકા તરફ ફંટાયો છે. આમ છતા દર વર્ષ કરતા યાત્રીકોનો પ્રવાહ ઓછો જણાઈ રહ્યો છે.
દર વર્ષે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ એટલે કે શ્રાવણ વદ અષ્ટમીમા યાત્રાધામ દ્વારકામાં લાખો શ્રધ્ધાળુઓ સૌરાષ્ટ્ર-ગુજરાત તેમજ દેશ વિદેશથી પધારે છે. અને કાળીયા ઠાકોરનો જન્મોત્સવ હોશે હોશે વધાવી ધન્યતા અનુભવે છે. આ વર્ષે મોડે મોડે પણ યાત્રાધામ દ્વારકા તરફ યાત્રાળુઓનો પ્રવાહ ફંટાયો છે. અને મંદિર આસપાસની હોટલ ગેસ્ટ હાઉસ ધીરે ધીરે હાઉસફુલ થઈ રહી છે. આમ છતા સમગ્ર યાત્રાધામમાં આવેલી હોટલો તેમજ ગેસ્ટહાઉસમાં હજુ પણ ઠીકઠાક યાત્રાળુઓ જ જોવા મળી ર્યા છે. જોકે આજ રાત્રી અને કાલ સવાર સુધીમા યાત્રાળુઓનાં પ્રવાહ જોતા હાઉસફુલ થવાના આસારો છે.
દ્વારકામાં આવેલા રીલાયન્સ રોડ પર યાત્રીકોની ગાડીઓનાં કાફલા ધીરેધીરે જોવા મળી રહ્યા છે. અને સુદામા સેતુ અને પંચનદતીર્થ પર પણ યાત્રાળુઓનો ઘસારો જોવા મળીરહ્યો છે. પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી ઠાકોરજીના દર્શનનું મહત્વ હોય ગોમતી ઘાટ પર યાત્રાળુઓનો ઘસારો આજથી જ જોવા મળ્યો હતો. જે આવતીકાલે હજુ પણ વધી જશે જોકે યાત્રાધામ દ્વારકા એ ભારતના પશ્ર્ચિમી છેવાડામાં આવેલુ હોય અને સમગ્ર ગુજરાત તથા ઉતર દક્ષિણ તથા મધ્ય ભારતામં પૂર તથા અતિવૃષ્ટિને કારણે વાહન વ્યવહાર તથા ટ્રેન વ્યવહારને પણ વ્યાપક અસર પહોચી હોય ટ્રેનના ટ કેન્સલ કે ડાયવર્ટ કરાયા હોય યાત્રાધામમાં આવતા યાત્રીકોનાં પ્રવાહમાં ઘણોખરો ઘટાડો નોંધાયો હોય દર વર્ષનાં પ્રમાણમાં યાત્રાળુઓનો પ્રવાહ ઓછો જણાઈ રહ્યો છે. આમ છતા હોટલ ધંધાર્થીઓ અષ્ટમી નૌમીના રોજ યાત્રાળુઓનો પ્રવાહ વધશે તેવી સંભાવનાઓ વ્યકત કરી રહ્યા છે.