શિવ કથાકાર સ્વામી હંસદેવગીરીબાપુએ સાંસદ અને વડાપ્રધાનનો માન્યો આભાર

સુપ્રસિદ્ધ શિવકથાકાર સ્વામી હંસદેવગીરી બાપુએ જણાવ્યુ છે કે હરદ્ધારમા ફસાયેલા જામનગર તેમજ દેવભૂમિદ્વારકા જિલ્લા સહિત સૌરાષ્ટ્ર ના યાત્રીકો હરદ્ધારથી પરત ફર્યા તે માટે સંસદસભ્ય પૂનમબેન માડમનો અમો સૌ ખુબ ખુબ આભાર માનીએ છીએ કેમકે સાંસદ બેન અમારા માટે શક્તિસ્વરૂપ બની મદદે આવ્યા તેમ જણાવી આ સુપ્રસિદ્ધ શિવકથાકાર એ આ તકે સાંસદ પૂનમબેન માડમ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર માન્યો હતો

ભારતમાં કોરોનાનું સંક્રમણ વધતા  ૨૧ દિવસના લોકડાઉનની જાહેરત કરાઈ છે તો લોકડાઉન પહેલા હરિદ્વારાની યાત્રાએ ગયેલા ગુજરાત અને સૈરાષ્ટ્રના યાત્રાળુઓ પરત ફરે તે પહેલા લોકડાઉનની જાહેરાત કરાઈ હતી જેથી યાત્રાળુઓ ત્યાં ફસાયા હતા  જેની જાણ સાંસદ  પૂનમબેન માડમને થતા તેઓએ યાત્રાળુઓને પરત પહોંચવા  મદદ કરી હતી જેથી બધાજ યાત્રાળુઓને પોતાના વતન પહોંચ્યા અને  મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ તેમને પરત ઘરે મોકલવાની કામગીરી હાથ ધરાઇ હતી  કુલ યાત્રાળુઓમાંથી મોટાભાગના યાત્રાળુઓ ગુજરાત અને સૌરાષ્ટ્રના હતા અને પોતાના માદરે વતન પહોંચતા યાત્રાળુઓમાં ખુશીની લહેર જોવા મળી હતી સાથેજ સાંસદ  પૂનમબેન માડમ માટે ખુબ ખુબ આભારની લાગણીઓ સૌ એ વ્યક્ત કરી હતી

ટ્રાવેલ્સ સર્વિસ પ્રોવાઇડરો દ્વારા શિવકથાનુ આયોજન હરદ્વારમા કરવામા આવ્યુ હતુ તે માટે સુપ્રસિદ્ધ શિવકથાકાર  હંસદેવગીરી સ્વામીજી જેમનો કાલાવડ ના નવાગામ મા આશ્રમ છે તેઓના વ્યાસાસને આ ભગવદકથા યજ્ઞ યોજાયો હતો કથા પુર્ણ થયા બાદ તો લોકડાઉન હતુ માટે ત્યાથી મહંતએ જામનગરના સંસદસભ્ય  પૂનમબેન માડમનો સંપર્ક કર્યો કે સૌ ભાવિકોને પરત આવવુ છે પરંતુ પરમીશન મળતી નથી જામનગર જિલ્લાના કાલાવડ તેમજ જામજોધપુર તાલુકાના ઉપરાંત દેવભૂમિદ્વારકા જિલ્લાના અને સૌરાષ્ટ્રના મળી ત્રણસો જેટલા આ ભાવિક યાત્રીકો ફસાયા છે તે પરિસ્થિતિથી અવગત કરાવ્યા હતા તેમના માટે ગંભીરતા લઇ સંસદસભ્ય   પૂનમબેન માડમ એ જામનગર જિલ્લાકલેક્ટર -જિલ્લા મેજીસ્ટ્રેટને વિધીવત ભલામણ પત્ર પાઠવી પરત ફરવા માટેની ખાસ પરમીટ તેમજ જરૂરી  કાગળો તાકીદે  કરાવી આપ્યા હતા જિલ્લા મેજીસ્ટ્રેટ  પાસેથી મળેલી પરમીટ ઉતરાખંડ સતાવાળાઓને આપી બાદમા તેના આધારે પાંચ બસ ફાળવવા માટે મંજુરી અપાઇ અને કાલાવડ અને જામજોધપુર તાલુકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાળુઓ સહિત સૌરાષ્ટ્રના સૌ ભાવિકો હેમખેમ પરત વતન  ફર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.