એરલાઇન્સ હોટેલના નિયમોનુસાર રકમ પરત કરવાને બદલે ક્રેડિટ નોટ અપાય છે, મુસાફરો સહકાર આપવા ટ્રાવેલ્સ એજન્ટ એસો.ની અપીલ
કોરોના વાયરસના પગલે રદ થતા ટુર પેકેજમાં મુસાફરોને ટ્રાવેલ ઓજન્ટને સાહકાર આપવા ટ્રાવેલ એજન્ટ એસોસીએશન ઓફ ઇન્ડિયાએ અપીલ કરી છે.
ટ્રાવેલ એજન્ટ એસોસીએસન ઓફ ઇન્ડિયા દેશના પ્રતિષ્ઠત ટ્રાવેલ એજેન્ટોનું મોટું સંગઠન છે. અને ૧૯૫૧થી કાર્યરત છે.
કુદરતી હોનારત અથવા બીજા પ્રકારની કટોકટીના સમયે મુફાસરોને પ્રવાસમાં પડતી મુશ્કેલી સામે મુસાફરોના હકકમાં નિર્ણય રહે તેની તકેદારી રાખવા તથા ટ્રાવેલ એજેન્ટોને સમયાંતરે અલગ અલગ દેશમાં ફરવા માટેના નિયમોથી માહિતીગાર કરવા એસોસીએસન હંમેશા કાર્યરત રહે છે.
છેલ્લા એક મહિનાથી વિશ્ર્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસ માટે પણ ટાઇ દ્વારા નિશ્ર્ચિત પગલાં ભરાયેલા છે. રોજ નવી માહિતી તેના સભ્ય ટ્રાવેલ એજન્ટને મોકલવામાં આવે છે. ઘણા દેશોએ તેમની સીમા જરી વિઝા અથવા દસ્તાવેજ હોવા છતાં નવા મુસાફરો માટે બંધ કરેલ છે. તે સમયે ટાઇ દ્વારા ભારતના પ્રવાસન મંત્રાલય આઇએટીએ એન વિમાની કંપની સાથે મુસાફરોને ઓછામાં ઓછું નુકશાન થાઇ તે હેતુથી વાટાધાટો કરી છે.
કોરોના વાયરસએ એક વૈશ્ર્ચિક ચિંતાનો વિષય છે આ સમયે બધા દેશોની સરકાર રાજકીય અને આર્થિક મુદ્દાને બદલે તેમના નાગરિકના આરોગ્યને પ્રાથમિક આપે છે. ધ્યાનમાં લઇ ઘણા દેશોએ વિદેશી નાગરિકને પોતાના દેશમાં નહીં આપવા કહ્યું છે તે સમયે વિમાનની ટિકિટ તથા હોટેલ બુકીંગ કેન્સલ કે ફેરફાર કરાવતી વખતે દરેક ટ્રાવેલ એજેન્ટોની પ્રાથમિકતા મુસાફરોનું ઓછું આર્થિક નુકસાન થાય તેની હોઇ છે પરંતુ આ સમયે વિમાની કંપની અને હોટેલના નિયમો વ્યક્તિ હોય છે. તેથી મુીસાફરોએ એરલાઇન કે હોટેલના નિયમ અનુસાર અમુક રકમ ખર્ચ કરવી પડી શકે છે. આ ખર્ચ બાદ કરી અમુક એરલાઇન કે હોટેલ દ્વારા રકમ પરત કરવાને બદલે તેની ક્રેડિટ નોટ મળે છે જે બુકિંગ સમયે વાપરવાની રહે છે. માટે મુસાફરો એ ટ્રાવેલ એજન્ટ તે બાબતે સહકાર આપવો જોઇએ.
ટ્રાવેલ એજન્ટએ મુસાફરો અને એરલાઇન તથા હોટેલ વચ્ચે વહીવટ કરતા છે જે હંમેશા મુસાફરોના હિત માટે કાર્યરત હોય છે. બધા ટ્રાવેલ એજન્ટો તેમના ગ્રાહકોને ઓછું નુકશાન કે અગવડતા પડે તેના માટે હંમેશા કટિબદ્ધ હોય છે. ભૂતકાળમાં આવેલ કુદરતી આપદા કે કટોકટી સમયે ટ્રાવેલ એજન્ટોએ હંમેશા ગ્રાહકલક્ષી ફરજ બજાતી હોઇ ટાઇના કચ્છના સભ્ય ટ્રાવેલ એજન્ટો દ્વારા ગ્રાહકોને કોરોના વાયરસ વખતે પણ હંમેશાની જેમ સહકાર આપવા અપીલ કરવામાં આવેલ છે.