પાણી પ્રશ્ર્ન, ખેડૂતોની હાલાકી અને બેરોજગારી સહિતના મુદ્દા પરેશ ધાનાણીની સંવાદ યાત્રામાં મુખ્ય રહેશે
કોંગ્રેસને પાયામાંથી મજબૂત કરવા ધાનાણીનો પ્રયાસ
વિપક્ષી નેતા પરેશ ધાનાણી આગામી તા.૧લી એપ્રીલી ૭૫ દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓ સંવાદયાત્રા કી ઘમરોળશે. આ યાત્રા દરમિયાન પાણીના પ્રશ્ર્ન, ખેડૂતોને હાલાકી, બેરોજગારી અને વિકાસના અન્ય મુદ્દાને ઉઠાવવામાં આવશે. યાત્રાનો અંત તા.૧૫ જૂનના રોજ શે.
સંવાદ યાત્રાના માધ્યમી પરેશ ધાનાણી ૩૩ જિલ્લા અને ૪૧૮ તાલુકાને આવરી લેશે. વિવિધ સ્ળોએ કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો તેમજ સામાન્ય લોકો સો ચર્ચા કરવામાં આવશે. ૭૫ દિવસ સુધી ચાલનારી સંવાદયાત્રાના માધ્યમી કોંગ્રેસ અને લોકો વચ્ચેનું અંતર વધુમાં વધુ ઘટે તેવા પ્રયત્નો વિપક્ષી નેતા પરેશ ધાનાણી કરશે.
હાલ ગુજરાતમાં જળ કટોકટીનો પ્રશ્ર્ન સૌથી મોટો છે. પરેશ ધાનાણી આ પ્રશ્ર્નને વધુ વિકરાળ બનાવશે. લોકોની મુશ્કેલીઓને પરેશ ધાનાણી વાંચા આપશે. ટેકાના ભાવ તેમજ સિંચાઈના પાણી મામલે ખેડૂતોના પ્રશ્ર્નોને ઉઠાવશે. રાજયમાં રોજગારીના પ્રમાણ તેમજ વિકાસના મુદ્દાને પણ પરેશ ધાનાણી કેન્દ્રમાં રાખશે. રાજયના ૩૩ જિલ્લાઓમાં પરેશ ધાનાણી વિવિધ પ્રશ્ર્નોને લઈ સરકારનું ધ્યાન ખેંચશે.
એક તરફ પરેશ ધાનાણી રાજયમાં કોંગ્રેસનો પાયો મજબૂત બનાવવાના પ્રયાસો કરી રહ્યાં છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના જ કેટલાક ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓ પરેશ ધાનાણીને વિપક્ષી નેતાના પદ ઉપર જોઈ શકતા નથી. વિગતોનુસાર કોંગ્રેસમાં પરેશ ધાનાણી વિરુધ્ધ સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પરેશ ધાનાણી નાની ઉંમરે રાજકારણમાં મોટી નામના ધરાવતા હોવાની વાત કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓ પચાવી શકતા ન હોવાનું જાણવા મળે છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી તેમજ અન્ય ડઝનેક કોંગી વરિષ્ઠ અધિકારીઓ ધાનાણી વિરુધ્ધ કામ કરી રહ્યાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને કેટલાક ધારાસભ્યો વિધાનસભામાં કે વિધાનસભા બહાર પરેશ ધાનાણીને ટેકો આપી રહ્યાં નથી.