અનેકવિધ ઓફરોથી લોકો આકર્ષીત થયા ડેસ્ટીનેશનની પસંદગી માટે આપવામાં આવી મહત્વપૂર્ણ માહિતીઓ
રાજકોટ ખાતે આવેલી ઈમ્પીરીયલ પેલેસ હોટલ ખાતે એક દિવસીય ટ્રાવેલ બજાર એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટની રંગીલી પ્રજાએ તેનો મહત્તમ લાભ ઉઠાવ્યો હતો અને અનેકવિધ પ્રકારની માહિતીઓ વિશે માહિતગાર પણ થયા હતા. જેમાં કે, ડેસ્ટીનેશનની પસંદગી કેવી રીતે કરવી અને કયાં સમય દરમિયાન કયાં સ્થળ પર જવું તે સમગ્ર વિશેની માહિતી મેળવવામાં આવી હતી. ત્યારે એક દિવસીય એકસ્પોનો ખૂબજ બહોળો પ્રતિસાદ મળ્યો હતો.
સૌરાષ્ટ્રના લોકો હરવા-ફરવાના ખુબજ શોખીન હોય છે પરંતુ તેમનામાં એ અજ્ઞાનતા સૌથી વધુ જોવા મળે છે કે તેઓએ કયાં સમય દરમિયાન કયાં સ્થળ ઉપર પ્રવાસ માટે જવું. ત્યારે ટ્રાવેલ બજાર એકસ્પોમાં તે તમામ પ્રકારની માહિતીઓ તેમને આપવામાં આવી હતી અને જે પ્રવાસી લોકો કે જે લોકોએ માહિતી મેળવવા આવ્યા હોય અને તેમના દ્વારા કોઈ ડોમેસ્ટીક કે ઈન્ટરનેશનલ ડેસ્ટીનેશન વિશે બુકિંગ કરાવ્યું હોય તો તેઓને સ્યોર ગીફટ, ટ્રાવેલીંગ બેગ સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી.
આ એકસ્પોમાં સર્વપ્રથમ વખત કસ્ટમાઈઝ પેકેઝને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. જયારે આ એકસ્પોમાં નવા ડેસ્ટીનેશન જેવા કે ટર્કી અને અઝહરબેઈઝાનને પણ પ્રમોટ કરવામાં આવ્યા હતા. ત્યારે ટ્રાવેલ બજાર અને ફેસ્ટીવ હોલીડેના માલિક અભિનવભાઈ પટેલે ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેઓ અને નામાંકીત ટ્રાવેલ એજન્ટો દ્વારા જે એક દિવસીય એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.
ટ્રાવેલ સ્વરૂપે તેનો પ્રતિસાદ ખુબજ સારો મળી રહ્યો છે અને લોકો અનેકવિધ પ્રકારની માહિતી મેળવી રહ્યાં છે જેનાથી તેઓ અજ્ઞાત હતા. ત્યારે આ આ એકસ્પો તેના માટે ખુબજ અગત્યનો બની રહેશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આવનારો સમય વેકેશનનો હોવાથી લોકો મહત્તમ આ એકસ્પોનો ફાયદો લીધો હતો અને કયાં સ્થળ પર જવું તેના વિશે માહિતી લઈ બુકિંગ પણ કરાવવામાં આવ્યા હતા.
જયારે પટેલ હોલીડેના શૈલેષભાઈ પટેલે ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ટ્રાવેલ બજારનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં ટ્રાવેલ એજન્ટોની અથાગ મહેનત અને અથાગ પરિશ્રમના કારણે આ એકસ્પો સફળ નિવડયો છે.
ત્યારે પ્રથમ વખત ટર્કી અઝહરબેઈઝાન જેવા સ્થળોને પણ સમાવવામાં આવ્યા છે જે લોકોએ માત્ર નામ જ સાંભળ્યા હોય છે પરંતુ તેના વિશે કે ત્યાંની કોઈપણ પ્રકારની માહિતી તેમના પાસે હોતી નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એકસ્પોના દિવસે લોકો જો કોઈ પેકેઝ બુક કરાવે તો તેને ૧૫૦૦૦ સુધીનું ઐતિહાસિક ડિસ્કાઉન્ટ નકકી કરવામાં આવ્યું હતું જેને લઈ લોકોએ ખુબજ લાભ લીધો હતો.
ટ્રાવેલ બજાર એકસ્પોમાં જે ભારતના ડેસ્ટીનેશનો કે પ્રવાસન માટેના સ્થળો છે તેને પણ ખૂબ સારી રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા હતા અને લોકોને માહિતી પણ આપવામાં આવી હતી. જેમાં સીમલા, ગેંગટોક, ઉત્તરાખંડ, કેરેલા, ગોવા, અંડમાન, મધ્યપ્રદેશ, રાજસ્થાન,આસામ,હિમાચલ સહિતની અનેકવિધ જગ્યાઓને યોગ્ય રીતે રજૂ કરવામાં આવી હતી અને લોકોને માહિતગાર પણ કરવામાં આવ્યા હતા. વાત કરવામાં આવે તો ઘણા ખરા લોકો દ્વારા ઈન્ટરનેશનલ ડેસ્ટીનેશનની સરખામણીમાં ડોમેસ્ટીક ડેસ્ટીનેશનને વધુ પ્રભુત્વ આપવામાં આવ્યું હતું.