આપા ગીગાના ઓટલા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના કથા મંડપમાં શ્રોતાઓની કલ્પનાતિત હાજરી; ભાવિકોનાં અભૂતપૂર્વ ઘસારાથી કથાના તૃતીય અને ચતુર્થદિને વિશાળ સમીયાણુ તથા આસપાસનું પ્રાંગણ પડયું ટુંકુ: વિશાલ વ‚ અને તેમની ટીમ પ્રસ્તુત ભજન સંધ્યાના કાર્યક્રમને લાખો લોકોએ મોડીરાત સુધી મનભરીને માણ્યો: સંતો મહંતોનું સાલ ઓઢાડી કરાયું સન્માન: કૃષ્ણજન્મ વધાઈ-નંદમહોત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમોની વણઝાર
જયાં સતાધારની સાધુતાની મહેક મધમધે છે, બારે માસ ભૂખ્યાજનોની જઠરાગ્નિને સાતા આપવામાં આવે છે. એવા સુપ્રસિધ્ધ સદાવ્રત આપા ગીગાના ઓટલાના સ્થાપક, નરેન્દ્ર બાપુ ગૂ‚ જીવરાજબાપુના મનોરથ ‚પે રાજકોટમાં શ્રીમદ ભાગવતના પરમ ઉપાસક, લોકવાણીમાં શ્રોતાઓ સાથે સરળ સંવાદ કરતા સુપ્રસિધ્ધ વૈશ્ર્વિક કથાકાર પરમ વિદુષી એવં બાલયોગીની પૂ. સાધવી ગીતાદીદીના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અલૌકિક આયોજન કરાયું છે. દરરોજ બપોરે ૩ થી ૬.૩૦ સુધી રાજકોટ શહેર અને આસપાસનાં વિસ્તારોનાં હજારો ભાવિક ભાઈ બહેનો સંગીતમય ભાગવત શ્રવણનો અને સાંજે ૭ થી ૯ ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે.ભાગવત કથાનાં તૃતીયદિન શનિવારે કથા મંડપમાં પધારેલ પાઘડી શેઠ (અમદાવાદ), આઈશ્રી ખોડીયાર ધામ, ગાંધીનગરનાં સોમાભાઈ પ્રજાપતિ, એડવોકેટ, અભયભાઈ ભારદ્વાજ, વાટલીયા પ્રજાપતિ સમાજ, રાજકોટના પ્રમુખ મનસુખભાઈ ધંધુકીયા, મંત્રી રમેશભાઈ, દલસુખભાઈ ગોંડલીયા, બાબુભાઈ ચૌહાણ, મનુભાઈ રંગોળી ફરનીચરવા, સાગરભાઈ કાચા, પટેલ સમાજના પિન્ટુભાઈ દેસાઈ, એડવોકેટ નરસિંહભાઈ દાવડા, કુંવરજીભાઈ સર્વે મહેમાનોનું પૂ. નરેન્દ્ર બાપુએ સ્વાગત સન્માન કર્યું હતુ.વ્યાસપીઠેથી પૂ. ગીતાદીદીએ દ્વિતિય સ્કંદ અંતર્ગત ભગવાનના વિવિધ અવતારોની કથાઓ સંક્ષેપમાં શ્રોતાઓ સમક્ષ રજૂ કરી હતી એ પૂર્વે ભાગવત સંબંધી કેટલીક પ્રેરક વાતો કરતા કહ્યું કે, શ્રીમદ ભાગવત પૂરાણ માનવીનાં અંદરનાં અંધકારને નિવૃત કરે છે, કેમકે આ ધર્મગ્રંથ માનપ્રદિપ્ત છે. જ્ઞાન દિપક છે. આ કથા મૂકિતદાયીની છે, પ્રત્યેક વ્યકિતના પ્રત્યેક પ્રશ્ર્નનું સમાધાન ભાગવતમાં મળે છે.પૂ. દીદીએ ર્માંનું મહત્વ સમજાવતા કહ્યું કે, સમાજને નવી દિશા અને દ્રષ્ટિ કેવળ ર્માં જ આપી શકે છે, માનવતા અને સંસ્કૃતિનું મહાવિદ્યાલય માતાના ચરણોમાં હોય છે, કોઈ પણ બાળકની ભાવિ ઉન્નતિ કે અવન્તિનો આધાર માતા ઉપર હોય છે. મનુસ્મૃતિ કહે છે કે, દશ ઉપાધ્યાય કરતા એક આચાર્ય ચડે, સૌ આચાર્ય કરતા એક પિતા અને સહસ્ત્ર પિતા કરતા એક માતા ચડે છે. ર્માનાં ખોળામાં જગતના તમામ સુખો અને શાંતિ સમાયેલ છે.કથાયાત્રાના તૃતિય દિને વ્યાસપીઠેથી ભાગવતના પ્રથમ સ્કંધના સમાપનનું સંક્ષેપ વર્ણન કરીને દ્વિતિય સ્કંધમાં પ્રવેશ કરાવ્યો હતો.ગઈકાલે રવિવારે કથા મંડપમાં સૌરાષ્ટ્ર-ગુજરાતનાં સુપ્રસિધ્ધ સંતો, દેહાણ જગ્યાના મહંતોની પધરામણી થઈ હતી. સંતોની વિશાળ હાજરી નિહાળીને વ્યાસપીઠેથી પૂ. ગીતાદીદીએ કહ્યું કે, પૂ. નરેન્દ્રબાપુના પવિત્ર સંકલ્પને કારણે કથા મંડપમાં અનેક સંતોનાં દર્શન થાય છે, સંત અને સત્સંગ વગર ઈશ્ર્વર સાથે અનુસંધાન થતું નથી.ચતુર્થદિને ભાગવતકથાનો ૧૦માં સ્કંધમાં પ્રવેશ થયો, આ સ્કંધ ભાગવતનું હૃદય છે. જેમાં ભગવાનનો કૃષ્ણાવતાર, કૃષ્ણ જન્મની કથા, બાળલીલા, કંસવધની કથાઓનું વ્યાસપીઠેથી સુંદર વર્ણન કરવામા આવ્યું હતુ. શ્રોતાઓની અભૂતપૂર્વ હાજરીમાં કાલે શ્રી કૃષ્ણજન્મની વધાઈ નંદ મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. આવતી કાલે પણ આ ઉજવણીનો ઉપક્રમ ચાલુ રહેશે. કથા વિરામમાં સંતોની વિશાળ ઉપસ્થિતિમાં ધર્મસભામાં સતાધારનાં લઘુમહંત વિજયબાપુ તથા આપા ગીગાના ઓટલાના પૂ.નરેન્દ્ર બાપુ ગૂ‚ જીવરાજબાપુ દ્વા સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી પધારેલા વંદનીય સંતો જૂનાગઢ ભારતી આનમના પૂ. ભારતીબાપૂ, ‚દ્રભગીર આશ્રમ, ભવનાથના ઈન્દ્રભારતીજી મહારાજ, પ્રેમ સ્વ‚પજી મહારાજ, આપારતાની જગ્યા, મોલડીના દિનકરદાસબાપુ,જાનીવડલા ચોટીલાના ગોપાલગીરી બાપુ, વ્રજભૂમિ આશ્રમ, આણંદના નારાયણ ચરણદાસજી, તુલસીદાસજી મહારાજ, લાખાબાપુની જગ્યા, સોનગઢના કિશોરબાપુ, મોટા મંદિર, લીંબડીના લલીતકિશોર બાપુ, ખોડીયાર મંદિર નેસડીના લવજીબાપુ, ભાનુભગત, ખોડીયારધામના સીતારામબાપુ, દાનમહારાજની જગ્યાના વલ્કુબાપુ, સ્વામીનારાયણ મંદિર ગઢડાના એસ.પી. સ્વામી, સરધારના પતિત પાવન સ્વામી, યોગેશ્ર્વર સ્વામી, વિરલ ભગત, દાનમહારાજની જગ્યા સણોસરાનાં પૂ.નિ‚બાપુ, સહિતના અનેક ભકતોના ગૂ‚ઓ સેવા વ્યાસપીઠ પરિસરમાં બિરાજમાન સર્વે સંતોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતુ. અખાડાના સંતો તથા સૌરાષ્ટ્રની ધાર્મિક જગ્યાઓમાંથી પધારેલા સંતોનું પણ સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુ.સૌરાષ્ટ્રના લોકપ્રિય સાંધ્ય દૈનિક અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રાનું વ્યાસપીઠ પંડાલમાં સન્માનીય સંતો પૂ. ભારતીબાપુ, પ્રેમગીરીબાપુ, ઉમાશંકર મહારાજ, કિશોર બાપુ, સહિતના સંતો તથા સતાધારના લઘુમહંત વિજયબાપુ અને આપા ગીગાના ઓટલાના પૂ. નરેન્દ્ર બાપુએ સન્માન કર્યું હતુ. ધર્મસભાના ઉપક્રમમાં ની‚બાપુ, લલીત કિશોર મહારાજ, પ્રેમગીરી મહારાજ, સ્વામીનારાયણ મદિરના એસ.પી. સ્વામી, વિજયબાપુ, ભારતીબાપુએ પ્રાસંગીક આર્શીવચન વકતવ્યો વિશાળ શ્રોતાસમુદાય સમક્ષ રજૂ કર્યા હતા. દરમ્યાન પૂ. ભારતીબાપૂ અને સૌ સંતો દ્વારા સતાધારના લઘુ મહંત વિજયબાપુ તથા રાજકોટની કથાના મનોરથ પૂ. નરેન્દ્ર બાપુનું જાજરમાન અભિવાદન કરવામાં આવ્યું હતુ. નરેન્દ્ર બાપુનું વિવિધ સંસ્થાઓ તથા અમરેલીના ભરતભાઈ સહિત મિત્રવૃંદ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ.