આગામી તહેવારો આવી રહ્યાં છે. હરવા-ફરવાના શોખીન ગુજરાતીઓ આવનારા તહેવારોમાં ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ સ્ળોએ ફરવા જવા માટે અત્યારી જ બુકિંગ કરાવી રહ્યાં છે. શહેરની અનેક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ટુર ઓપરેટરો વિવિધ હિલ સ્ટેશનો, હરવા-ફરવાના સ્ળોએ લોકોને તમામ સુવિધા પુરી પાડવા મહેનત કરી રહ્યાં છે. કુલુ મનાલી, રાજસન, ગોવા, કેરાલા તેમજ ઈન્ટરનેશનલમાં દુબઈ, સીંગાપુર વગેરે સ્ળોની લોકો જન્માષ્ટમીની રજાઓમાં મજા માણશે. લોકો માટે ટુર ઓપરેટરોએ અલગ અલગ સ્કીમ પણ રાખી છે. તેમજ ડિસ્કાઉન્ટ ઓફરોનો વધુમાં વધુ લોકો લાભ લે તે માટે પ્રયાસો હા ધરે છે. અહીં અનેક ટુર એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આપવામાં આવતી સુવિધાઓ દર્શાવી છે.
મોટાભાગની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા ખાસ કરીને ગુજરાતી લોકોને ગુજરાતી ડીસ મળી રહે તેવા પ્રયાસો થાય છે. આ ઉપરાંત મધ્યમ વર્ગના લોકોને પરવડે તેવા ભાવમાં પેકેજ ગોઠવાય છે. આ ઉપરાંત જેટલા લોકો ફરવા જાય છે તેમની સાથે ટૂર ઓપરેટરો પણ જઇને લોકોને મુશ્કેલી ન પડે તેનુ ખાસ ધ્યાન રાખે છે.
આજથી બે દિવસીય નૂતનનગર હોલમાં ટ્રાવેલ એક્સ્પો: જન્માષ્ટમી અને દિવાળીના તહેવારોને ધ્યાને લઇ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલમાં ડિસ્કાઉન્ટ પેકેજની સાથે ટ્રાવેલ એક્સ્પો
લોકોની સાથે અમારા ટુર ઓપરેટરને પણ મોકલીએ છીએ: પપનભાઈ ધ્યેય
દિપક ટ્રાવેલ્સનાં પપનભાઈ ધ્યેયએ જણાવ્યું હતું કે, તેઓ સૌથી વધુ ગુજરાતની ટુર્સ ઓપરેટ કરે છે. ઉપરાંત તેઓ રાજસ્થાન, હિમાચલ, મધ્યપ્રદેશ જેવી પણ ટુર ઓપરેટ કરીએ છીએ. જેટલા પણ લોકો અમારા માધ્યમથી ફરવા જાય છે તેમની સાથે ટુર ઓપરેટરને પણ મોકલીએ છીએ જેથી કરીને તેઓને કોઈપણ જાતની તકલીફ ન થાય અને ગુજરાતી લોકો ખાવા-પીવાનાં શોખીન હોય છે. તેથી તેમને ગુજરાતી ખાવાનું પણ મળી રહે તેવી વ્યવસ્થા કરીએ છીએ.
ઈન્ટરનેશનલમાં લોકોનો સાઉથ આફ્રિકાનો ક્રેઝ વધુ: દુષ્યંતભાઈ
જેમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનાં દુષ્યંતભાઈ વાગડિયાએ જણાવ્યું હતું કે, તેઓની ટુર્સ અને વેજીટેરીયન ટુર્સની છે. મહત્વનાં સેકટરમાં તેઓ સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને આઈસલેન્ડમાં ટુર ઓપરેટ કરે છે. ખાસ કરીને આ બધી ટુરો દિવાળી વેકેશનને લઈ ચાલી રહી છે. અત્યારે ઈન્ટરનેશનલમાં લોકો સાઉથ આફ્રિકાનો ક્રેઝ ધરાવે છે. લોકોને સારામાં સારી સર્વિસ અને સારામાં સારું ખાવાનું આપવું એ અમારો ધ્યેય છે.
મધ્યમ વર્ગના લોકોને પરવડે તેવા ભાવમાં પેકેજો: તુષારભાઈ નિમાવત
માધવન ટુરીઝમનાં તુષારભાઈ નિમાવતે જણાવ્યું હતું કે, અત્યારે જયારે દિવાળી અને જન્માષ્ટમીનાં તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે તેઓ ગોવા, કેરાલા, શિમલા, મનાલીની ટુર કરવાના છે. મધ્યમ વર્ગનાં લોકોને પરવડે તેવા ભાવમાં આ પેકેજો રાખવામાં આવ્યા છે. અમારી કંપનીનો મુખ્ય ઉદેશ લોકોનાં પૈસાનું સંપૂર્ણ વળતર મળે તેવું છે.
કોઈપણ ડેસ્ટીનેશનમાં અમે રૂબરૂ જઈ અનુભવ કરીએ છીએ જેથી લોકોને મુશ્કેલી ન પડે: અમીષભાઈ
પ્રભાવ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનાં અમીષભાઈ દફતરીએ જણાવ્યું હતું કે, તેઓની કંપની ૨૩ વર્ષથી કાર્યરત છે ત્યારે તેઓની કંપની મુખ્યત્વે ઈન્ટરનેશનલ ટુર ઓપરેટ કરે છે. તેમાં સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ ઉપરાંત ક્રાબી જેવી પણ ટુર્સ કરે છે અને આવનારા વર્ષમાં ઘણી બધી યુરોપ ટુર્સ પણ લાવી રહ્યાં છે. અમે પોતે જ કોઈ પણ ડેસ્ટીનેશન હોય તેમાં રૂબરૂ જઈ અનુભવ કરીને જ લોકોને મોકલીએ છીએ. જેથી લોકોને કોઈપણ જાતની મુશ્કેલી ન આવે અને લોકોને પોતાનાં પૈસાનું વળતર મળી રહે.
લોકોના રહેવા જમવા પર પુરતુ ધ્યાન આપીએ છીએ: વિપુલભાઈ હિરપરા
ઓરો હોલીડેઝના વિપુલભાઈ હિરપરાએ જણાવ્યું હતું કે, અમારી કંપની ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ બંને ટુર ઓપરેટ કરે છે પરંતુ ડોમેસ્ટીક પર અમે વધારે ધ્યાન દઈએ છીએ. અમારી ખાસિયત એ છે કે હિમાચલ અને બેંગ્લોરમાં અમે અનબીટેબલ પ્રાઈઝમાં ટુર આપીએ છીએ જે આખા ગુજરાતમાં ક્યાંય નહીં મળે જો ફેસિલીટીની વાત કરીએ તો અમે લોકોનું પૂરું ધ્યાન રાખીએ છીએ અને તેઓને રહેવાનું અને જમવાનું સુખ સગવડતા ભર્યું રહે તેવું આપીએ છીએ.
લોકોને ગુજરાતી થાળી જમાડવાની કંપનીની ખાસીયત: યોગેશભાઈ
ડોલ્ફીન ટુરીઝમ પ્રા.લિ.નાં યોગેશભાઈ ચોટલીયાએ જણાવ્યું હતું કે, તેઓની કંપની ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ બંને પેકેજો કરે છે. ડોમેસ્ટીકમાં તેઓ ગોવા, હરિદ્વાર, રાજસ્થાન, પંચમઢી, શિમલા, કચ્છ, સપ્ત જયોતિર્લિંગ, દાર્જીલીંગ, સિક્કિમ અને કેરેલા જેવા અનેક સ્થળોએ ટુર ઓપરેટ કરે છે. તેઓની કંપનીની ખાસીયત એ છે કે તેઓ લોકોને ગુજરાતી ખાવાનું આપે છે.
જન્માષ્ટમીમાં ગોવા અને દુબઈના સૌથી વધુ પેકેજ: વલ્લભભાઈ રામાણી
મિનાક્ષી ટુરીઝમ અને ફોરેક્ષના વલ્લભભાઈ રામાણીએ જણાવ્યું હતું કે, તેઓ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ બંને પેકેજો લોકોને આપે છે. દુબઈની અંદર તેઓની પોતાની ઓફિસ છે. મુખ્યત્વે તેઓ ફોરેક્ષનું કામ વધારે કરે છે. ખાસ કરીને જન્માષ્ટમી આવી રહી છે ત્યારે ગોવા અને દુબઈના સૌથી વધારે પેકેજ લોકો લઈ રહ્યાં છે.
ડોમેસ્ટિકમાં ૧૦% ઈન્ટરનેશનલમાં રૂ.૫૦૦૦ ડિસ્કાઉન્ટ સાથે વિઝા ફ્રી: યશભાઈ
કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના યશભાઈએ જણાવ્યું હતું કે, તેઓની કંપની છેલ્લા ૧૬ વર્ષી કાર્યરત છે. તેઓ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ બંને પેકેજો કરે છે ત્યારેઆવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને તેઓ ગોવા, મહાબળેશ્વર જેવા પેકેજો રાખ્યા છે અને ઈન્ટરનેશનલમાં સિંગાપુર, દુબઈ, યુરોપ અને જાપાન જેવા દેશો પણ રાખ્યા છે. અત્યારના તેઓએ એક ઓફર પણ રાખી છે. જેમાં ડોમેસ્ટીકમાં ૧૦% ડિસ્કાઉન્ટ અને ઈન્ટરનેશનલમાં ૫૦૦૦ના ડિસ્કાઉન્ટની સો વિઝા ફ્રી રાખવામાં આવ્યા છે.
ખાવા-પીવાનાં શોખીન ગુજરાતીઓ માટે ગુજરાતી ડિસની વ્યવસ્થા રાખીએ છીએ: ઋષભભાઈ ગાંધી
આગમ ટુર્સનાં ઋષભભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે, તેઓ જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને દુબઈનાં ગ્રુપ ડિપાર્ચર સિંગાપુર, મલેશિયા, ક્રુઝ સાથે રાખી છે. જેમાં રાજકોટની પબ્લિકનો ખુબ જ સાથ અને સહકાર મળી રહ્યો છે અને ગુજરાતી લોકો ખાવા-પીવાનાં શોખીન હોય છે ત્યારે તેઓ માટે અમે બહારનાં દેશોમાં પણ ગુજરાતી ખાવાનું મળે તેવી વ્યવસ્થા રાખીએ છીએ.