‘અબતક’ મીડિયાના સથવારે
ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, કમલેશભાઈ મિરાણી, દેવાંગભાઈ માંકડ સહિતના મહાનુભાવોની હાજરી: પ્રસિધ્ધ ઓરકેસ્ટ્રા ગાયકોના સુરતાલે ઝુમી ઉઠ્યો ટ્રાવેલ એજન્ટ પરિવાર
‘અબતક’ મીડીયાના સથવારે ટ્રાવેલ એજન્ટ એસોસીએશન ઓફ સૌરાષ્ટ્ર દ્વારા ગઈકાલે ‘અબતક’ રજવાડી દાંડિયા ગ્રાઉન્ડ ખાતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રાસોત્સવમા ટ્રાવેલ એજન્ટોના સભ્યો અને તેના પરિવારજનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.
રાસોત્સવ નિહાળવા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મહામંત્રી દેવાંગભાઈ માંકડા સહિતના મહાનુભાવો, આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ટ્રાવેલ એજન્ટોના પરિવારો જાણીતા કલાકારોના સુર ઉપર મનમૂકીને ગરબે ધૂમ્યા હતા. કાર્યક્રમનું આદેશ ટ્રાવેલ્સ પ્રા.લી.ના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતુ. સાથે બધાએ ભેગા મળી ડીનર પણ લીધું હતુ.
ટ્રેડિશ્નલ પોશાકમાં સજજ ખેલૈયાઓ જાણીતા ઓરકેસ્ટ્રા તથા ગાયકોના સુરતાલે ઝુમી ઉઠ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે આદેશ ટ્રાવેલ્સના ગોપાલભાઈ અનડકટ, એસોસીએશનના પ્રેસીડેન્ટ જયેશભાઈ કેશરીયા, વાઈસ પ્રેસીડેન્ટ દિપકભાઈ રાઠોડ, મનીષ સેજપાલ, નીરવ ટ્રાવેલ્સ આગમ ટુર્સના ઋષભભાઈ ગાંધી, બ્રિજેશભાઈ જોધપૂરા, કૌશિકભાઈ ટાંક વગેરેએ જહેમત ઉઠાવી હતી.
વિજેતા ખેલૈયાઓને મોંઘેરી ગિફટ અપાઈ: અભિનવ પટેલ
અબતક સાથેની વાતચીત દરમિયાન ફેસ્ટિવ હોલીડેના અભિનવ પટેલ એ જણાવ્યું હતુ કે ટ્રાવેલ એજન્ટ ઓફ સૌરાષ્ટ્ર દ્વારા આજે ગરબાનું ભવ્ય આયોજન રાજકોટ ખાતે થઈ રહ્યું છે. ખૂબજ સુંદર આયોજન કમીટી દ્વારા કરવામાં આવ્યું છે. રાજકોટ ખાતે કાર્યરત ટ્રાવેર્લ્સ એજન્ટો પોતાના પરિવાર સાથે ગરબા રમ્યા ઉપસ્થિત રહ્યા છે. સાથોસાથ ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. ૭૦૦ જેટલા ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા જાણીતા કલાકારોના સથવારે પરંપરાગત પહેરવેશમાં આવી ગરબે ધૂમી રહ્યા છે તે જોઈને ખૂબજ આનંદ થાય છે. ખેલૈયાઓને ૧૬૦ જેટલી ગીફટ આપવામા આવશે.
આ વર્ષે મોટી સંખ્યામાં લોકો પરંપરાગત વસ્ત્રો પહેરી ગરબે રમ્યા: સારિકાબેન રાવલીયા
અબતક સાથેની વાતચીત દરમિયાન સારીકાબેન સાવલીયાએ જણાવ્યું હતુ કે તાસ દ્વારા આ બીજી વખત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ ખૂબજ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ગયા વખતની સરખામણીએ આ વર્ષે ઘણા બધા લોકો પરંપરાગત પહેરવેશમાં આવીને ગરબે રમ્યા ખૂબજ આનંદ થયો બધા પોતાના પરિવાર સાથે ગરબા રમવા આવ્યા હતા ખૂબજ મજા આવી અમે બધાએ સાથે મળીને ડિનર લીધું ગરબા રમ્યા હતા.
ખેલૈયાઓ આવી ઈવેન્ટની રાહ જોતા હોય છે: જયેશભાઈ કેસરીયા
અબતક સાથેની વાતચીત દરમિયાન નિજ ટ્રાવેલ્સના જયેશભાઈ કેસરીયાએ જણાવ્યું હતુ કે ટ્રાવેલ એજન્ટ એસો. ઓફ સૌરાષ્ટ્રનો પ્રમુખ છું તાસ દ્વારા એક દિવસીય ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વર્ષમાં એક વખત ગેટ ટુ ગેધર કરવાનું હોય ત્યારે બધા સાથે મળી રાસ રમી ડિનર લે તે હેતૂથી કરવામાં આવ્યું છે. ખેલૈયાઓ અમારી ઈવેન્ટની રાહ જોતા હોય છે. બધાને ખૂબજ ઉત્સાહ છે. તેઓ પરંપરાગત પહેરવેશમાં આવી મનમૂકીને ગરબે રમી રહ્યા છે. ગરબામાં ૭૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા છે.
૭૦૦ થી વધુ ખેલૈયાઓ મનમૂકીને ગરબે રમ્યા: દિપકભાઈ રાઠોડ
અબતક સાથેની વાતચીત દરમિયાન દિપક ટ્રાવેર્લ્સના દિપકભાઈ રાઠોડએ જણાવ્યુંં હતુ કે હું ટ્રાવેર્લ્સ એજન્ટ એસો. ઓફ સૌરાષ્ટ્રનો વા. પ્રેસીડેન્ટ છું આજે તાસ દ્વારા એક રંગારંગ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અમે ખૂબજ ઉત્સાહી છીએ ટ્રાવેલ્સ એજન્ટસ ફર્ટીલીટીનો અમને ખૂબજ સહયોગ મળ્યો છે. અમે આ ઈવેન્ટમાં વીથ ફેમીલી ડિનરનું પણ આયોજન રાખ્યું છે. અને અલગ અલગ પ્રકારની ૨૧૧ ગીફટ રાખવામાં આવી છે. આ ગીફટ વિજેતા ખેલૈયાઓને એનાયત કરાશે. ૭૦૦ જેટલા ખેલૈયાઓ મનમૂકીને ગરબે ધૂમી રહ્યા છે. તે જોઈને ખૂબજ આનંદ થયો.
અમે ગરબા સાથે ડિનરનું પણ આયોજન કર્યું: ઋષભ ગાંધી
અબતક સાથેની વાતચીત દરમિયાન આગમ ટુર્સના ઋષભભાઈ ગાંધીએ જણાવ્યું હતુ કે અમે બીજી વખત આવું જાજરમાન આયોજન કર્યું છે કે સૌરાષ્ટ્રભરના ટ્રાવેલ્સ એજન્ટોના ફેમીલી માટે ગરબાનું ભવ્ય આયોજન કર્યું છે. અમારા આયોજનની ખાસીયત એ છે કે અમે ગરબા સાથે ડીનરનું પણ આયોજન કર્યું છે. આ આખો પ્રોગ્રામ વિનામૂલ્યે કરવામાં આવ્યો છે. બધા સાથે મળી આનંદ માણે તે જ હેતુ હતો ખેલૈયાઓમાં ખૂબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
નવરાત્રિનું આ પ્રકારનું આયોજન કોઈ એસો. દ્વારા થયું નથી: જીતેન્દ્રભાઈ વ્યાસ
અબતક સાથેની વાતચીત દરમિયાન વ્યાસ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનાં જીતેન્દ્રભાઈ વ્યાસ એ જણાવ્યું હતુ કે આજે તાસ દ્વારા એક દિવસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી તાસની ટીમએ ખૂબજ મહેનત કરી છે. હું ટ્રાવેલ લાઈનમાં ઘણા વર્ષોથી જોડાયેલો છું આ રીતનું ભવ્ય આયોજન કોઈ એસો. દ્વારા થયું નથી. બધામાં ખૂબજ ઉત્સાહ છે. ગયા વખતની સરખામણીમાં આ વર્ષે ૭૦૦ થી વધુલોકો ગરબે રમ રહ્યા છે. તથા ભવિષ્યમાં પણ આના કરતા વધુ સારૂ કરીશું.