અષાઢી બીજે સાંજે 4 વાગ્યાથી ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાની સાથે નગરચર્યાએ નીકળશે
આ વર્ષે 1લી જુલાઈ એ અષાઢી બીજ આવે છે. ઇસ્કોન મંદિર દ્વારા વર્ષ 2003 થી દર વર્ષે ભગવાન શ્રી શ્રી જગન્નાથ, બળદેવ, સુભદ્રા ને નગરચર્યા એ નીકાળવામાં આવે છે અને શહેર ભર માં રથયાત્રા કાઢવામાં આવે છે; પરંતુ છેલ્લા 2 વર્ષ થી કોરોના મહામારી ના કારણે ઇસ્કોન મંદિર દ્વારા શહેર ની જગ્યા એ માત્ર મંદિર પરિસર માં જ રથયાત્રા કાઢવામાં આવી હતી. આ વર્ષે કોરોના મહામારી માંથી રાહત મળી છે એટલે ઇસ્કોન મંદિર દ્વારા ફરીથી શહેરભર માં આ વર્ષે 19મી રથયાત્રા કાઢવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટ ના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે આ વર્ષે 1લી જુલાઈ ના ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ થી ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા રથયાત્રા કાઢવામાં આવશે. રથયાત્રા બપોરે 4 કલાકે રામકૃપા ડેરી કોટેચા ચોક ખાતે થી શરુ થશે અને ઇન્દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક થઇ કાલાવડ રોડ થઇ એજી ચોક થઇ, સરિતા વિહાર થઇ કટારીયા સર્કલ થઇ ઇસ્કોન મંદિર એ આવશે. રાત્રે 8 વાગે રથયાત્રા ના સમાપન બાદ સૌ દર્શનાર્થીઓ માટે મંદિરે ભંડારા પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે.
રથયાત્રા પહેલા ભગવાન ના મંદિર ની સાફ સફાઈ કે જેને ગુંડિચા માર્જન કહેવામાં આવે છે તેનું પણ વિશેષ મહત્વ છે. ભગવાન શ્રી શ્રી રાધા કૃષ્ણ ના સંયુક્ત અવતાર શ્રી ચૈતન્ય મહાપ્રભુજી એ રથયાત્રા ના આગલા દિવસે જગન્નાથ પુરી મંદિર માં તેમના પાર્ષદો સાથે સફાઈ કરી હતી ત્યારે તેમને કહ્યું હતું કે જેના દ્વારા સફાઈ કરાયેલી ધૂળ નો ઢગલો જેટલો વધુ હશે તેટલા પ્રમાણ માં તેના મન માંથી ભૌતિક મલિનતા નો નાશ થશે. આમ, ગુંડિચા માર્જન ના દિવસે મંદિર ની સાફ સફાઈ નું વિશેષ મહત્વ છે. આ વર્ષે 30 જૂન ના રોજ ગુંડિચા માર્જન છે અને સાંજે 4:30 વાગે મંદિર માં ગુંડિચા માર્જન કરવામાં આવશે માટે જે કોઈ પણ 30 જૂન ના ગુંડિચા માર્જન માં ભગવાન ના મંદિર ની સાફ સફાઈ માં પોતાનું યોગદાન આપવા ઇચ્છતા હોય તેઓ શ્રદ્ઘાવન દાસ નો 98981 65358 પર સંપર્ક કરવો.