19મીએ એરપોર્ટ ખાતે ઢોલ, શરણાઈ, ડી.જે.ની રમઝટ સાથે જન આશિર્વાદયાત્રાનું ભવ્ય સ્વાગત કરાશે: શહેર ભાજપ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં માહિતી આપતા કમલેશ મિરાણી
રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષાતામાં તા. 19 ઓગષ્ટના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની જન આશિર્વાદ યાત્રા અંતર્ગત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કમલેશ મિરાણીએ જણાવેલ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેન્દ્ર સરકારના મંત્રીઓ લોકો સાથે સંકળાય અને લોકોને પોતીકાપણાની ભાવના થાય તેવા ઉમદા હેતુથી કાર્ય કરી રહયા છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષા જે.પી.નડૃાજીના નિર્દેશાનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ભારત સરકારમાં સમાવિષ્ટ નવા 43 મંત્રીઓ ધ્વારા સ્વાતંત્ર દિવસ, 1પ ઓગષ્ટથી તા.ર1 ઓગષ્ટ સુધીમાં કોઈપણ 3 દિવસ દરમ્યાન પોતાના ક્ષોત્રોમાં જન આશિર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.
ત્યારે રાજકોટ મહાનગર ખાતે આ જન આશિર્વાદ યાત્રામાં સુચારૂરૂપે સંચાલન,હેતુ, વ્યવસ્થા જાળવવી, માર્ગમાં યાત્રાનું સન્માન, પુજા, સ્વાગત, વગેરેના કાર્યક્રમો નકકી કરવા, યાત્રા ભવ્ય, આકર્ષક, પ્રભાવશાળી, અને જનમાનસ સુધી પહોંચે, જન આશિર્વાદ યાત્રા દરમ્યાન પાર્ટીની નીતિ, સફળતાઓ સહીત કેન્દ્ર સરકારની આંતરીક, બાહય, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, આર્થિક, સામાજીક, જનસ્વાસ્થ્ય, આત્મનિર્ભરતા, રોજગાર વગેરે ક્ષોત્રે ઉપલબ્ધિઓ અને જનકલ્યાણકારી નીતિઓ અંગે પ્રચાર-પ્રસાર-હોડીંગ્સો-જાહેરાતોનું પ્રદર્શન થાય તે અંગે માર્ગદર્શન પુરૂ પાડેલ. આ તકે વધુમાં કમલેશ મિરાણીએ જણાવેલ કે તા.19/8 ના એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના આગમન બાદ જન આશિર્વાદ યાત્રા એરપોટર્ંથી પ્રારંભ થશે.
ત્યારે બેન્ડ,ફુગ્ગા, બાળાઓના રાસ, ઢોલ, શરણાઈ, ડી.જે.ની રમઝટ, ફુલોની પાંખડીથી આ યાત્રાનું સ્વાગત થશે ત્યારબાદ રેેસકોર્ષ, કીસાનપરા ચોક, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, વિરાણી ચોક, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, બોમ્બેહોટલ, લોધાવાડ ચોક, કેનાલ રોડ,ગુંદાવાડી, જિલ્લા ગાર્ડન ચોક, પ્રજાપતીની વાડી, ચુનારાવાડ ચોક, પટેલ વાડી, પેડક રોડ, બાલક હનુમાન, ત્રીવેણી મેઈન રોડ, રીંગરોડ થઈ સમાપન થશે. ત્યારે અટલબીહારી બાજપાઈ ઓડીટોરીયમ ખાતે મનસુખભાઈ માંડવીયા રાજકોટ મહાનગર ખાતે કાર્યર્ક્તા સંમેલન, લેઉવા પટેલ સમાજ સંમેલન, શહેરના નામાંક્તિ ડોકટરો સાથે બેઠકમાં ઉપસ્થિત રહેશે.
ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ વિવિધ આગેવાનોને સભા, ઓડીટોરીયમ સોશ્યલ ડીસ્ટન્સ, સમાજ બેઠક વ્યવસ્થા, ડોકટર બેઠક વ્યવસ્થા, રૂટ સુશોભન, રૂટ પર બેનર હોડીંગ્સ, રૂટ પર સ્વાગત, વાહન વ્યવસ્થા અંતગર્ત જવાબદારીની સોંપણી કરી હતી. આ બેઠકમાં શહેર ભાજપના હોદેદારો, વોર્ડ-પ્રમુખ- મહામંત્રીઓ ઉપસ્થિત રહયા હતા. આ બેઠકની સંપૂર્ણ જવાબદારી શહેર ભાજપ કોષાધ્યક્ષા અનિલભાઈ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળી હતી.