મ્યુનિસિપાલ કમિશનર બંછાનીધી પાની દ્વારા સ્વચ્છ રાજકોટ બનાવવાના સંકલ્પ માટે સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના કમિશન બંછાનીધી પાની દ્વારા સ્વચ્છ રાજકોટ બનાવવા સંકલ્પ કરવામાં આવેલ છે. જે અનુસંધાને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ-પૂર્વ ઝોન દ્વારા એન્ટી લીટરીંગ ડ્રાઇવ તથા દુકાનદાર પાસેથી વહીવટી ચાર્જ વસુલીને કચરા પેટીનું વિતરણ કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ઇસ્ટ ઝોન દ્વારા ૬ ટીમ બનાવીને દરેક દુકાનોનું ચેકીંગ કરવામાં આવેલ છે. જેમાં પાનની દુકાન, મેડીકલ સ્ટોર્સ, કરીયાણાની દુકાન, સેલ્સ એજન્સી સહીતના સ્થળોએ લીટરીગ કરનાર સામે દંડની કાર્યવાહી કરવા માટેની તા. ર૪ ડીસેમ્બરેના રોજ ઝુંબેશ ધરવામાં આવેલ છે. આ ઝુબેશને અનુલક્ષીને કુવાડવા રોડ પર આવેલ જોકર ગાઠીયા, મહાલક્ષ્મી ડેરી ફાર્મ, જલારામ પાઉભાજી, અમુલ પાર્લર, પારેવડી ચોકમાં રામમા રામ ફલાવર્સ, પેડક રોડ પર ઠાકરઘણી ટી સ્ટોલ, ગાયત્રી ખમણ, ૮૦ રોડ પર ભવાની પાન સેન્ટર શીવ પાન સેન્ટર, સીતારામ પાન સેન્ટર ગાત્રાળ હોટલ, કોઠારીયા રોડ પર આવેલ પટેલનગરમાં બંસી પાન, આઇ પાન કનૈયા ટી સ્ટોલ સંત કબીર રોડ પર આવેલ શકિત એન્ટરપ્રાઇઝ, જનતા તાવડો, ગોકુલ, ચામુંડા ડેરી ફાર્મ તેમજ પૂર્વ ઝોનના અન્ય મુખ્ય માર્ગો પર ધંધાર્થી પાસેથી દંડ વસુલવામાં આવેલ છે.

ઇન્ટ ઝોનના નાયર કમિશ્નર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ ઇસ્ટ ઝોનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયર પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ, ઇજનેર વિલાસબેન ચીકાણી, વાેર્ડના એસ.આઇ. મૃગેશ વસાવા, પ્રફુલ ત્રિવેદી, નવીનચંન્દ્ર જાદવ, ડી.કે.સિંધવ, દીપક ચાવડા તથા વોર્ડના એસ.આર. પ્રભાત બાલાસરા, અશ્વિન વાઘેલા, પ્રશાંત વ્યાસ, આર.જે. પરમાર જીગ્નેશ વોરા, ભુપત સોલંકી, એ.એફ. પઠાણ, પ્રતિક રાણાવસીયા, જય ચૌહાણ તથા ભરત ટાંક દ્વારા કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.