સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતી તેમની બહેન અને જીજાજીના ઘરે રહેનાર યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું હતું. બે મહિનાથી માસીક ન આવતા 2 મહિના બાદ થતાં તેમણેથી ગર્ભપાત કરવાવાની કોશિશ કરી હતી. જો કે ત્યાર બાદ પણ ગર્ભપાત ન થતાં બહેન તેને હોસ્ટિપલ લઇ ગઇ હતી. જો કે અહીં કામ ન થતાં ડોક્ટરે ઉધનાની શ્રીજી હોસ્પિટલમાં મોકલ્યા હતા. અહીં ડો. હિરેને ગેરકાયદે ગર્ભપાત કરાવ્યા બાદ રજા આપી હતી.
ઘરે આવ્યાં બાદ તેને ચકકર આવતા હતા અને પીડિતા ઢળી પડી હતી. ચક્કર આવી ઢળી પડતાં તેને સંજીવની હોસ્પિટલ લઈ જવાતાં ડોક્ટરે મૃત જાહેર કરી મૃતદેહ ઘરે લઈ જવા કહ્યું હતું.
યુવતીને મૃત જાહેર કર્યા બાદ સ્મશાનમાં અંતિમવિધિ કરવા માટે ગયા હતા. સ્મશાનમાં ડેથ સર્ટિફિકેટ જરૂરી હોવાથી તરૂણીના પરિવારે રાત્રે સચિન જીઆઈડીસી પોલીસને જાણ કરવી પડી હતી. ત્યારે પોલીસને જાણ થયા બાદ તપાસમાં ભાંડો ફૂટ્યો હતો.
16 વર્ષની એક તરૂણીનું ઉધનાની હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યા બાદ મોત નિપજતાં શહેરમાં ચાલતા ગર્ભપાતના વેપલાનો પર્દાફાશ થયો હતો. પોલીસે ફોરેન્સિક પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ ડો.હિરેન પટેલ, ગર્ભપાત માટે લઈ જનારા બહેન અને બનેવી તેમજ પ્રેમજાળમાં ફસાવી તરૂણીને ગર્ભવતી બનાવનાર અજાણ્યા યુવક સહિતનાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.