જીએસટી, તેમજ ડીઝલની વધેલી કિંમતો અને ભ્રષ્ટાચારને લીધે ટ્રક ડ્રાઇવર્સ 9 ઓખ્ટોબરે દેશ વ્યાપી હડતાળ ઉપર ઉતરી જાય તેવી શક્યતા છે. તેઓએ બે દિવસીય હડતાળની ચીમકી ઉચ્ચારી છે.
ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ એઆઇએમટીસીના અધ્યક્ષ એસ. કે. મિત્તલે જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટરોએ સરકારી અધિકારીઓના ઉદાસીન વલણ. જીએસટી,ડીઝલની વધેલી કિંમતો અને ભ્રષ્ટાચારને જોતા 9 તથા 10 ઓક્ટોબરના રોજ ચક્કાજામ કરવાનો નિર્ણય કર્યો છે.
AIMTC કરશે પ્રતિનિધિત્વ
ટ્રાન્સપોર્ટસે સર્વોચ્ચ એકમ એઆઇએમટીસીએ આશરે 93 લાખ ટ્રક ડ્રાઇવર અને આશરે 50 લાખ બસ તથા પર્યટક પરિચાલકોનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કર્યો છે. ટ્રાન્સપોર્ટસના બીજા સંગઠન અખિલ ભારતીય ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિયેશને પણ એઆઇએમટીસીનું સમર્થન કરવાનું જણાવ્યું હતું.
ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ કુલતારણ સિંહ એટવાલે જણાવ્યું હતું કે અમારા બિઝનેસમાં કુલ ખર્ચ 70 ટકા જેટલો ડીઝલમાં જ વપરાઈ જાય છે. સરકારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડા છતાં દેશમાં ડીઝલના ભાવ ઘટ્યા નથી. અને અમારી માંગણી છે કે ડીઝલમાં 20 રૂપિયા પ્રતિ લીટર જેટલો કાપ મૂકવામાં આવે.