ટ્રાન્સપોર્ટરો ઇન્સ્યોરન્સ ના લીધું હોય તેવા ટ્રક લોડ નહિ કરે ચાર દિવસ ગજગ્રાહની સ્થિતિ બાદ આખરે સમાધાન થયું
મોરબીના સિરામિક ઉદ્યોગના માલ પરિવહન દરમીયાન થતી નુકશાનીની જવાબદારી ના સ્વીકારવાનું જણાવીને ટ્રાન્સપોર્ટરો હડતાલ પર ઉતર્યા હતા અને ચાર દિવસ હડતાલ ચાલુ રાખ્યા બાદ આખરે સિરામિક એસો સાથે સમાધાન થઇ જતા પાંચમાં દિવસે હડતાલ સમેટાઈ હતી
મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો દ્વારા તા. ૧૦ થી હડતાલ શરુ કરવામાં આવી હતી અને મોરબી સિરામિક એસો. ને માલ નુકશાની અંગે યોગ્ય નિર્ણય લેવા તેમજ વીમો લેવા જણાવ્યું હતું જોકે સિરામિક ઉદ્યોગે યોગ્ય નિર્ણય ના કરતા હડતાલ શરુ કરી હતી અને સતત ચાર દિવસ હડતાલ ચાલી હતી જોકે આજે સિરામિક એસો. પ્રમુખો સાથે ટ્રાન્સપોર્ટ એસો. પ્રમુખ પ્રભાતભાઈ આહિરે મીટીંગ યોજી હતી અને સમાધાનકારી વલણ દાખવતા મામલો થાળે પડ્યો હતો અને ટ્રાન્સપોર્ટરો હડતાલ સમેટી લેવા રાજી થયા હતા જે અંગે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા મોરબી સિરામિક એસો. ને લેખિત પત્ર પાઠવી જણાવ્યું છે કે નુકશાની કે ડેમેજ અંગે ટ્રાન્સપોર્ટરોની જવાબદારી નહિ રહે, ઉત્પાદન કરનાર કંપનીઓને એસો. ના મેમ્બરની ટ્રક બૂક કરવા જણાવ્યું છે તેમજ ટ્રાન્સપોર્ટ એસો. નિર્ણય લીધો છે કે ઇન્વોઇસ સાથે ઇન્સ્યોરન્સ સામેલ હશે તે જ માલ ટ્રકમાં લોડ કરવામાં આવશે અન્યથા લોડ નહિ કરાય જે શરતો માની લેવામાં આવી હોય હડતાલ સમેટાઈ ગઈ છે