જન્માષ્ટમી મહોત્સવ સમિતિની આજે વિવિધ સંસ્થા મંડળો સાથે મહત્વની બેઠક
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રાનું દરવ વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારીના ભાગરૂપે રાજકોટમાં જન્માષ્ટમી મહોત્સવ કાર્યાલય ખાતે ગુડઝ ટ્રાન્સપોર્ટ એસો.નીએક અગત્યની મીટીંગ મળી હતી આ બેઠકમાં ઉપસ્થિત દરેક ટ્રાન્સપોર્ટ માલીકોએ પૂરેપૂરો સહકાર આપવાની અને તન મન ધનથી કૃષ્ણજન્મોત્સવ વધાવવાનો નિર્ધાર વ્યકત કર્યો છે. વર્ષોથી ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા જન્માષ્ટમી શોભાયાત્રા નિમિતે નાના વાહનોથી લઈ મોટા ટ્રક સુધી નિ:શુલ્ક વ્યવસ્થા કરી આપવામાં આવે છે.
દર વર્ષે જન્માષ્ટમી શોભાયાત્રાને અનુલક્ષીને ટ્રાન્સપોર્ટરો દ્વારા મહત્વનો સહયાગે આપવામાં આવે છે. વાહનોમાં ડીઝલ ડ્રાઈવર, સફાઈ, રીપેરીંગ રંગ રોગાન કરવા સુધીનો તમામ ખર્ચ પણ ટ્રાન્સપોર્ટરો પોતે ભોગવે છે અને દર વર્ષે શોભાયાત્રાને સફળ બનાવવામાં તેમનો સિંહફળો રહે છે. આ કાર્યમાં રાજકોટ શહેરના અગ્રણી ટ્રાન્સ્પોર્ટરો રામનાથ રોડવેઝ નિલકંઠવર્ણી ટ્રાન્સપોર્ટ, કિશાન ટ્રાન્સપોર્ટ, સહિત સૌરાષ્ટ્રભરમાંથી ટ્રાન્સપોર્ટરો વર્ષોથી સેવા આપે છે. ત્યારે આ વર્ષે શોભાયાત્રામાં અનેરા ઉત્સાહ સાથે સાથ આપવાના હેતુસર મોટી સંખ્યામાં ટ્રાન્સપોર્ટરો બેઠકમાં હાજર રહ્યા હતા અને જેટલા જોય તેટલા વાહનોની સુવિધા પુરી પાડવોમ કરી છે તો આ ઉપરાંત જન્માષ્ટમી શોભાયાત્રાને આખરી ઓપ આપવાની પૂર્વ તૈયારીના ભાગરૂપે મુખ્ય મીટીંગનું પણ આજે રાત્રે ૮ મીલપરામાં કાર્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ સંસ્થા મંડળો, જ્ઞાતિના આગેવાનો, સામાજીક આગેવાનો વિગેરેને હાજરી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ વખતે વિહિપને જન્માષ્ટમી શોભાયાત્રા સફળ રીતે અને અતિ ભવ્યતાભવ્ય રીતે પૂર્ણ થાય એ માટે સંકલન સાધવા માટે ભારતીય જનતાપાર્ટી રાજકોટ મહાનગરના મંત્રી રઘુભાઈ ધોળકીયા તથા શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ કાથરોટીયા તથા જીલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલ ક્ધવીનર દિપકભાઈ ભટ્ટ, જીલ્લા ભાજપ પ્રશિક્ષણ વિભાગના જીલ્લા ઈન્ચાર્જ જયેશભાઈ પંડયા પણ આગળ આવ્યા છે.