ભારતબંધના એલાનથી ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ એસો. અલિપ્ત રહેશે

ખેડૂત આંદોલનના પગલે આવતીકાલે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. ભારત બંધના એલાનમાં દેશની મોટાભાગના વિરોધ પક્ષોએ ટેકો જાહેર કર્યો છે. આવતીકાલે બંધના એલાનના પગલે થોડા અંશે વ્યવહારો ઠપ થાય તેવી શક્યતા છે. અલબત ટ્રાન્સપોર્ટેશન થભશે નહીં, ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ એસોસિયેશન ભારત બંધના એલાનથી રહેશે તેવું પ્રમુખ હસુભાઈ ભગદેવ નું કહેવું છે.

આવતીકાલે બંધના એલાનના પગલે જાહેર વાહન વ્યવસ્થા ઉપર અસર થશે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે આવા સંજોગોમાં ટ્રાન્સપોર્ટેશનને અસર થાય તો મોટા પાયે તકલીફ ઉભી થાય તેવી ધારણા છે આવી જોકે આવી સ્થિતિમાં ટ્રાન્સપોર્ટેશન થશે નહીં પ્રમુખ હસુભાઈ ભગદેવના જણાવ્યા મુજબ ભારત બંધના એલાનમાં ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ એસોસિએશન જોડાયું નથી પરિણામે દેશભરમાં ટ્રાન્સપોર્ટેશનનો કામકાજ ચાલુ રહેશે.

ઘણા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં મડાગાંઠ ન ઉકેલાતા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ભારત બંધના કારણે મોટાભાગે પંજાબ, હરીયાણા, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં અસર થશે. ગુજરાતમાં અસર ઓછી રહેશે. અલબત કેટલાક સ્થળોએ આંદોલનના દેખાવો જોવા મળશે. દરમિયાન એસટી અને રેલવે સહિતની જાહેર ક્ષેત્રની ટ્રાન્સપોર્ટેશન સેવા ચાલુ છે. ખાનગી ટ્રાન્સપોર્ટેશનને કોઈ અસર થશે નહીં. ટ્રક કે અન્ય સાધનથી થતું ટ્રાન્સપોર્ટેશન અટકશે નહીં. ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટેશન એસો. દ્વારા ભારત બંધના એલાનથી અલીપ્ત રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  ભારત બંધના એલાનથી ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ જાય તો તેની અસર લાંબાગાળા સુધી રહે. અત્યારે કોરોના મહામારી બાદ માંડ-માંડ ઉદ્યોગો બેઠા થયા છે. આવી સ્થિતિમાં ફરીથી દેશને બંધ રાખવો નાના લોકોને રોજીરોટી ઉપર ખતરો બની જશે.

આવતીકાલે પેટ્રોલ પંપ ખુલ્લા જ રહેશે

PATROL PUMP

આવતીકાલે ખેડૂતોના ભારત બંધના એલાનને સમર્થન નહીં આપતા રાજ્યમાં તમામ પેટ્રોલ પમ્પ રહેશે ચાલુ. લોકોને હાડમારી ન પડે તે માટે પેટ્રોલ પમ્પ ઓનર્સ એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે અને પેટ્રોલ પંપ ચાલુ જ રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.