1000 જેટલા ગુડ્સ વ્હિકલ સમાવી શકાય તેવી વ્યવસ્થા ડ્રાઇવરો માટે અધ્યતન ઓફિસ બનાવી
સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં સૌરાષ્ટ્ર ગુજરાત સહિત દેશ ભરમાંથી ખેડૂતો વેપારીઓ રોજીંદા માલ લેવા વેચવા માટે આવી રહ્યા છે ત્યારે ટ્રાફિક સમસ્યા વધી રહી હોય માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા તાકીદે 20 વિઘા જમીનમાં ટ્રાન્સપોર્ટનગર વિકસાવીને એક દીર્ઘદ્રષ્ટિ સમાન ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે.ટ્રાન્સપોટઁનગર ના પ્રણેતા
માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની સૂચના હતી કે માત્રને માત્ર ચેરમેન બનીને યાર્ડ નો વહીવટ કરવાનો નથી ચેરમેનની સાથોસાથ વિઝનમેન એટલે કે દીર્ઘદ્રષ્ટા બનવું પણ જરૂરી છે તેઓના માર્ગદર્શન ને ધ્યાને લઇ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે 20 વિઘા જમીનમાં ટ્રાન્સપોર્ટ નગર વિકસાવવામાં આવ્યું છે જેમાં 800 થી હજાર માલવાહક વાહનો સમાવેશ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ ઉપરાંત ડ્રાઇવરો માટે ઓફિસ બનાવવામાં આવી છે જ્યાં લાઈટ, પાણી, બાથરૂમ, મિનરલ વોટર, મોબાઈલ ચાર્જિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ સુવિધાઓને પરિણામે ડ્રાઈવરોને ખાસ્સી રાહત મળી રહી છે . બીજી બાજુ ટ્રાન્સપોર્ટ પણ જણાવી રહ્યા છે કે આવી સુવિધાઓ તો અમે સ્વપ્ને પણ વિચારી ન હતી.
આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે યાર્ડની અંદર આવતા વાહનો માટે પણ નીતિ નિયમો કડક બનાવવામાં આવ્યા છે જો કોઈપણ મેટાડોર કે ટ્રક ચાલક બિનઅધિકૃત રીતે માર્કેટિંગ યાર્ડમાં પોતાનું વાહન પાર્ક કરીને જતા રહે તો તેઓની પાસેથી રૂપિયા 200 દંડ મુજબ વસુલ કરવામાં આવશે, આ નિયમ માર્કેટીંગ યાર્ડના ચેરમેન, ડિરેક્ટરો કર્મચારીઓ સર્વે ને લાગુ પડશે તેવું બોર્ડ ઓફ ડિરેક્ટરમાં પણ નક્કી કરવામાં આવ્યું છે.