જિસકા માલ ઉસકા હમાલ પધ્ધતિ શરૂ ન થાય ત્યાં સુધી લોડીંગ નહી કરવા ટ્રક માલીકોને તાકીદ

ડીઝલના ભાવ વધારાથી ત્રસ્ત બનેલા ટ્રક-ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જિસકા માલ ઉસકા હમાલ(જીનો માલ એની મજુરી)પદ્ધતિ લાગુ કરવાની માંગ સાથે રાષ્ટ્રવ્યાપી હડતાલ શરૂ કરતા છેલ્લા અઠવાડિયાથી લોડિંગ ટ્રકોના ટાયર થંભી ગયા છે ત્યારે હડતાલને વધુ અસરકારક બનાવવા માટે ટ્રાન્સપોર્ટ એસોસિએશન રોડ ઉતરી આવ્યું છે અને લોડીંગ કરી ટ્રકો પસાર થાય છે તેને અટકાવવામાં આવી રહી છે.

સુરેન્દ્રનગર ટ્રક ઓનર્સ એસોસિયેશન આગેવાનો અને સભ્યોએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું હતું. જેમાં નજીસકા માલ ઉસકા હમાલથ નિયમ લાગુ કરાવા માગ કરાઇ હતી. જો તેમ નહીં કરાયો તો આગામી સમયમાં લોડિંગ અનલોડિંગ બંધ કરવાની ચીમકી અપાઇ હતી. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ નવી દિલ્હી અને અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા નજીસકા માલ ઉસકા હમાલથ અભિયાન હાથ ધર્યું છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન અને સુરેન્દ્રનગર ટ્રાન્સપોર્ટ એસોસિયેશનની બેઠક મળી હતી.

1-8-21થી સુરેન્દ્રનગરમાં પણ આ અભિયાન લાગુ કરવાનુ નક્કી કરાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિયેશનના અજુભાઇ કલોત્રા, મંત્રી વેલાભાઇ સભાડ, ઉપપ્રમુખ અજુભાઇ રબારી, નરેન્દ્રસિંહ પરમાર, પરેશભાઇ ખાંભલા સહિત સભ્યોએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા મુજબ બધા ટ્રાન્સપોર્ટ તથા ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ અને વઢવાણ ઇન્ડસ્ટ્રિઝ એસોસિયેશનને કોઇ પણટ્રાન્સપોર્ટ ભાઇ ગાડી લગાવે તો પાર્ટીને જણાવી દેવાનું કે ગાડી માલિક ગાડી લોડ કરવાના કે ગાડી અનલોડ કરવાના રૂપિયા નહીં આપે તથા કોઇ પણ જાતના અન્ય ખર્ચ જેવા કે કાંટા, ડાલા, મુશિયાના નહીં આપે. આથી દરેક પાર્ટી અને વેપારીઓને સહયોગ આપવા માગ કરાઇ હતી. જે આનો અમલ નહીં કરાય તો નછૂટકે લોડિંગ અને અનલોડિંગ બંધ કરવામાં આવશેની ચીમકી અપાઇ હતી.

જેને લઇને સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં વેપારીઓ તથા અન્ય સ્થળો પર કે જ્યાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ટ્રાન્સપોર્ટ દ્વારા આવી રહી છે ત્યાં ભારે અસર સર્જાઈ જવા પામી છે કારણકે ટ્રાન્સપોર્ટ બંધ હોવાના કારણે ચીજવસ્તુઓની અછત હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાઇ રહી છે ખાસ કરીને અનાજ કરીયાણા નો હબ ગણવામાં આવતી મહેતા માર્કેટમાં પણ અસર જોવા મળી છે સુરેન્દ્રનગરની મહેતા માર્કેટના વેપારીઓ દ્વારા પણ બેઠક યોજી અને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે અને સોમવાર સુધીમાં ટ્રાન્સપોર્ટ ધારકોની હડતાળ પૂર્ણ નહીં થાય તો સુરેન્દ્રનગરની મહેતા માર્કેટ પણ સોમવારથી બંધ રહેશે તેવી સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી છે.

સોમવારથી સુરેન્દ્રનગરની મહેતા માર્કેટના વેપારીઓ પણ હડતાલ પર ઉતરશે

ટ્રક એસોસિએશન તથા ટ્રાન્સપોર્ટ એસોસિએશન જિસકા માલ ઉસકા હમાલ નીતિ 1લી ઓગસ્ટથી લાગુ કરવામાં આવાની યોજના ઘડવામાં આવી હતી પરંતુ આ નીતિ સરકાર દ્વારા લાગુ કરવામાં ન આવતા હાલમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે અને ટ્રાન્સપોર્ટ ધારકો હડતાલ ઉપર ઉતરી જવા પામ્યા છે જેને લઇને ભારે તંગદિલીનો માહોલ હાલમાં સર્જાઈ જવા પામ્યો છે.

ખાસ કરી સુરેન્દ્રનગર ની જેમ મહેતા માર્કેટ આવેલી છે તેમાં ટ્રાન્સપોર્ટ એસોસિયેશન હોવાના પગલે આયાત-નિકાસ થી આવતા માલસામાન ની અછત સર્જાઈ જવા પામી છે જેને લઇને સોમવાર સુધીમાં જો ટ્રાન્સપોર્ટ એસોસિએશન ની હડતાલ પૂર્ણ નહીં થાય તો સોમવારથી મહેતા માર્કેટના વેપારીઓ પણ હડતાલ શરૂ કરશે તેવું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.