પશ્ર્ચિમ રેલવેને વિશેષ પરિવહન થકી ૨૦.૬૪ કરોડની આવક
પશ્ચિમ રેલ્વે તેના ગ્રાહકો માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે, દેશના વિવિધ ભાગોમાં આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય સુનિશ્ચિત કરવાનું ચાલુ રાખ્યું છે. એક અનોખી પહેલના ભાગરૂપે, વેસ્ટર્ન રેલ્વે દેશના જુદા જુદા ભાગોમાં નિયમિત પાર્સલ વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. આ જ ક્રમમાં, ૨૫ જૂન, ૨૦૨૦ના રોજ, પશ્ચિમ રેલ્વેથી બે પાર્સલ વિશેષ ટ્રેનો રવાના થઈ, જેમાં એક પાર્સલ ટ્રેન પોરબંદરથી શાલીમાર અને બીજી કરમ્બેલી થી ન્યુગુવાહાટી માટે રવાના થઈ.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવિન્દ્રભાકર દ્વારા જારી કરાયેલ એક યાદી મુજબ ૨૩ માર્ચ થી ૨૪ જૂન, ૨૦૨૦ સુધીમાં દેશના વિવિધ ભાગોમાં પશ્ચિમ રેલ્વેની વિશેષ ટ્રેનો દ્વારા ૬૪,૦૦૦ ટનથી વધુના માલના ૩૫૯ પાર્સલ ટ્રેનો દ્વારા પરિવહન કરવામાં આવ્યુ હતું. જેમાં મુખ્યત્વે કૃષિ પેદાશો, દવાઓ, માછલી, દૂધ વગેરે શામેલ છે. આ પરિવહન દ્વારા થતી આવક આશરે ૨૦.૪૬ કરોડ થઈ છે. આ સમયગાળા દરમિયાન, વેસ્ટર્ન રેલ્વે દ્વારા ૪૮ મિલ્ક સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી, જેમાં ૩૬ હજાર ટનથીવધુનું ભારણ હતું અને વેગનના ૧૦૦% ઉપયોગથી આશરે ૬.૧૮ કરોડની આવક થઈ હતી. આ જ રીતે, ૨૫ હજાર ટન વજનની ૩૦૫ કોવિડ -૧૯ વિશેષ પાર્સલ ટ્રેનો પણ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે ચલાવવામાં આવી હતી, જેના માટે આવક રૂપિયા ૧૨.૯૪ કરોડ છે. આ સિવાય, ૨૮૩૮ ટન વજનવાળા ૬ ઇન્ડેન્ટેડરેક્સ પણ લગભગ ૧૦૦% ઉપયોગ સાથે ચલાવવામાં આવ્યા હતા, જેનાથી રૂ. ૧.૩૪ કરોડની આવક થઈ છે. માંગ પ્રમાણે દૂધના પાવડર, પ્રવાહી દૂધ અને અન્ય સામાન્ય ગ્રાહક ચીજોની સપ્લાય કરવા માટે પાર્સલ વાન / રેલ્વે દૂધના ટેન્કરો (આરએમટી)ના ૩૬૦ મિલેનિયમ પાર્સલ રેક્સ દેશના વિવિધ ભાગોમાં રવાના કરવામાં આવ્યા છે.