બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની અનોખી પહેલ
રાજકોટ ડિવિઝનને સ્પેશિયલ ટ્રીપ દ્વારા ૪.૧૬ લાખની આવક
પશ્ચિમ રેલ્વેએ બિઝનેશ ડેવલપમેન્ટ યુનિટ (બિડીયુ)ને ચેનલ અને ડિવીઝનમાં વિભાજીત કરવામાં આવ્યુ છે. જે નવા વિચારોને અનુસરીને બજારમાં વ્યવસાયને નવી ઉંચાઇએ લઇ જવા કામગીરી કરી રહી છે. ત્યારે રાજકોટ રેલ્વે મંડળ દ્વારા બિઝનેશ ડેવલપમેન્ટ યુનિટની પહેલ ઓખા સ્ટેશનથી પશ્ચિમ બંગાળ પાર્સલ ટ્રેન (વીપીયુ વાન)માં માછલી પરિવહન શરૂ કરવામાં આવ્યું છે.
રાજકોટ રેલ્વે મંડળના વરિષ્ઠ વાણિજય પ્રબંધક અભિનવ જેફના જણાવ્યાં અનુસાર વર્તમાન સમયમાં રેગ્યુલર ટ્રેનો બંધ છે ત્યારે નવા ગ્રાહકોને આકર્ષિત કરવાની સંભાવનને ધ્યાને રાખી વાલિજય વિભાગ દ્વારા ૧૯ ઓગસ્ટથી ૨૪ ઓગસ્ટ દરમિયાન ઇન્ડસ્ટ્રીપલ સર્વે કરવામાં આવ્યો હતો. ઓખા પોર્ટ પર ફિશ ટ્રેડર્સનો સંપર્ક કરતો રેલ્વેને જાણવા મળ્યું કે પશ્ર્ચિમ બંગાળમાં માછલીઓની ઘણી માંગ છે. ત્યારે રેલ્વે દ્વારા વીપીયુમાં લોડ કરી માછલીઓને પહેલા ઓખાથી રાજકોટ લાવવામાં આવી હતી. ત્યારબાદ વીપીયુને રાજકોટથી પોરબંદર શાલીમાર પાર્સલ ટ્રેનમાં લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજકોટથી પોરબંદર-શાલીમાર પાર્સલ વિશેષ ટ્રેનને ૮ સપ્ટેમ્બર, ૧૨, સપ્ટેમ્બર અને ૧૬ સપ્ટેમ્બર દરમિયાન ઓખાથી પશ્ર્ચિમ બંગાળ માટે પાર્સલ વાનમાં ક્રમશ: ૧૮,૦૦૦ કિલો, ૧૬,૬૫૦ કિલો અને ૨૨,૩૨૦ કિલો માછલી મોકવવામાં આવી હતી. આવી રીતે પોરબંદર, શાલીમાર સ્પેશ્યલ ટ્રેન દ્વારા માત્ર ત્રણ ફેરામાં આોખાથી પશ્ચિમ બંગાળ માટે ૫૬,૯૭૦ કિલો માછલીનું પરિવહન કરવામાં આવ્યું હતું. જેના થકી રાજકોટ ડિવિઝનને અંદાજે ૪.૧૬ લાખ રૂપિયા પ્રાપ્ત થયા હતા. પશ્ચિમ રેલ્વેના પ્રોત્સાહનને કારણે રાજકોટ ડિવિઝન દ્વારા શકય બન્યું.