લોક ડાઉનના પગલે શહેરમાં પ્રવેશ બંધ કરાતા મોટી સંખ્યામાં ટ્રકો હાઇવે પર થંભાવી દેવાયા ટ્રકના ચાલક અને ક્લિનરોને હાલાકી ન ભોગવી પડે તે માટે ફુડ પેકેટની સવલત ઉભી કરાઇ
હાલ સમગ્ર વિશ્ર્વમાં કોરોનાનો કહેર છે ત્યારે ભારત સહિત વિશ્ર્વના ઘણા દેશો દ્વારા લોક ડાઉન કરવામાં આવ્યું છે. જેના પગલે ભારતમાં લોક ડાઉનની સ્થીતી છે. ત્યારે સમગ્ર ટ્રાન્સપોટેશન પણ બંધ થયું છે. અનેક શહેરોની એન્ટ્રી એકઝીટ પરત બંધ કરી દેવામાં આવી છે. ફકત ઇમરજન્સી સેવાઓ અને જીવન જરૂરી ચીજવસ્તુ મળી રહે છે ત્યારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર ગુજરાત બહારથી આવેલા ટ્રાન્સપોર્ટના ટ્રકો પણ ઉભા રહી ગયા છે. છેલ્લા પાંચેય દિવસથી આવી સ્થીતી હોય અને આવનાર હજી આવી સ્થીતી રહેનાર છે. ત્યારે રાજકોટ ટ્રાન્સપોર્ટ એશો. દ્વારા આવા ડ્રાઇવરોને જમવાનું મળી રહે તે હેતુથી એસોશિએશન દ્વારા ફુડ પેકેટ બનાવીને જે તે જગ્યાએ ઉભેલા ટ્રક એ જઇ ને ફુડ પાર્સલ આપવામાં આવ્યા હતા.
જાહીર હીસેદ (ટ્રક ડ્રાઇવર) એ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે હું બહારથી આવેલ અહીં આ લોક ડાઉન ના કારણે ખુબ તકલીફ પડી છે. પાણી લેવા માટે પણ રખડવું પડે છે. આ બધા જે જમવાનું લઇને આવે છે. તે ખુબ સારૂ કામ કરે છે. પાંચ દિવસથી અમે અહિં અટકેલા છીએ. આ એસોશીએશન દ્વારા અમને જમવાનું પહોચાડવામાં આવે છે. તે ખુબ સારું છે.
હરબાનસિંહ (ટ્રક ડ્રાઇવર) અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે હું હરિયાણા છું. લોક ડાઉનથી અમને તકલીફ પડે છે. ઘરે બાકો છે અમારી ચિંતાઓ પણ ખુબ થાય છે. જમવાનું કયાં મેળ કરીએ છીએ તો કયારેક સંસ્થાઓ પણ અમને જમવાનું પહોચાડે છે.
હસુભાઇ (રાજકોટ ટ્રાન્સપોર્ટ એસો. પ્રમુખ) એ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે પરપ્રાંતિય ગાડીઓ જે ઘણા દિવસથી અહીં પડી રહી છે. તેમને જમવાની વ્યવસ્થા કરવા માટે અમારા એસો.ના કિશોરભાઇ રાયધનભાઇએ વિચાર આવ્યો કે દરેક ટ્રક ડ્રાઇવરોને બે ટાઇમ જમવાનું પહોચાડવામાં આવે આજે પુરી શામ પહોચાડવામાં આવયા છે. અને રાત્રે ભાત પહોચાડવામાં આવશે. જેટલા દિવસ આ લોક ડાઉન રહેશે તેટલો સમય એસોસીએશન તરફથી અવિરત સેવા ચાલુ રહેશે. લાંબો સમય થયો છે. પહેલા ૩૧ તારીખ સુધી લોકડાઉન રહેવાનું હતું. જયારે હવે તે એપ્રીલ તા. ૧૪-૧૫ તારીખ સુધી ચાલવાની છે. તો અમે આજથી આ સેવા આપવામાં આવી રહી છે. આજે ૩૫૦ જેટલા ફુડ પેકેટ બનાવવામાં આવ્યા છે. અને જયાં ગાડી ઉભી છે ત્યાં ફુડ પેકેટ આપવા જઇએ છીએ માણસો ભેગા ન થાય તે માટે
કિશોરભા પરમાર (એસોસીએશન સભ્ય) એ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે લોક ડાઉનથી ગાડીઓ થંભી ગઇ છે. જેનાથી ડ્રાઇવરો હરીયાણા પંજાર કે રાજસ્થાનના હોય છે. ટ્રાન્સપોર્ટના આ ટ્રકો સીટીની બહાર ના ભાગે હોય છે. કે જયાં કરીયાણાની દુકાનો ક એવી કોઇ વ્યવસ્થાઓ નથી. જેનાથી ડ્રાઇવરો બે ત્રણ દિવસથી ભુખ્યા રહ્યા છે. જેનાથી અમે એસોસીએશન દ્વારા નકકી કરવામાં આવ્યું છે એ લોકોને સવાર સાંજ ફુડ પેકેટ પહોચાડવામાં આવે છે. અમારે એસોસીએશનના બધા સભ્યોએ અમને સહકાર આપેલ છે.