વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં આર્થીક સામાજીક અને રાજકીય રીતે સહકાર ક્ષેત્રનું ખુબ જ મહત્વ છે. ત્યારે રાજકોટ જીલ્લા સહકારી સંઘની ચુંટણીમાં તાલુકા બેઠક પર કેસરીયા કરી ચુંટણીમાં સત્યનિષ્ઠ લોક પ્રતિનિધિત્વની ફરજ બજાવવા નેમ સાથે સહકારી આગેવાન ડો. એન.ડી. શિલુ એ ઉમેદવારી નોંધાવતા આવતીકાલે તા. ર0 જાન્યુઆરી સવારે 9 થી ર વાગ્યા રાજકોટ દક્ષીણ મામલતદાર કચેરી, ગોંડલ રોેડ યોજનાર મતદાન મા સત્યના વિજયનો ડો. એન.ડી. શીલુએ આત્મ વિશ્વાસ વ્યકત કર્યો છે.
‘અબતક’ ની મુલાકાતમાં ડો. શીલુ અને ટેકેદારોએ કાલે મતદાનમાં સત્યના વિજયનો વ્યકત કર્યો આત્મ વિશ્વાસ
‘અબતક’ ની મુલાકાતમાં ડો. એન.ડી. શીલુ (માધવ ક્રેડીટ) વિભાભાઇ મીયાત્રા (પુરૂષાર્થ શરાફી નથાભાઇ ટોલીયા લક્ષ્મી શરાફી), યશભાઇ સોજીત્રા (શીવ જયોત) અનિરૂઘ્ધ નથવાણી (સદગુરુ શરાફી), અને સહકાર ભારતીના મહામંત્રી જયેશભાઇ સંઘવીએ રાજકોટ જીલ્લા સહકારી સંઘની તાલુકા બેઠકની ચુંટણીમાં સત્ય અને સત્કારનો વિજય થશે તેવું જણાવ્યું હતું.
રાજકીય આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે સહકાર ભારતીના ઉમેદવાર ડો. શિલુના ઉમેદવારીથી પંથે મોટા માથાઓ હાર ભાળી ગયા ડો શીલુની નિષ્કલંક સહકારી પ્રતિભાશ્રી નાથાભાઈ ટોલીયાની સેવાની સુવાસ તથા શ્રી અનિરુદ્ધભાઈ. અથવાણી સદાયુવાન બેટીંગથી સામેની ટીમ ફોલોઓની ક્રેડિટ સોસાયટીઓના પ્રમુખો વચ્ચે એક જ સંવાદ સાંભળવા મળે છે કે, વારંવાર વિનંતી કરવા છતા કોઈ દિવસ મળવા તૈયાર ન થતા નેતા આજે જાતે જ મંડળીઓના પ્રમુખોને ફોન કરી, તેઓ કહે ત્યાં મળવા દોડી જાય છે. આ ફેરફાર કેમ?”
ક્રેડિટ સોસાયટીઓ વતી એક મજબૂત અવાજ એટલે ત્રિદેવની આ અનુભવી ટીમ! સહકાર ભારતીના સમર્થનથી ક્રેડિટ સોસાયટીઓના પ્રતિનિધિ તરીકે ચૂંટણી લડી રહેલા ડો.શીલુ જણાવે છે કે, તા. 20 જાન્યુઆરી શનિવારના રોજ સવારે 9 થી બપોરના 2 કલાક કરમ્યાન દક્ષિણ મામલતદાર કચેરી, પીડીએમ કોલેજ પાસે યોજાનાર રાજકોટ જીલ્લા સંઘની ચુંટણી મતદારોએ મતદાન કરવા માટે ઓળખ કાર્ડ અચૂક સાથે લાવવું મતદાન કમાંક 1 નિશાન પુસ્તક, મતદાન કરવા અનુરોધ કરેલ છે.
દરેક ક્રેડિટ સોસાયટીઓએ પક્ષ અને જ્ઞાતિથી ઉપર ઉઠી સત્ય અને સ્વમાન માટે અંતરાત્માના આદેશ પ્રમાણે મતદાન કરવા મન કસી લીધું છે. હવે તો યુદ્ધ એ જ કલ્યાણ
રાજકોટ મહાનગરની 300 થી વધુ ક્રેડિટ સોસાયટીઓના શૈક્ષણિક ફાળાથી જેનું ગુજરાન ચાલે છે તે રાજકોટ જિલ્લા સહકારી સંઘમાં ક્રેડિટ સોસાયટીઓનો એક પણ પ્રતિનિધિ નહીં, અને આશ્ચર્યની વાત તો એ છે કે સહકારી બેંકો જે શિક્ષણ ફાળા રૂપે દર વર્ષે બહુ નોંધપાત્ર ફાળો સંઘને આપે છે તે બેંકોનો પણ કોઈ પ્રતિનિધિ નથી. ક્રેડિટ સોસાયટીઓનું ફેડરેશન પણ દસ વર્ષથી મૃત:પ્રાય પડ્યું છે… તો હવે સંગઠ્ઠીત થઈ લડત આપી શક્તિ બતાવવી પડશે. આમ સંઘની ચૂંટણી લડવાનું નક્કી થયું. હાર-જીતની પરવાહ કર્યા વિના, સહકારી ક્ષેત્રમાં સંસ્કારિતા લાવવા જ ડો. શીલુ અથવા નાથાભાઈને સંઘની ચુંટણી લડાવવાનું સૌ સહકારી મિત્રોએ નક્કી કર્યું, નહીં કે કોઈના દબાણથી.
છેલ્લા કેટલાક વર્ષોથી સોસાયટીઓને થતાં અન્યાય સામે સર્વસત્તાધીશ મનાતા મુખ્ય પદાધિકારીનું વારંવાર મૌખિક તથા લેખીત ધ્યાન પણ દોરેલ છે. છતા તેઓ પોતાના કાર્ય ક્ષેત્રમાં અન્ય કોઈનો સૂચન સ્વરૂપે પણ પ્રવેશ ઇચ્છતા જ નથી. ઉલટાનું ચોર કોટવાળને દંડે એવી નીતિ અપનાવી શિક્ષણ ફાળો આપતી ક્રેડિટ સોસાયટીઓને સંઘમાં સભ્યપદ આપવાનું પણ બંધ કર્યુ છે.
દરેક લાયક મંડળીને સંઘનું સભ્યપદ આપો., ક્રેડિટ સોસાયટીઓના કર્મચારીઓ માટે દર છ મહિને પ્રશિક્ષણ શિબિર અથવા અભ્યાસ વર્ગ રાખવો., મંડળીઓના વ્યવસ્થાપક મંડળને વિશિષ્ટ પ્રકારની સહકારી પ્રવૃત્તિ કરતી અમૂલ અને બુલદાના ક્રેડિટ, કોઓપરેટીવ સોસાયટી લી. જેવી સહકારી સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈ પ્રેક્ટીકલ નોલેજ મળે એવા સહકારી, પ્રવાસ કરવા, કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલા સહકારી કાયદાઓમાં આમૂલ ફેરફાર અંગે નિષ્ણાતોના સેમિનાર યોજવા જેમાં સહકારી મંડળીઓને લગતા ઇન્કમટેકસ, જીએસટી, તથા ગ્રાહક પ્રવૃતિના વિષયો અંગે વિચાર ગોષ્ઠિ રાખવી.
કોઇ પક્ષના મેન્ડેટ પર ચુંટણી નથી લડતો સત્યના સાથ માટેની પહેલ કરી છે: ડો. શિલુ
સહકારી ક્ષેત્રમાં ચાલતા મામકાવાદ અને સહકારીમાં યોગ્ય વ્યકિતઓને સાઇડ લાઇન કરી અને કોઇને તર્ક જ ન મળે તેવા ષડતંત્ર સામે યોગ્ય રીતે ચુંટણી થાય તે માટે મેં ચુંટણીમાં ઝડપાલાવ્યું છે. તેમ જણાવી ડો. એન.ડી. શીલુએ જણાવેલ કે હું કોઇ પક્ષના મેન્ડેડ પર ચુંટણી લડતો નથી હું સત્ય માટે સ્વાયત ધોરણે ચુંટણી લડી રહ્યો છું. મારે અસત્યને વિજય અપાવવો છે.
સહકારી ક્ષેત્રના સદાચાર સંસ્કાર અને ચરિત્ર નિર્માણ માટે ડો. એન.ડી. શીલુંની ઉમેદવારી
રાજકોટ જીલ્લા સંઘની કાલે ર0મીએ યોજાનારી ચુંટણીમાં તાલુકા બેઠકમાં પુસ્તકના નીશાન સામે ક્રમ નંબર 1 પર ઉમેદવારી કરી રહેલ ડો. એન.ડી. શીલુ 1987 થી સરકારી ક્ષેત્રે સંકળાયેલ છે. સીવીલમાં સૌ પ્રથમ ગરીબ દર્દીઓ માટે મેડીકલ સ્ટોર શરુ કયો 1999માં માધવ શરાફી મંડળીની રચના કરી ત્રણ વર્ષથી સહકાર ભારતી અઘ્યક્ષ તરીકે સેવા આપનાર ડો. એન.ડી. શીલું જણાવે છે કે તેમની ઉમેદવારી સદાચાર સંસ્કારીતા અને ચરિત્ર નિર્માણ માટેની છે.